________________
૨૯૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૮ / ગાથા-૨૧ અહીં પ્રશ્ન થાય કે નિશ્ચયનય જે મોક્ષને અનુકૂળ ભાવ કહે છે તેને જ મોક્ષનું કારણ સ્વીકારી લઈએ અને ક્રિયાને મોક્ષનું કારણ ન સ્વીકારીએ તો શું વાંધો ? જેથી સકલ તત્ત્વાર્થને ગ્રહણ કરનાર નિશ્ચયનય છે તેમ સ્વીકારી શકાશે. તેના નિરાકરણ માટે કહે છે – સંશજ્ઞાન નિષ્ઠ અંશજ્ઞાન પૂર્ણ નથી=નિશ્ચયનયને અભિમત એવો મોક્ષને અનુકૂળ જીવનો અંતરંગ પરિણામ જે મોક્ષમાર્ગ છે તે મોક્ષમાર્ગ પૂર્ણ મોક્ષમાર્ગ નથી પરંતુ મોક્ષમાર્ગનો એક અંશ છે. તેથી અંશજ્ઞાન પૂર્ણ મોક્ષમાર્ગ ન કહેવાય પરંતુ મોક્ષમાર્ગનો એક દેશ કહેવાય. માટે નિશ્ચયનયની વિષયતા અને વ્યવહારનયની વિષયતા જે અનુભવસિદ્ધ ભિન્ન છે, તેના સમુદાયરૂપ જ મોક્ષમાર્ગ છે માટે વ્યવહારનયને પ્રધાન કરીને મોક્ષમાર્ગનું કથન કરવામાં આવે ત્યારે “ચાત્ તિ પર્વ મોક્ષમા ' એ પ્રકારના ભાંગામાં નિશ્ચયનયને અભિમત ભાવમાં ઉપચારની પ્રાપ્તિ છે અને શાસ્ત્રાનુસારી ધર્માનુષ્ઠાનમાં સાક્ષાત્ મોક્ષમાર્ગના વિધાનની પ્રાપ્તિ છે આમ છતાં જો નિશ્ચયનયે જ પારમાર્થિક મોક્ષમાર્ગ બતાવે છે, વ્યવહારનય પારમાર્થિક મોક્ષમાર્ગ બતાવતો નથી એમ પૂર્વપક્ષીના વચનાનુસાર સ્વીકારવામાં આવે તો વ્યવહારનયને પ્રધાન કરીને ‘ચાત્ સ્તિાવ મોક્ષમા ' એ પ્રયોગ થઈ શકે નહીં; કેમ કે વ્યવહારનયને અભિમત મોક્ષમાર્ગ પરમાર્થથી મોક્ષમાર્ગ ન હોય તો વ્યવહારનયને અભિમત ક્રિયાને આશ્રયીને ‘ચા અસ્તિત્વ મોક્ષમા !” એમ કહેવાય નહીં. તેથી ગ્રંથકારશ્રીએ કહ્યું કે અંશજ્ઞાન પૂર્ણ નથી અને મોક્ષમાર્ગને પૂર્ણરૂપે જોવામાં આવે તો નિશ્ચયનયની વિષયતા અને વ્યવહારનયની વિષયતા અનુભવસિદ્ધ ભિન્ન છે માટે વ્યવહારનયને મુખ્ય કરીને “ચાત્ બસ્તિ પવ' એ ભાંગો થઈ શકે છે માટે “સ્યા શબ્દથી આક્ષિપ્ત ઉપચારને નિશ્ચયનય સ્વીકારે છે' તેમ અવશ્ય માનવું જોઈએ.
વળી, ગ્રંથકારશ્રીએ કહ્યું કે, નિશ્ચયનયની વિષયતા અને વ્યવહારનયની વિષયતા અનુભવસિદ્ધ ભિન્ન છે, તે દૃષ્ટાંતથી બતાવે છે.
જેમ સવિકલ્પજ્ઞાનનિષ્ઠપ્રકારતા આદિ રૈયાયિક ભિન્ન માને છે તેમ નિશ્ચયનયની વિષયતા અને વ્યવહારનયની વિષયતા ભિન્ન છે એમ વિચારવું.
આશય એ છે કે જેમ ભૂમિ પર ઘડો પડેલો હોય ત્યારે ઘટ, ભૂમિ અને તે બે વચ્ચેનો સંયોગસંબંધ એ ત્રણ ભિન્ન દેખાય છે પરંતુ ઘડામાં રહેલું ઘટત્વ, ઘટ અને તે બે વચ્ચેનો સંબંધ એ ત્રણ ભિન્ન દેખાતા નથી પરંતુ જોનારને “આ ઘડો છે' તેમ દેખાય છે. તેવી રીતે કોઈ યોગી યોગમાર્ગમાં ઉલ્લસિત વીર્યવાળા હોય અને ધ્યાન દ્વારા મોક્ષમાર્ગને અનુકૂળ ભાવોને કરતાં હોય ત્યારે સૂક્ષ્મદ્રષ્ટિથી જોનારને એમ જણાય કે, આ યોગીના આત્મામાં ઉત્તરોત્તર શુદ્ધિને પામતી જે જ્ઞાનધારા વહે છે તે જ મોક્ષમાર્ગ છે; કેમ કે તે આત્મામાં વર્તતી વિશુદ્ધ વિશુદ્ધતર થતી જ્ઞાનધારા જ મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થાય છે, માટે જેમ જોનારને “એક ઘટ દેખાય છે પરંતુ ઘટ, ઘટત્વ અને તે બેનો સમવાયસંબંધ” એ ત્રણ જુદા દેખાતા નથી, તેમ વ્યવહારનયને અભિમત એવી કોઈ ક્રિયા તે મહાત્મામાં દેખાતી નથી પરંતુ માત્ર જ્ઞાનધારા જ તે મહાત્મામાં દેખાય છે. એ પ્રકારના ભ્રમના નિવારણ માટે કહે છે –