________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૮ | ગાથા-૨પ, ઢાળ-૫ થી ૮નું યોજનસ્વરૂપ
૩૦૩ પ્રક્રિયામાં પણ, જે યુક્તિસિદ્ધ અર્થ છે તે અશુદ્ધને ટાળી ઉપપાદિઉં છઈ=દિગંબરની પ્રક્રિયામાં જે અશુદ્ધ પ્રરૂપણા છે તેને પ્રસ્તુત ઢાળમાં કાઢીને જે યુક્તિસિદ્ધ અર્થ છે તેનું ગ્રંથકારશ્રીએ ઉપપાદન કર્યું છે. તે માટે=ઢાળ-૨થી માંડીને અત્યાર સુધી જે દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપનું વર્ણન કર્યું તે માટે, એ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, બહુપ્રકારના નયભંગથી એક જ અર્થ એક જ વસ્તુ, ત્રિવિધ કહેતાંદ્રવ્યગુણ અને પર્યાયરૂપ ત્રિવિધ, પરખો. વળી, સ્વસમયનો અને પરસમયનો=શ્વેતાંબર સંપ્રદાયનો અને દિગંબર સંપ્રદાયનો, અંતર જાણીને, હદયમાં હરખો=પોતાને પ્રાપ્ત થયેલ શ્વેતાંબર સંપ્રદાય કઈ રીતે યુક્તિ અને અનુભવ અનુસાર પદાર્થનું વર્ણન કરે છે, તે જાણીને હાથમાં હરખો.
કઈ રીતે હૃદયમાં હરખો ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
પરમાર્થરૂપ જ્ઞાનયશને પામીને હદયમાં હરખો અથત સ્વદર્શન-પરદર્શનના પક્ષપાતપૂર્વક નહીં પરંતુ મધ્યસ્થતાથી પદાર્થના સ્વરૂપને જાણીને પ્રાપ્ત થયેલો નિર્મળ જ્ઞાનરૂપ યશને પ્રાપ્ત કરીને હદયમાં હરખો. ll૮/૨પણા ભાવાર્થ -
અત્યારસુધી ગ્રંથકારશ્રીએ દ્રવ્ય, ગુણ અને પર્યાયનો પરસ્પર ભેદ કઈ અપેક્ષાએ છે ? અભેદ કઈ અપેક્ષાએ છે ? અને સ્યાદ્વાદની દૃષ્ટિથી તેનો ભેદભેદ કઈ રીતે સંગત છે ? તે સર્વ બતાવ્યું. વળી, તેમાં બહુ પ્રકારના નયભાંગાઓ અર્થાત્ સપ્તભંગી આદિ બતાવી, તે સર્વ દૃષ્ટિથી કોઈ એક પદાર્થને જોવામાં આવે તો તે પદાર્થ દ્રવ્ય, ગુણ અને પર્યાયરૂપે જણાય છે અને તે પ્રકારે બોધ કરવા માટે ગ્રંથકારશ્રીએ દિગંબરની પ્રક્રિયા બતાવી.
તે પ્રક્રિયામાં પણ જે યુક્તિસિદ્ધ અર્થ છે તેનો બોધ કરાવવા અર્થે અને તે દિગંબરની પ્રક્રિયામાં જે અશુદ્ધ અંશ છે તેને ટાળીને ગ્રંથકારશ્રીએ ઉપપાદન કર્યું છે તેથી પ્રાશને અન્યદર્શનના ગ્રંથ દ્વારા પણ યુક્તિયુક્ત પદાર્થનો યથાર્થ બોધ થાય અને આ રીતે સર્વદષ્ટિથી પદાર્થનો બોધ કર્યા પછી દરેક પદાર્થને દ્રવ્યગુણપર્યાયસ્વરૂપે યથાર્થ જાણવો જેથી તે બોધ આત્મકલ્યાણ માટે ઉપયોગી બને. વળી, દિગંબરની પ્રક્રિયાનો અને શ્વેતાંબરની પ્રક્રિયાનો પરસ્પર અંતર જાણીને મધ્યસ્થતાપૂર્વક અનુભવ અનુસાર શ્વેતાંબરની પ્રક્રિયા પરમાર્થને બતાવે છે તેવો નિર્ણય કરીને પરમાર્થના જ્ઞાનયશને પ્રાપ્ત કરો અને હૈયામાં હરખ પામો; કેમ કે શ્વેતાંબર સંપ્રદાયમાં દ્રવ્યગુણપર્યાયનું જ સ્વરૂપ બતાવાયું છે, તે શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવઅનુસાર સ્વબુદ્ધિથી જણાય છે, જે બોધ જ ઉચિત પ્રવૃત્તિ કરાવીને ક્ષપકશ્રેણીનું કારણ બને છે માટે મોક્ષ અર્થે જે દ્રવ્યગુણપર્યાયનો બોધ કરવાનો પ્રારંભ કર્યો તેનો યથાર્થ બોધ થવાથી હૈયામાં હર્ષ પામો. ll૮/૨પા
ઢાળ-૫ થી ૮
પ્રસ્તુત ઢાળમાં આત્મકલ્યાણના પ્રયોજન અર્થે યોજનનું સ્વરૂપઃ
ઢાળ-૫માં નયપ્રમાણના વિવેકને બતાવેલ છે જેથી નયદષ્ટિથી પદાર્થની વિચારણા કઈ રીતે થાય છે અને પ્રમાણદૃષ્ટિથી પદાર્થની વિચારણા કઈ રીતે થાય છે તેનો મર્મસ્પર્શી બોધ થઈ શકે. વળી, પ્રમાણથી