________________
૨૪૩
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૭ | ગાથા-૧૬ થી ૧૮
વ્યવહાર જાણો.) જે મુજ=મારા, વસ્ત્રાદિક કહે. ઉભયથી=સ્વજાતિ વિજાતિ ઉભયથી, ગઢ દેશાદિક મારા, કહે. (ત્રીજો ભેદ સ્વજાતિ વિજાતિ ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર જાણવો.) II૭/૧૮।। ટબો ઃ
વિજાત્યુપચરિતાસદ્ભૂત વ્યવહાર-તે કહિઈં, જે-માહરાં વસ્ત્રાદિક' ઈમ-કહિઈં. ઈહાં-વસ્ત્રાદિક પુદ્ગલ પર્યાય નામાદિ ભેદ કલ્પિત છઈ, નહીં તો વલ્કલાદિક શરીરાચ્છાદક વસ્ત્ર કાં ન કહિઈં ? તેહ વિજાતિમાં સ્વસંબંધ ઉપચરિઈં છઈં. માહરા ગઢ, દેશ પ્રમુખ છઈ ઈમ કહતાં-સ્વજાતિ વિજાત્યુપચરિતાસદ્ભૂત વ્યવહાર કહિઈં. જે માર્ટિગઢ, દેશાદિક-જીવ, અજીવ-ઉભય સમુદાયરૂપ છઈ. II૭/૧૮II
ટબાર્થ ઃ
વિજાતિ ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર તે કહેવાય, જે ‘મારાં વસ્ત્રાદિક' એમ કહે. અહીં=‘મારાં વસ્ત્રાદિક' એ કથનમાં, વસ્ત્રાદિક પુદ્ગલનો પર્યાય છે તેમાં નામાદિનો ભેદ=‘આ વલ્કલાદિ નથી પણ વસ્ત્રાદિ છે' એ પ્રકારનો નામનો ભેદ આદિ પદથી ‘આ વલ્કલ નથી, વસ્ત્ર છે' એ પ્રકારના વ્યવહારનો ભેદ, કલ્પિત છે, નહીં તો=પુદ્ગલના પર્યાયમાં વસ્ત્રાદિરૂપ નામાદિ ભેદ કલ્પિત ન સ્વીકારીએ તો, શરીરના આચ્છાદક એવાં વલ્કલાદિને વસ્ત્ર કેમ ન કહેવાય ? અર્થાત્ પુદ્ગલના પર્યાયરૂપ વસ્ત્રાદિ છે તેમ વલ્કલાદિ પણ છે અને તે બંનેમાં શરીરાચ્છાદકત્વ ધર્મ પણ છે છતાં વલ્કલાદિને વસ્ત્ર કહેવાતા નથી અને વસ્ત્રને વસ્ત્ર કહેવાય છે એ પ્રકારનો નામભેદ અને વ્યવહારભેદ કલ્પિત છે. તે=‘વસ્ત્રાદિ મારાં' એ પ્રકારના કથનમાં, વિજાતિમાં=આત્માથી વિજાતીય એવાં વસ્ત્રાદિમાં, સ્વસંબંધ ઉપચર્યો છે.
*મારા ગઢ, દેશ વગેરે છે.' એમ કહેતાં=એ પ્રમાણે રાજાદિ વડે કહેવાતાં, સ્વજાતિવિજાતિ ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર કહેવાય.
સ્વજાતિ વિજાતિ ઉપચરિતઅસદ્ભૂત વ્યવહાર કેમ કહેવાય ? તેથી કહે છે
જે માટે ગઢ, દેશાદિક જીવઅજીવ ઉભયના સમુદાયરૂપ છે; કેમ કે ‘ગઢ’ શબ્દથી ગઢયુક્ત માનવસમૂહરૂપ ગામ વિવક્ષિત છે અને ‘દેશ’ શબ્દથી અમુક મોટું ગામ વિવક્ષિત છે અને આદિ પદથી નગર વિવક્ષિત છે, જેમાં તે ભૂમિ અને તે ભૂમિમાં વસતા જીવો – બંનેનો સંગ્રહ થાય છે માટે સ્વજાતિ વિજાતિ ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર કહેવાય છે. ।।૭/૧૮।
ભાવાર્થ:
ઉપરિત અસદ્ભૂત વ્યવહારરૂપ ત્રીજા ઉપનયના ત્રણ ભેદો છે.
(૧) સ્વજાતિ ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર
(૨) વિજાતિ ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર
(૩) સ્વજાતિ વિજાતિ ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર
-