________________
૨૮૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧] ઢાળ-૮ | ગાથા-૧૮ પ્રદેશાર્થનય પૃથફ નય પ્રાપ્ત થાય તે કયા સ્થાને આવે ? અર્થાત્ ઉપલક્ષણ કરીને સ્વીકારો તો જ સંગત થાય.)
અને કર્મઉપાધિસાપેક્ષજીવભાવગ્રાહક દ્રવ્યાર્થિક જેમ કહો દિગંબરે દ્રવ્યાધિકતા દસ ભેદમાં કહ્યો, તેમ જીવસંયોગસાપેક્ષ પુદ્ગલભાવગ્રાહકનય પણ જીવની સાથે દેહ, ધન, કુટુંબાદિતો જે સંયોગ છે તેને સાપેક્ષ પુદ્ગલના ભાવોને સ્પર્શતાર જીવના પરિણામને ગ્રહણ કરનાર નય પણ, ભિન્ન કહેવો જોઈએ દ્રવ્યાર્થિકતા દસ ભેદોથી ભિન્ન નય પણ કહેવો જોઈએ. એમ દ્રવ્યાર્થિકનયને તે તે વિશેષણો લગાવીને દ્રવ્યાર્દિકનો ભેદ જુદો સ્વીકારવામાં આવે તો, અનંત ભેદ થાય અપરિમિત ભેદ થાય.
આ રીતે દ્રવ્યાર્થિકનયના દસ ભેદોથી અધિક ભેદો થાય છે માટે દિગંબર એકાંતે દ્રવ્યાર્થિકનયના દસ ભેદો કરે તે બરાબર નથી તેમ બતાવીને અન્ય પણ દોષ બતાવે છે –
વળી, પ્રસ્થકાદિ દાંતથી તૈગમાદિક જયોના અશુદ્ધ-અશુદ્ધતર-અશુદ્ધતમ,શુદ્ધ-શુદ્ધતર-શુદ્ધતમ આદિ ભેદ કયાં સંગ્રહ થાય? =દિગંબર નવ નો સ્વીકારીને દ્રવ્યાર્થિકના દસ ભેદો અને પર્યાયાર્દિકના છ ભેદો કહે છે તે ભેદમાં તૈગમાદિનયના અશુદ્ધ, અશુદ્ધતર ભેદોનો ક્યાં અંતર્ભાવ થાય ? અર્થાત્ થઈ શકે નહીં માટે તેને પણ પૃથફ સ્વીકારવા પડે.
ઉપચાર માટે=ૌગમાદિ જે અશુદ્ધ-અશુદ્ધતર આદિ ભેદો સ્વીકારે છે તે ઉપચાર છે માટે, તે ઉપાય છે એમ કહીએ તો, અપસિદ્ધાંત થાય.
કેમ અપસિદ્ધાંત થાય? તેથી કહે છે –
અનુયોગદ્વાર સૂત્રમાં તે=^ગમાદિના અશુદ્ધ-અશુદ્ધતર આદિ ભેદો નયભેદ દેખાડ્યા છે. Il૮/૧૮II
ભાવાર્થ :
દિગંબરો નૈગમાદિ સાત નયોથી અતિરિક્ત દ્રવ્યાર્થિકનયને અને પર્યાયાર્થિકનયને ગ્રહણ કરીને સાત નયોમાં તે બે નયોને ઉમેરીને નવ નયા કહે છે, તે વચન અસંગત છે તેમ બતાવ્યા પછી દ્રવ્યાર્થિકના દસ ભેદો અને પર્યાયાર્થિકના છ ભેદો દિગંબર બતાવે છે તે કઈ રીતે સંગત થઈ શકે તે બતાવતાં કહે છે કે જેમ દ્રવ્યાર્થિકનય ચાર ભેટવાળો અને પર્યાયાર્થિકનય ત્રણ ભેજવાળો છે તેમ ઉપલક્ષણથી દ્રવ્યાર્થિકનય દસ ભેટવાળો અને પર્યાયાર્થિકના છ ભેદવાળો છે એમ સ્વીકારી શકાય છે માટે દ્રવ્યાર્થિકનયના દસ ભેદો અને પર્યાયાર્થિકનયના છ ભેદોની સંગતિ કરવા માટે સાત નયોથી પૃથક દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયરૂપ ભેદને ગ્રહણ કરીને નવ નય કહેવાની આવશ્યકતા નથી. વળી, ઉપલક્ષણથી દ્રવ્યાર્થિકના દસ ભેદો અને પર્યાયાર્થિકના છ ભેદો ન સ્વીકારવામાં આવે તો સૂત્રમાં જે પ્રદેશાર્થનય કહ્યો છે તે કયા સ્થાનમાં આવે ? તે દિગંબરે વિચારવું જોઈએ.