________________
૨૮૦
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૮ | ગાથા-૧૭-૧૮ ટબો:
તે માટિ “સત્ત મૂન પના' એહવું સૂત્રઈં કહિઉં છઈ, તે ઉલ્લંઘી ૮ ની કહિઍ, તો આપણાં ઘરનું સૂત્ર કિમ રહઈ? તે માટઈં-“નવ નવ કહતો દેવર્સન બટિક ઉસૂત્રભાષી જાણવો. ll૮/૧૭થી ટબાર્થ:
તે માટે પૂર્વ ગાથામાં બતાવ્યું કે, સાત વયથી અલગ દ્રવ્યાયિકનયને અને પર્યાયાધિકનયને ભિન્ન કહેવાનું કોઈ પ્રયોજન નથી તે માટે, “સત્ત મૂન પના=સાત મૂળ કયો કહેવાયા છે.” એવું સૂત્ર કહેવાયું છે. તે ઉલ્લંઘીને નવ નય કહે છે તો આપણા ઘરનું સૂત્ર=ભગવાનના શાસ્ત્રનું સૂત્ર, કેમ રહે ? અર્થાત્ સૂત્રનો નાશ થાય. તે માટે= નવ નયો છે' એમ કહેવાથી આપણા ઘરનું સૂત્ર સાત મૂળનયો કહેવાયા છે તે સંગત થાય નહીં તે માટે, “નવ ના =નવ તયો છે,” એમ કહેતો દેવસેન બોટિક ઉસૂત્રભાષી જાણવો. In૮/૧૭ના ભાવાર્થ
ગાથા-૧૭માં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્પષ્ટ કર્યું કે, સાત નયથી ભિન્ન દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયાર્થિકનયનો ઉપદેશ આપવાનું કોઈ પ્રયોજન નથી. તે કથનનું નિગમન કરતાં પ્રસ્તુત ગાથામાં કહે છે કે, શાસ્ત્રમાં સાત નો મૂળ કહેવાયા છે અને તેનું ઉલ્લંઘન કરીને દિગંબર પ્રયોજન વગર બે નયો અધિક કહે છે. તે પ્રકારે અધિક દિગંબરે કહેવું જોઈએ નહીં. છતાં દિગંબર અધિક કહે તો, શ્વેતાંબર અને દિગંબર બંનેના સાધારણ એવાં આપણા ઘરનું “સાત મૂળ નાયો છે' એવું કહેનારું સૂત્ર કેમ સંગત થાય ? અર્થાત્ સૂત્ર સંગત થાય નહીં. અને સૂત્રથી વિરુદ્ધ કહેનાર એવો દેવસેન બોટિક ઉસૂત્રભાષી જાણવો.
વસ્તુતઃ દિગંબરોને પણ સાત નય જ અભિમત છે; કેમ કે “તત્ત્વાર્થ સૂત્ર'માં સાત નો જ પ્રરૂપ્યા છે અને દિગંબરો પણ “તત્ત્વાર્થસૂત્ર” સ્વીકારે છે. પરંતુ દેવસેન નામના કોઈક સાધુએ નવ નયો કહીને ઉસૂત્રભાષણ કર્યું છે એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. આટલા અવતરણિકા :
આ રીતે સાત તય કરતાં દિગંબરની નવ વયની પ્રક્રિયા જુઠ્ઠી છે તેમ બતાવ્યા પછી દ્રવ્યાધિકનયના અને પર્યાયાધિકનયના જે દસ અને છ ભેદો દિગંબર માને છે તે પણ સાત તયોથી પૃથફ નથી પરંતુ ઉપલક્ષણથી જાણવા-તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
દશ ભેદાદિક પણિ હાં રે, ઉપલક્ષણ કરિ જાણી; નહીં તો કહો અંતર્ભાવઈ રે, પ્રદેશાર્થ કુણ છાણિ રે. પ્રાણી II૮/૧૮