________________
૨૩૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૭ / ગાથા-૫ થી ૧૧, ૧૨ થી ૧૫ (૪) દ્રવ્યમાં ગુણનો ઉપચાર:- “હું ગીર છું એ પ્રકારનો જે વ્યવહાર થાય છે તે વ્યવહારમાં “હું શબ્દથી વાચ્ય આત્મદ્રવ્ય છે અને તે આત્મદ્રવ્યમાં, તે આત્મદ્રવ્ય સાથે અભિન્ન એવાં દેહના પુગલમાં વર્તતા ઉજ્જવલતા ગુણનો ઉપચાર થાય છે તે દ્રવ્યમાં ગુણનો ઉપચાર છે.
(૫) દ્રવ્યમાં પર્યાયનો ઉપચાર :- “દેહ છું' એ પ્રકારનો જે વ્યવહાર થાય છે તે વ્યવહારમાં “હું” શબ્દથી વાચ્ય આત્મદ્રવ્ય છે અને તે આત્મા સાથે કથંચિત્ એકત્વભાવને પામેલ દેહના પુદ્ગલોનો આત્મામાં ઉપચાર થાય છે તે આત્મદ્રવ્યમાં પુદ્ગલદ્રવ્યનો અસમાનજાતીય દ્રવ્યપર્યાયનો ઉપચાર છે.
અહીં પુગલદ્રવ્યનો અસમાનજાતીય દ્રવ્યપર્યાય કહેવાથી એ પ્રાપ્ત થાય છે, જે પુગલદ્રવ્યો કોઈ જીવદ્રવ્ય સાથે ભળેલા નથી પરંતુ સ્વતંત્ર પુદ્ગલના સ્કંધો છે તે પુદ્ગલદ્રવ્યોના સમાન જાતીય પર્યાયો છે અને જે પુદ્ગલસ્કંધો કોઈક જીવદ્રવ્ય સાથે ભળેલા છે તે પુદ્ગલદ્રવ્યોમાં જીવના સંબંધને કારણે જે પર્યાય વર્તે છે તે પુદ્ગલદ્રવ્યનો અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે. જેમ આત્માની સાથે કથંચિત્ એકત્વને પામેલ દેહ, તે પુદ્ગલદ્રવ્યનો અસમાનજાતીય દ્રવ્યપર્યાય છે.
() ગુણમાં દ્રવ્યનો ઉપચાર - જેમ શરીરધારી આત્માના દેહમાં ગૌરવર્ણરૂપ પુદ્ગલનો ગુણ દેખાય છે, તે ગૌરરૂપને “આ આત્મા છે” એમ કહેવામાં આવે ત્યાં ગૌરરૂપને ઉદ્દેશીને આત્માનું વિધાન થાય છે. એ સ્થાનમાં ગૌરકારૂપ પુદ્ગલના ગુણમાં આત્મદ્રવ્યનો ઉપચાર થાય છે.
(૭) પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર - જેમ કોઈ પુરુષના દેહરૂપ પુગલના પર્યાયને “આ આત્મા છે' એમ કહેવામાં આવે ત્યારે દેહરૂપ પુદ્ગલના પર્યાયમાં આત્મદ્રવ્યનો ઉપચાર થાય છે.
(૮) ગુણમાં પર્યાયનો ઉપચાર - મતિજ્ઞાન એ આત્માનો ગુણ છે. તે મતિજ્ઞાનને જ “આ શરીર છે એમ કહેવામાં આવે ત્યારે આત્માના ગુણરૂપ મતિજ્ઞાનમાં શરીરરૂપ પર્યાયનો ઉપચાર થાય છે.
અહીં પ્રશ્ન થાય કે, મતિજ્ઞાનને શરીર કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે –
શરીરજન્ય છે માટે શરીર છે અર્થાતુ મતિજ્ઞાન પાંચ ઈન્દ્રિય અને મનરૂપ શરીરના પુલોથી જન્ય છે માટે શરીર છે તેમ ઉપચારથી કહી શકાય. આ પ્રયોગમાં મતિજ્ઞાનરૂપ આત્મગુણના વિષયમાં શરીરરૂપ પુદ્ગલના પર્યાયનો ઉપચાર થાય છે.
(૯) પર્યાયમાં ગુણનો ઉપચાર - ગુણમાં પર્યાયનો ઉપચાર કર્યો તેના કરતાં વિપરીત પ્રયોગ કરવામાં આવે ત્યારે પર્યાયમાં ગુણનો ઉપચાર થાય છે. જેમ, “શરીર એ મતિજ્ઞાનરૂપ ગુણ જ છે.” અહીં મતિજ્ઞાનના કારણરૂપ શરીરમાં મતિજ્ઞાનરૂપ કાર્યનો ઉપચાર કરાયો છે અને શરીર એ પુદ્ગલનો પર્યાય છે અને મતિજ્ઞાન આત્માનો ગુણ છે તેથી પુદ્ગલના પર્યાયરૂપ શરીરમાં આત્માના મતિજ્ઞાનરૂપ ગુણનો ઉપચાર થાય છે. II૭/પ થી ૧૧ના
અવતરણિકા :અસભૂત વ્યવહારના નવ ભેદો બતાવ્યા. હવે અન્ય રીતે અસભૂત વ્યવહારના ત્રણ ભેદો બતાવે