________________
૨૮.
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૮ | ગાથા-૧૯-૨૦ શકાય નહીં, તેથી દિગંબર પ્રક્રિયા અનુસાર પૂર્વમાં ગ્રંથકારશ્રીએ ત્રણ ઉપનયો બતાવ્યા તે નયપ્રમાણના વ્યવહારમાંથી નગમાદિરૂપ નયવ્યવહારથી જુદા નથી.
અહીં પ્રશ્ન થાય કે, તે ઉપનયો નૈગમાદિ સાત નયોમાં ક્યાં અંતર્ભાવ પામશે? તેથી ‘તત્ત્વાર્થસૂત્રની સાક્ષી દ્વારા બતાવે છે કે, વ્યવહારનય ઉપચારબલ છે તેથી ઘણા પ્રકારના ઉપચારો વ્યવહારનય સ્વીકારે છે, તેથી વ્યવહારનયમાં દિગંબરોએ બતાવેલા ઉપનયો અંતર્ભાવ પામશે. તેથી એ ફલિત થયું કે, ઉપચારને સ્વીકારનાર વ્યવહારનયના અવાંતર ભેદરૂપ તે ત્રણેય ઉપનય પ્રાપ્ત થશે. આમ છતાં તે નયભેદન=નયવિશેષને, જો ઉપનય કરીને દિગંબરો માને તો, પ્રમાણના ઉપપ્રમાણ પણ તેને માનવા પડે; કેમ કે નય અને ઉપનય, પ્રમાણ અને ઉપપ્રમાણ પણ તેણે માનવા જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે, નય કરતાં ઉપનયના ભેદો દિગંબરોએ બતાવ્યા પરંતુ પ્રમાણ કરતાં ઉપપ્રમાણ જુદો છે તેમ કઈ રીતે સ્વીકારી શકાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે કે, “સ્વપરવ્યવસાયિ જ્ઞાન પ્રમાણ છે” એ પ્રમાણે પ્રમાણનું લક્ષણ છે તેથી યથાર્થજ્ઞાન પ્રમાણ છે તેવો અર્થ પ્રાપ્ત થાય અને યથાર્થજ્ઞાનના મતિઆદિ પાંચ ભેદો છે તે પ્રમાણના દેશ છે માટે યથાર્થજ્ઞાન પ્રમાણ છે અને યથાર્થજ્ઞાનના અતિઆદિ દેશ હોવાથી ઉપપ્રમાણ છે તેમ દિગંબરે માનવું જોઈએ. અહીં દિગંબર કહે કે, મતિઆદિ દરેક જ્ઞાન યથાર્થજ્ઞાન છે માટે પ્રમાણના દેશ નથી પરંતુ પ્રમાણરૂપ જ છે તેથી મતિઆદિ જ્ઞાનને ઉપપ્રમાણ કહી શકાય નહીં.
તેથી અથવાથી ગ્રંથકારશ્રી કહે છે, મતિજ્ઞાનના દેશ એવાં અવગ્રહાદિક મતિજ્ઞાનરૂપ નથી પરંતુ તદેશરૂપ છે માટે મતિજ્ઞાનને પ્રમાણ સ્વીકારીએ તો અવગ્રહાદિકને ઉપપ્રમાણ સ્વીકારવા જોઈએ. દિગંબરો અવગ્રહાદિકને ઉપપ્રમાણ કહેતાં નથી માટે અર્ધજરતીક ન્યાયથી નયના ભેદનેત્રવ્યવહારનયના ભેદરૂપ દેશને, ઉપનય સ્વીકારવા અને પ્રમાણના દેશને યથાર્થજ્ઞાનરૂપ પ્રમાણના મતિઆદિ ભેદરૂપ દેશને, ઉપપ્રમાણ ન સ્વીકારવા, તે ઉચિત નથી.
આથી નય અને ઉપનય એ પ્રકારની બોટિકની પ્રક્રિયા ઉચિત નથી, ફક્ત પોતાના અનુયાયીઓ એવાં શિષ્યોની બુદ્ધિને ભગવાનના વચનથી વિપરીત બોધ કરાવવારૂપ બુદ્ધિમાં વ્યામોહ કરવામાત્રરૂપ છે. Il૮/૧લા
અવતરણિકા -
દિગંબરો નવ વય સ્વીકારે છે. તેમાંથી દ્રવ્યાધિકનથતા દસ અને પર્યાયાધિકનથતા છ ભેદો સ્વીકારે છે. વળી, તે વયોથી અતિરિક્ત ત્રણ ઉપાયો સ્વીકારે છે. તે સર્વ પ્રક્રિયા સાત લથોમાં અંતર્ભાવ પામે છે પરંતુ સાત નથોથી પૃથફ નવ નથી કે ત્રણ ઉપાયો નથી તે અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. વળી, દિગંબરો બે અધ્યાત્મનથ કહે છે. નિશ્ચયનય અને વ્યવહારનય. વળી, નિશ્ચયનય ઉપચારને સ્વીકારતો નથી અને વ્યવહારનય ઉપચારને સ્વીકારે છે. તેમ બતાવીને નિશ્ચયનયતા અને વ્યવહારનયના પેટા ભેદો દિગંબરની પ્રક્રિયા અનુસાર પ્રસ્તુત ઢાળની ગાથા-૧થી ૭ સુધી ગ્રંથકારશ્રીએ બતાવેલ છે. હવે તે દિગંબર પ્રક્રિયાઅનુસાર અધ્યાત્મયોમાં શું અસંગતિ છે તે બતાવે છે –