________________
૩૦૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૮ | ગાથા-૨૩-૨૪ જીવો છે ઈત્યાદિ રીતે ભેદ દેખાડે, તે વ્યવહારનયનો અર્થ છે.
(૨) અને ઉત્કટ પર્યાયને જાણે= સ્વીકારે, તે પણ વ્યવહારનયનો ભેદ છે. ગત =આથી જ= ઉત્કટ પર્યાયને વ્યવહારનય સ્વીકારે છે આથી જ, “છિયા પંઘવજીને કમરે નિશ્ચયનયથી પાંચ વર્ણવાળા ભ્રમરમાં વવહાર વિકવ્યવહારથી કાળો વર્ણ છે.” () ઈત્યાદિ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે. | (૩) અને કાર્યનું નિમિત્ત કહેતાં કારણ, એને અભિન્નપણે કહે તે પણ વ્યવહારનયનો ઉપાય છે વ્યવહારનયનું કથન છે. જેમ, આયુષ્ય ધી' ઇત્યાદિ કહે છે એ પ્રમાણે રિર્વતા=પર્વત બળે છે, દિશા ત્રવતિ= કુંડિકા ઝરે છે' ઇત્યાદિ વ્યવહારભાષા અનેક રીતે કહેવાય છે. I૮/૨૩ ભાવાર્થ -
(૧) જીવદ્રવ્યો કે અજીવાદિ દ્રવ્યો તે તે વ્યક્તિના ભેદથી જે જુદા પ્રતીત થાય છે તે સર્વને વ્યવહારનય જુદા દેખાડે છે પરંતુ નિશ્ચયનયની જેમ સર્વ આત્માઓમાં સદશ સ્વરૂપ ગ્રહણ કરીને વ્યવહારનય અભેદ દેખાડતો નથી તેથી વ્યવહારનયથી જીવો અનંતા છે, દ્રવ્યો અનંતા છે અને સ્કંધો અનંતા છે, ફક્ત એક સ્કંધમાં રહેલા અનંત પરમાણુઓને આશ્રયીને તે સ્કંધનો વ્યવહારનય ભેદ કરતો નથી. પરંતુ લોકપ્રતીતિ અનુસાર તે સ્કંધને એક દ્રવ્ય સ્વીકારે છે અને એક આત્માના અસંખ્યાત આત્મપ્રદેશો છે છતાં તે આત્માને “અસંખ્યાત છે” તેમ ન કહે પરંતુ લોકપ્રતીતિ અનુસાર “એક જીવદ્રવ્ય છે' તેમ વ્યવહારનય કહે છે.
(૨) વળી, ભમરામાં પાંચ વર્ણો છે; કેમ કે દારિક સ્કંધો પાંચે વર્ણવાળા હોય છે અને દારિક સ્કંધમાંથી બનેલો ભમરાનો દેહ છે માટે તેના દેહમાં પાંચ વર્ણો છે તોપણ ઉત્કટવર્ણ શ્યામ છે તેને આશ્રયીને લોકપ્રતીતિ અનુસાર વ્યવહારનય “ભમરો શ્યામ છે' તેમ કહે છે.
(૩) વળી, કાર્યનો કારણ સાથે વ્યવહારનય અભેદ કરે છે આથી જ, આયુષ્યનું કારણ એવું ઘી, તેને વ્યવહારનય આયુષ્ય કહે છે. વળી, પર્વત પર રહેલું ઈંધણ બળતું હોય ત્યારે તે ઈંધણનો પર્વતની સાથે અભેદ ઉપચાર કરીને પર્વત બળે છે' તેમ કહે છે. વળી, કુંડિકામાં રહેલું પાણી છિદ્રોથી બહાર જતું હોય ત્યારે પાણીની સાથે કંડિકાનો અભેદ કરીને કુંડિકા ઝરે છે એમ કહે છે.
આ રીતે વ્યવહાર ભાષા અનેકરૂપે કહેવાય છે, તે સર્વ વ્યવહારના દૃષ્ટિકોણથી પદાર્થનો બોધ કરવાના ઉપાયો છે. II૮/૨૩LI
અવતરણિકા :
ગાથા-૨ અને ૨૩માં શ્વેતાંબર સંપ્રદાયને અભિમત વચનાનુસાર અને યુક્તિથી નિશ્ચયનય કયા કયા સ્થાને પ્રવર્તે છે અને વ્યવહારનય કયા કયા સ્થાને પ્રવર્તે છે તેમ બતાવીને નિશ્ચયનયનાં અને વ્યવહારનયનાં સ્થાનો બતાવ્યાં. હવે દેવસેન જે પ્રમાણે નિશ્ચયનયનો અને વ્યવહારનયનો ભેદ કરે છે તેમાં નિશ્ચયનયતા અને વ્યવહારનયના સર્વ ભેદોનો સંગ્રહ થતો નથી. માટે દેવસેને કરેલો વિભાગ બાળબુદ્ધિ જેવો છે તે બતાવવાં અર્થે કહે છે –