________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૭ | ગાથા-૧૬ થી ૧૮, ૧૯
૨૪૫
ભેદસંબંધથી ઉપચાર ગ્રહણ થાય છે. વળી, ‘અસદ્ભૂત’ શબ્દથી એ ગ્રહણ થાય છે કે. વલ્કલ અને વસ્ત્રબંનેનું શ૨ી૨આચ્છાદકપણું સમાન હોવા છતાં વલ્કલને વસ્ત્ર કહેવાતું નથી. તેથી વલ્કલ અને વસ્ત્ર વચ્ચે નામાદિનો ભેદ છે, તે કલ્પિત છે માટે અસદ્ભૂત છે.
(૩) સ્વજાતિ વિજાતિ અસદ્ભૂત વ્યવહાર ઃ-કોઈ જમીનદાર હોય તો કહે કે ‘આ મારો ગઢ છે' અને કોઈ રાજા હોય તો કહે કે, ‘આ મારો દેશ છે' ત્યાં ‘ગઢ’ શબ્દથી અને ‘દેશ’ શબ્દથી વાચ્ય ત્યાંની ભૂમિ અને તે ભૂમિમાં વસતા મનુષ્યનો સમૂહ ગ્રહણ થાય છે. વળી, ગઢના સ્વામી સાથે ભૂમિનો સંબંધ વિજાતિ છે અને મનુષ્યનો સંબંધ સ્વજાતિ છે. તેથી સ્વજાતિવિજાતિ ઉપચરિત અસદ્ભૂતવ્યવહાર બને છે.
સંક્ષેપથી, ત્રીજા ભેદમાં સ્વજાતિવિજાતિ, ઉપચરિત અને અસદ્ભૂત એમ ત્રણ શબ્દો છે. તેમાં ‘સ્વજાતિવિજાતિ’ શબ્દથી ગઢના સ્વામી જીવના સ્વજાતિ એવાં દેશવાસી જીવો અને ગઢના સ્વામી જીવના વિજાતિ એવાં દેશરૂપ ભૂમિનું ગ્રહણ થાય છે. વળી, ‘ઉપચરિત’ શબ્દથી આત્માનો દેશની સાથે અને દેશવાસી મનુષ્યની સાથે ભેદસંબંધનો ઉપચાર ગ્રહણ થાય છે. વળી, ‘અસદ્ભૂત' શબ્દથી એ ગ્રહણ થાય છે કે, જંગલનું ક્ષેત્ર અને પોતાના માલિકીપણાના દેશનું ક્ષેત્ર સમાન હોવા છતાં જંગલને દેશ કહેવાતો નથી. તેથી જંગલ અને દેશ વચ્ચે નામાદિનો ભેદ છે તે કલ્પિત છે માટે અસદ્ભૂત છે. II૭/૧૬-૧૭–૧૮
અવતરણિકા :
પ્રસ્તુત ઢાળનું નિગમન કરતાં કહે છે
ગાથા:
-
ઉપનય ભાષ્યા એમ, અધ્યાતમ નય; કહી પરીક્ષા નસ લહો એ. II૭/૧૯લા
ગાથાર્થ ઃ
એમ=પ્રસ્તુત ઢાળની પૂર્વની ગાથાઓમાં વર્ણન કર્યું એમ, ઉપનય ભાખ્યા=દિગંબરો વડે કહેવાયા. અધ્યાત્મ નય કહીને પરીક્ષાનો જશ લહો=પામો. II૭/૧૯।।
ટો -
ઈમ-ઉપનય કહિયા, હિવઈ-આગિલી ઢાળમાંહિં, અધ્યાત્મનય કહીનઈ, એહમાંહિ ગુણ, દોષ-પરીક્ષાનો યશ પાો. II૭/૧૯ll
ટબાર્થ ઃ
એમ=પ્રસ્તુત ઢાળની પૂર્વની ગાથાઓમાં વર્ણન કર્યું એમ, દિગંબર મતાનુસાર ઉપનય કહ્યા. હવે આગલી ઢાળમાં અધ્યાત્મનય કહીને ગ્રંથકારશ્રી કહે છે કે એમાં=પાંચમી ઢાળની ગાથા-૮થી અત્યાર