________________
૩૦૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૮| ગાથા-૨૪-૨૫ થતો નથી તેથી તે પ્રકારનો દેવસેન વડે કરાયેલો વિભાગ તેના જેવા બાળબુદ્ધિવાળા જીવોને રોચક જણાય પરંતુ વિચારકને તો તે વિભાગવચનથી નિશ્ચયનયના અને વ્યવહારનયના તાત્પર્યનો યથાર્થ બોધ થતો નથી.
જેમ કોઈને જિજ્ઞાસા થાય કે, જીવો કેટલા પ્રકારના છે ? ત્યારે તેને કહેવામાં આવે કે જીવો એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય છે, તો તે વચન સાંભળીને પ્રાજ્ઞોને સંતોષ થતો નથી; કેમ કે સર્વ જીવોનો બોધ કરાવવા માટે તે વચન સમર્થ નથી. તેમ નિશ્ચયનયના અને વ્યવહારનયના ભેદો બતાવવા અર્થે દેવસેન વડે કરાયેલો પ્રયાસ અધૂરાશવાળો દેખાય છે માટે તે પ્રકારનો વિભાગ ઉચિત નથી પરંતુ શુદ્ધ નયનો અર્થ=નિશ્ચયનયનો અને વ્યવહારનયનો પરિપૂર્ણ યથાર્થ બોધ થાય તેવો શુદ્ધ નયનો અર્થ, તે શ્વેતાંબર સંપ્રદાય અનુસાર શુદ્ધ નયના ગ્રંથના અભ્યાસથી જણાય છે=જે ગ્રંથોમાં તેના વિભાગ દ્વારા સર્વ નયોનો સંગ્રહ કરાયેલો હોય તેના અભ્યાસથી જ જણાય છે એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ભાવાર્થ છે અર્થાતુ ગાળામાં સાક્ષાત્ તે કથન નથી પરંતુ અર્થથી પ્રાપ્ત અર્થ છે. ll૮/૨૪ અવતરણિકા :
દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપનું વર્ણન કરવા પ્રસ્તુત ઢાળના પ્રારંભમાં પ્રાસંગિક દિગંબરની પ્રક્રિયા બતાવી અને તેમાં કયાં કયાં સ્થાનોમાં અનુપપતિ છે તેનો કંઈક બોધ કરાવ્યો. હવે તે સર્વનું નિગમન કરતાં કહે છે –
ગાથા :
ઇમ બહુવિધ નય ભંગણ્યું રે, એક ત્રિવિધ પયત્ય;
પરખો હરખો હિયડલઈ રે, સુગર લહી પરમત્ય રે. પ્રાણી II૮/૨પા ગાથાર્થ -
ઈમ એ પ્રમાણે દ્રવ્યગુણપર્યાયનું લક્ષણ, ભેદ, અભેદ અને ભેદભેદ કઈ કઈ દષ્ટિથી છે ઈત્યાદિ અત્યારસુધી જે વર્ણન કર્યું એ પ્રમાણે, બહુ પ્રકારના નયભંગને આશ્રયીને એક પદાર્થ ત્રિવિધ પરખો દ્રવ્યગુણપર્યાયરૂપ પરખો અને પરમાર્થ સુજસ=પરમાર્થરૂપ જ્ઞાનનો યશ, લઈ, હયડામાં હરખો. II૮/૨પા ટબો:
એ પ્રક્રિયામાંહિ પણિ જે યુક્તિસિદ્ધ અર્થ છઇ, તે અશુદ્ધ ટાલીનઈં ઉપપાદિઉં છઈ. તે માર્ટિ-એ રીતિ બહુ પ્રકારનયભંગૐ એક જ અર્થ ત્રિવિધ કહતાં-દ્રવ્ય-ગુણપર્યાયરૂપ પરખ-સ્વ સમય, પર સમયનો અંતર જાણી હૃદયનઈ વિષૐ હરષ, પરમાર્થજ્ઞાનવશ પામીનઈં. ૮/૨પાઈ ટબાર્થ :
એ પ્રક્રિયામાં પણ=ઢાળ-પની ગાથા-૭થી માંડીને અત્યારસુધી દિગંબરની પ્રક્રિયા બતાવી એ