________________
દવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૮ | ગાથા-૧૬-૧૭
૨૭૯
બંધ તત્ત્વ હેય હોવા છતાં અભ્યદય અર્થે પુણ્યરૂપ શુભબંધ ઉપાદેય છે અને પાપરૂપ અશુભબંધ હેય છે. તેથી જેનો સર્વ ઉદ્યમથી આસવનો રોધ કરીને બંધનો ત્યાગ કરી શકતા નથી તેઓ પુણ્યબંધના કારણરૂપ શુભાસવમાં યત્ન કરીને અભ્યદય દ્વારા ક્રમે કરીને સંપૂર્ણ બંધનો ત્યાગ કરવા સમર્થ બને છે જેથી નવ તત્ત્વના પરિજ્ઞાનથી ઇષ્ટ એવું મોક્ષરૂપી ફળ પ્રાપ્ત કરે છે.
આ રીતે સાત તત્ત્વ અને નવ તત્ત્વની પ્રક્રિયામાં પ્રયોજન શું છે ? તે ગ્રંથકારશ્રીએ બતાવ્યું. હવે દિગંબરો જે નવ નયો કહે છે તેમાં સાત નયો કરતાં દ્રવ્યાર્થિકનયને અને પર્યાયાર્થિકનયને ભિન્ન બતાવવાનું કોઈ પ્રયોજન નથી તે બતાવવા અર્થે કહે છે –
સાત નયોથી પદાર્થના સ્વરૂપનો પૂર્ણ બોધ થાય છે તેથી સાત નયો બતાવ્યા પછી દ્રવ્યાર્થિકનયને અને પર્યાયાર્થિકનયને તેમાં ઉમેરીને નવ નયો કહેવાથી કોઈ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. જેમ, નૈગમને છોડીને સંગ્રહાદિ છે નયો કહ્યા પછી પ્રદેશાદિ કોઈક સ્થાનમાં નૈગમનયથી બોધ કરાવવા અર્થે જો તે છ નયથી નિગમનયને જુદો કહેવામાં ન આવે તો પ્રદેશાદિ સ્થાનમાં પૂર્ણ બોધ થતો નથી. તેથી નૈગમનયને છ નયમાં ઉમેરીને સાત નયથી પ્રદેશાદિનો બોધ કરવાથી પૂર્ણ બોધ થાય છે માટે પ્રદેશાદિ સ્થાનમાં પૂર્ણ બોધ કરવાના પ્રયોજનથી છ નયથી અતિરિક્ત નગમનયને કહેવાનું પ્રયોજન છે. તે રીતે, સાત નથી બોધ કર્યો પછી દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનયને ઉમેરીને કોઈ સ્થાનમાં વિશેષ બોધ થતો નથી. માટે દ્રવ્યાર્થિકનયને અને પર્યાયાર્થિકનયને સાત નયથી પૃથફ કહેવાનું કોઈ પ્રયોજન નથી તેથી નવ નયને કહેનારી દિગંબરની પ્રક્રિયા જુઠ્ઠી છે. ll૮/૧ અવતરણિકા -
ગાથા-૧૬માં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે, સાત નયથી અધિક બે નયો ગ્રહણ કરીને નવ તયો કહેવાનું કોઈ પ્રયોજન નથી. આમ છતાં, દિગંબરો જે નવ નવો કહે છે તે ઉસૂત્રભાષણરૂપ છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
ભિન્ન પ્રયોજન વિન કહિયા રે, સાત મૂલનય સૂત્ર; તિર્ણિ અધિકુ કિમ ભાષિઈ રે, રષિધ નિજઘર સૂત્ર રે.
પ્રાણીII૮/૧ળા ગાથાર્થ :
સૂત્રમાં મૂળ નય સાત કહ્યા છે. તિબિંeતે કારણથી, ભિન્ન પ્રયોજન વિન=ભિન્ન પ્રયોજન વગર, અધિકું કિમ ભાષિઈં=સાત નય કરતાં બે નય અધિક કહેવા જોઈએ નહીં. પરંતુ નિજઘરનું સૂત્ર રાMિઈ=પોતાના ઘરનું સૂત્ર અર્થાત્ ભગવાને કહેલું સૂત્ર રાખવું જોઈએ. ll૮/૧૭ll