________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૮ | ગાથા-૨૧-૨૨
૨૯૫
જેમ અન્યવાદી એવાં નૈયાયિક કહે છે કે, ઘટનું સવિકલ્પજ્ઞાન થાય છે ત્યારે ‘આ ઘટ છે, પટાદિ નથી' તેવી બુદ્ધિ થાય છે તેથી ઘટત્વધર્મવિશિષ્ટ ઘટનો બોધ થાય છે અને તે ઘટત્વધર્મવિશિષ્ટ ઘટ સમવાયસંબંધથી છે તેથી નૈયાયિકના મત પ્રમાણે ‘ઘટ’ એ પ્રકારના સવિકલ્પજ્ઞાનમાં ઘટત્વપ્રકારતા, ઘટવિશેષ્યતા અને સમવાયસંબંધ એ ત્રણે ભિન્ન ભાસે છે. તેમ જે યોગી ધ્યાનમાં રહીને શુદ્ધ આત્મભાવોને સ્ફુરાયમાન કરવા અંતરંગ ઉદ્યમવાળા છે તેઓમાં વર્તતી શુદ્ધ શુદ્ધતર થતી જ્ઞાનધારાથી ભિન્ન વીર્યધારા અનુભવસિદ્ધ દેખાય છે. આથી સૂક્ષ્મ પ્રજ્ઞાથી જોનારને જણાય છે કે, તે યોગી અંતરંગ વીર્યધારાને તે રીતે પ્રવર્તાવે છે કે, જેથી પૂર્વ પૂર્વનું જ્ઞાન વિશુદ્ધ વિશુદ્ધતર બને છે. માટે મોક્ષનું કારણ માત્ર જ્ઞાન જ છે, ક્રિયા નથી તેમ કહી શકાય નહીં, પરંતુ વ્યવહારનયનો વિષય એવી ક્રિયા અને નિશ્ચયનયનો વિષય એવું જ્ઞાન અનુભવસિદ્ધ ભિન્ન છે તેમ હૃદયમાં વિચારવું. ફક્ત તે જ્ઞાનધારાને વિશુદ્ધ વિશુદ્ધતર કરવા અર્થે જે અંતરંગ વીર્યધારા પ્રવર્તે છે તે અંતરંગ વીર્યધારાને ઉલ્લસિત ક૨વા અર્થે તેને અનુરૂપ ઉચિત બાહ્યક્રિયા પણ આવશ્યક છે તેને વ્યવહારનય સ્વીકારે છે જ્યારે નિશ્ચયનય તો વ્યવહારનયને અભિમત તે બાહ્ય ક્રિયા અને અંતરંગ વીર્યધારા એ બંને જ્ઞાનધારાને વિશુદ્ધ કરીને ચરિતાર્થ થાય છે તેમ માને છે અને વિશુદ્ધ એવી જ્ઞાનધારા જ મોક્ષરૂપ ફળમાં પર્યવસન પામે છે તેમ કહે છે. II૮/૨૧
અવતરણિકા :
વળી, જેમ વ્યવહારનય ઉપચારને સ્વીકારે છે તેમ નિશ્ચયનય પણ કોઈક કોઈક સ્થાને ઉપચારને સ્વીકારે છે તે અનુભવ અનુસાર બતાવે છે
ગાથા:
ગાથાર્થઃ
(૧) બાહ્યનઈં અત્યંતરતા=બાહ્ય વસ્તુના આલંબનથી અત્યંતરતા, (૨) જે બહુવિગતિ અભેદ=જે બહુવ્યક્તિનો અભેદ, (૩) દ્રવ્યની નિર્મળ પરિણતિ, એ સર્વ=આ ત્રણે ભેદો, નિશ્ચયનયના ભેદ છે. II૮/૨૨૩/
અત્યંતરતા બાહ્યનઈં રે, જે બહુવિગતિ અભેદ;
નિરમલ પરિણતિ દ્રવ્યની રે, એ સવિ નિશ્ચય ભેદ રે. પ્રાણી॰ ll૮/૨૨ણા
ટબો ઃ
જે બાહ્ય અર્થનઈં ઉપચારઈં અત્યંતરપણું કરિઈં, તે નિશ્ર્ચયનયનો અર્થ જાણવો.
यथा
1
“समाधिर्नन्दनं धैर्यं दम्भोलिः समता शची ।
ज्ञानं महाविमानं च वासवश्रीरियं मुनेः " ।।१।। (ज्ञानसार, अष्टक - २०, श्लो - २) इत्यादि श्री पुण्डरीकाध्ययनाद्यर्थोऽप्येवं भावनीयः ।।