________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૮ | ગાથા-૧૬ સાત તત્ત્વની કે નવ તત્ત્વની પ્રરૂપણામાં પ્રયોજનભેદ છે તેથી ભિન્ન ભિન્ન તત્ત્વને બતાવવાનો વ્યવહા૨ ક૨વામાં આવે તે વ્યવહારમાત્રથી જ એ પ્રયોજનસાધ્ય છે.
૨૦.
આશય એ છે કે જીવાદિ સાત તત્ત્વોની પ્રરૂપણામાં જીવને મોક્ષ માટે ઉપયોગી એવાં તત્ત્વનું પરિજ્ઞાન કરાવવું છે અને નવ તત્ત્વોની પ્રરૂપણામાં જીવને મોક્ષ અને અભ્યુદય માટે ઉપયોગી એવાં તત્ત્વનું પરિક્ષાન કરાવવું છે તેથી મોક્ષ માટે ઉપયોગી તત્ત્વના બોધના પ્રયોજનથી સાત તત્ત્વની પ્રરૂપણા જ આવશ્યક છે અને મોક્ષ અને અભ્યુદય માટે ઉપયોગી તત્ત્વના બોધના પ્રયોજનથી નવ તત્ત્વની પ્રરૂપણા આવશ્યક છે.
વળી, નયના વિભાગમાં ઇતરની વ્યાવૃત્તિ સાધ્ય છે=‘પ્રસ્તુત સાત નયથી ઇત૨ કોઈ નય નથી’ તે પ્રકારની ઇતર નયની વ્યાવૃત્તિ સાધ્ય છે. તે સ્થાનમાં ઇતરની વ્યાવૃત્તિમાં હેતુ જે નય વિભાગની મર્યાદા છે, તેની કોટિમાં, નવ નયો સ્વીકા૨વાથી, અનપેક્ષિત નયના ભેદનો પ્રવેશ થાય છે; કેમ કે નયના વિભાગમાં સાત નયો કહ્યા પછી દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયાર્થિકનયનો પ્રવેશ કરાવવો એ અનપેક્ષિત ભેદ છે અને તેવા ભેદનો પ્રવેશ કરવાથી વ્યર્થ દોષ પ્રાપ્ત થાય છે=નયના વિભાગમાં સાત નયોથી અતિરિક્ત એવાં દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયાર્થિકનયનો પ્રવેશ વ્યર્થ છે. એ પ્રકારનો દોષ પ્રાપ્ત થાય છે.
અહીં પ્રશ્ન થાય કે, જીવાદિ સાત તત્ત્વની પ્રરૂપણામાં અને જીવાદિ નવ તત્ત્વોની પ્રરૂપણામાં પ્રયોજનભેદ કેવા પ્રકારનો છે ? તે સ્પષ્ટ કરવા અર્થે ટબામાં કહે છે –
સાત તત્ત્વની પ્રક્રિયામાં અને નવ તત્ત્વની પ્રક્રિયામાં આ પ્રકારનો પ્રયોજનભેદ છે ઃ
જીવ-અજીવ એ બે મુખ્ય પદાર્થ છે માટે બે પદાર્થ કહેવા અર્થાત્ જગતમાં જીવ અને અજીવ બે તત્ત્વ છે એમ બતાવવા માટે તે બે તત્ત્વ કહેવાં. વળી, બંધ મુખ્ય હેય છે અને મોક્ષ મુખ્ય ઉપાદેય છે તે બતાવવા માટે બંધ અને મોક્ષ એ બે તત્ત્વ કહેવાં અર્થાત્ બંધ એ જીવને વિડંબના કરનાર હોવાથી આત્મા માટે હેય છે અને મોક્ષ એ જીવની સ્વતંત્ર અવસ્થા હોવાથી જીવ માટે પૂર્ણ સુખમય અવસ્થા છે માટે ઉપાદેય છે, તેથી મુખ્ય બે તત્ત્વ કહ્યા પછી મુખ્ય હેય-ઉપાદેયરૂપે બંધ અને મોક્ષ એ બે તત્ત્વની પ્રાપ્તિ થવાથી ચાર તત્ત્વ થયાં. વળી, બંધના કારણ તરીકે આસ્રવ છે માટે મુખ્ય હેય એવાં બંધના કારણરૂપે આસ્રવ તત્ત્વ કહેવું જોઈએ. જેથી, જીવને જ્ઞાન થાય કે આત્મા માટે બંધ હેય છે અને તેનો ત્યાગ ક૨વા અર્થે આસવના ત્યાગમાં ઉદ્યમ ક૨વો જોઈએ. આમ પાંચ તત્ત્વોની પ્રાપ્તિ થાય. વળી, આત્મા માટે ઉપાદેય એવો મોક્ષ મુખ્ય પુરુષાર્થ છે અર્થાત્ આત્મા માટે ચાર પુરુષાર્થો ઉપાદેય છે તેમાંથી મોક્ષ મુખ્ય પુરુષાર્થ છે તેથી મોક્ષપ્રાપ્તિનાં કારણ એવાં સંવર અને નિર્જરા એ બે તત્ત્વો કહેવાં જોઈએ. આ રીતે સાત તત્ત્વો કહેવાના પ્રયોજનની પ્રક્રિયા પ્રાપ્ત થાય છે.
વળી, સાતને બદલે નવ તત્ત્વો કહેવાના પ્રયોજનની પ્રક્રિયા કઈ રીતે થાય છે તે સ્પષ્ટ કરતાં કહે
છે .
બંધ તત્ત્વ હેય હોવા છતાં પુણ્ય શુભ બંધરૂપ છે અને પાપ અશુભ બંધરૂપ છે. તે બે તત્ત્વોને સાત તત્ત્વોથી અલગાં કહીને નવ તત્ત્વોને કહેવાના પ્રયોજનની પ્રક્રિયા છે, જે કહેવાથી જ્ઞાન થાય કે, મોક્ષ અર્થે