________________
૩૧૧
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૯ / ગાથા-૨ લક્ષણ એક સ્થાને કેમ હોય? તેમ=વિરોધ છે તેમ, ત્રણ લક્ષણ એકસ્થાને ન હોવાં જોઈએ. તેને કહીએ છીએ, જે શીતસ્પર્શ અને Cષ્ણસ્પર્શ પાણીના અને અગ્નિના વિષયમાં પરસ્પર પરિહારે દેખાય છેપાણીમાં શીતસ્પર્શ છે, ઉષ્ણસ્પર્શ નથી અને અગ્નિમાં ઉષ્ણસ્પર્શ છે, શીતસ્પર્શ નથી-એ રીતે શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શ પરસ્પર પરિહારથી એક સ્થાનમાં દેખાય છે. તેને=શીતસ્પર્શ અને ઉષ્ણસ્પર્શને, એક સ્થાનમાં ઉપસંહાર કરીએ=સ્વીકાર કરીએ, તો વિરોધ કહેવાય. અહીં તો છ દ્રવ્યમાં તો, ત્રણ લક્ષણ સર્વત્ર સર્વ દ્રવ્યમાં, એક સ્થાને જ પ્રત્યક્ષથી દેખાય છે. પરસ્પરના પરિહારથી–ધ્રુવપણું હોય ત્યાં ઉત્પાદ, વ્યય ન હોય અને ઉત્પાદ, વ્યય હોય ત્યાં ધ્રુવપણું ન હોય એ પ્રકારના પરસ્પરના પરિહારથી, ક્યાંય પ્રત્યક્ષ સિદ્ધ નથી કોઈ દ્રવ્યમાં પ્રત્યક્ષસિદ્ધ નથી. તો એ=ઉત્પાદ, વ્યય, ધ્રોવ્ય-એ, વિરોધનું સ્થાન કેમ થાય?=એક દ્રવ્યમાં એ ત્રણ લક્ષણનો સ્વીકાર એ વિરોધનું સ્થાન થાય નહીં. અનાદિકાળની એકાંત વાસનાથી મોહિત જીવ એનો વિરોધ જાણે છે-અનાદિકાળથી જિતવચનાનુસાર કે યુક્તિ અનુસાર કે અનુભવ અનુસાર તત્વને જોનાર નથી પરંતુ જે જે પ્રકારના સંયોગને પ્રાપ્ત કરે છે તે સંયોગ અનુસાર તે તે દર્શનની એકાંતવાસનાથી મોહિત જીવ એનો વિરોધ જાણે છે, પણ પરમાર્થથી વિચારી જોતાં વિરોધ નથી=છએ દ્રવ્યમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યને સ્વીકારવામાં વિરોધ નથી.
કેમ વિરોધ નથી તેથી કહે છે –
સમનિયતતાનો પ્રત્યય જ=એ દેખીતી સર્વ વસ્તુમાં સમાન રીતે રહેલા ઉત્પાદ, વ્યય, ઘીવ્યનો બોધ જ, વિરોધનો ભંજક છે–ત્રણને એક સ્થાનમાં સ્વીકારવામાં જે વિરોધનું કોઈક પૂર્વપક્ષી ઉભાવન કરે છે તે વિરોધનો ભંજક છે. I૯/રા ભાવાર્થ :
ગાથા-૧માં કહ્યું કે, દરેક પદાર્થ ઉત્પાદ, વ્યય, ધૃવરૂપે ભગવાને કહ્યો છે અને તે પ્રકારે શ્રદ્ધા કરીને મનમાં ધારણ કરો તો આત્માનાં બધાં શુભ કાર્યો સિદ્ધ થાય છે; કેમ કે જે મહાત્મા શાસ્ત્રવચનથી, યુક્તિથી અને અનુભવથી આ ત્રણ લક્ષણોના પરમાર્થને જાણે છે, તે મહાત્મા ભગવાનની આખી દ્વાદશાંગીના પરમાર્થને સંક્ષેપથી જાણે છે. તેથી દ્વાદશાંગી તેના હિતનું એકાંત કારણ બને છે અને તે ત્રણ લક્ષણના પરમાર્થને સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે કે, જૈનશાસન ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોને સ્વીકારે છે, તે છએ દ્રવ્યોમાં પ્રત્યક્ષથી જે દ્રવ્યો દેખાય છે તે સર્વમાં પ્રતિસમય ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણું વિદ્યમાન છે; કેમ કે દરેક દ્રવ્ય પ્રતિક્ષણ કોઈક અવસ્થાથી અન્ય અવસ્થારૂપે પરિણમન પામે છે તે વખતે તે દ્રવ્યમાં પૂર્વની અવસ્થાનો વ્યય પ્રત્યક્ષથી દેખાય છે અને નવી અવસ્થાનો ઉત્પાદ પ્રત્યક્ષથી દેખાય છે અને તે બંને અવસ્થાના આધારભૂત એવું તે દ્રવ્ય ધ્રુવ પણ તે જ સમયે પ્રત્યક્ષથી દેખાય છે. તેથી વર્તમાનક્ષણમાં પોતાનો આત્મા પૂર્વ અવસ્થાનો ત્યાગ કરીને નવી અવસ્થાને પામતો દેખાય છે ત્યારે વર્તમાનક્ષણમાં જ પોતે ધ્રુવ છે તેમ પણ સ્વાનુભવથી જણાય છે, માટે જેમ પોતાના આત્મામાં પ્રતિસમય ઉત્પાદ, વ્યય અને