________________
૨૭૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૮ | ગાથા-૧૬ ટબાર્થ -
એમ કરતાં દિગંબરોએ બતાવ્યા એમ નવ નવો દેખાડતાં, વિભક્તનો વિભાગ થાય=વહેંચાયેલાનું વહેંચવું થાય અર્થાત્ એક વખત વિભાગ થયા પછી ફરી વખત વિભાગ કરીને સંખ્યાની વૃદ્ધિ કરવાતુલ્ય થાય. તે વખતે=વિભક્તનો વિભાગ પ્રાપ્ત થતો હોય તે વખતે, “જીવો બે પ્રકારના છેસંસારી અને સિદ્ધ. સંસારી જીવો પૃથ્વીકાયિકાદિ છ ભેજવાળા છે અને સિદ્ધના જીવો પંદર ભેટવાળા છે.” એ રીતે “વ્યાર્થિક અને પર્યાયાધિક ભેદથી તયો બે પ્રકારના છે. તેગમાદિ ભેદથી દ્રવ્યાધિક ત્રણ પ્રકારના છે, ઋજુસૂત્રાદિ ભેદથી પર્યાયાધિક ચાર પ્રકારના છે” એમ કહેવું જોઈએ. પરંતુ નવ તયો' એમ એકવાકયતાથી વિભાગ કર્યો તે સર્વથા મિથ્યા જાણવો. નહીં તો 'નવ તયો' એ મિથ્યાવાક્ય છે-એમ ન સ્વીકારો તો; જીવો, સંસારી અને સિદ્ધ ઈત્યાદિ=ઈત્યાદિરૂપ ત્રણ પ્રકારે, વિભાગવાક્ય પણ થવું જોઈએ.
હવે કોઈ કહેશે જે “જીવ-અજીવ તત્વ' એમ કહેતાં. અનેરાં તત્ત્વ આવ્યાંગજીવ-અજીવમાં આસવાદિ બધાં તત્ત્વો આવ્યાં, તોપણ સાત તત્વ કે નવ તત્વ કહેવાય છે તેમ દ્રવ્યાર્થિકતય અને પર્યાયાર્થિકાય એમ કહેતાં અનેરા નય=ૌગમાદિ સાત તયો, આવે છે તો પણ અમે સ્વપ્રક્રિયાએ દિગંબર પ્રક્રિયા અનુસાર, નવ નય કહીશું. તેને કહે છે=ગ્રંથકારશ્રી કહે છે –
ત્યાં સાત તત્વો કે નવ તત્વો કહેવામાં પ્રયોજતભેદથી=નવ તત્વ કહેવામાં અભ્યદય અને મોક્ષરૂપ પ્રયોજન છે અને સાત તત્વ કહેવામાં મોક્ષરૂપ પ્રયોજન છે એ રૂ૫ પ્રયોજનભેદથી ભિન્ન ભિન્ન તત્વનો વ્યવહારમાત્ર સાધ્ય છે=સાત તત્વ કે નવ તત્વરૂપ ભિન્ન ભિન્ન તત્વની પ્રરૂપણા કરવારૂપ વ્યવહારમાત્ર સાધ્ય છે. તે=ભિન્ન ભિન્ન તત્વનો સાધ્ય વ્યવહાર, તેમ જ સંભવે-સાત તત્વ કે નવ તત્વ કહેવાથી જ સંભવે.
અહીં=નયના વિભાગની પ્રરૂપણામાં, ઈતર વ્યાવૃતિ સાધ્ય છે પદાર્થને પૂર્ણ પ્રરૂપણા કરવામાં સાત નયથી ઇતર કોઈ નય નથી તેરૂપ ઇતર વયની વ્યાવૃતિ સાધ્ય છે. ત્યાં=નયના વિભાગની પ્રરૂપણા માટે નવ વયની પ્રરૂપણા કરવામાં આવે ત્યાં, હેત કોટિ હેતુની કુક્ષીમાં, અનપેક્ષિત ભેદ પ્રવેશદં=જે અપેક્ષિત નથી તેવા અનપેક્ષિત ભેદના પ્રવેશથી=નયના વિભાગમાં સાત વયથી ભિન્ન એવાં દ્રવ્યાર્થિકનથ અને પર્યાયાર્થિકાયરૂપ અનપેક્ષિત ભેદના પ્રવેશથી, વૈધ્યર્થ દોષ થાય સાત નયમાં બે નયનો પ્રવેશ વ્યર્થ છે એ પ્રકારનો દોષ પ્રાપ્ત થાય.
તત્વપ્રક્રિયાએ જીવાદિ સાત તત્ત્વો કે નવ તત્ત્વોની પ્રરૂપણાની પ્રક્રિયામાં, એ પ્રયોજન છે=આગળ બતાવે છે એ પ્રયોજન છે.
જીવ, અજીવ એ બે મુખ્ય પદાર્થ ભણી કહેવા એ મુખ્ય પદાર્થ છે એમ કહેવું. બંધ, મોક્ષ અનુક્રમે મુખ્ય હેય-ઉપાદેય છે=બંધ મુખ્ય હેય છે અને મોક્ષ મુખ્ય ઉપાદેય છે, તે ભણી તેને કારણે, જીવ-અજીવ બે પૃથફ કહ્યા. બંધના કારણભણી આસવ=બંધનું કારણ આસવ, છે તેથી જુદો કહ્યો.