________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧/ટાળ-૮ | ગાથા-૨-૩
૨૪૯
ભાવાર્થ
ગાથા-૧માં અધ્યાત્મના બે નયો બતાવ્યા અને તે બે નયોમાંથી નિશ્ચયનયના શુદ્ધ, અશુદ્ધ બે ભેદો છે એમ બતાવ્યું. તેથી હવે પ્રસ્તુત ગાથામાં યથાથી તે શુદ્ધવિશ્વનયનું અને અશુદ્ધનિશ્ચયનયનું સ્વરૂપ બતાવે છે.
નય એટલે વસ્તુને જોવાની કોઈક દૃષ્ટિવિશેષ અને પદાર્થ અનેક સ્વરૂપવાળો હોવા છતાં કોઈક દૃષ્ટિથી પદાર્થને જોવામાં આવે તો તે દૃષ્ટિને અનુરૂપ પદાર્થ દેખાય છે. વળી, નિશ્ચયનય એ પદાર્થમાં વર્તતા ભાવને ગ્રહણ કરનાર દૃષ્ટિ છે અને તેમાં પણ શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિ આત્માના શુદ્ધ ભાવોને ગ્રહણ કરીને તે શુદ્ધ ભાવો સાથે આત્માનો અભેદ દેખાડનારી દૃષ્ટિ છે. વળી, અશુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિ દેહકર્માદિક સાથે સંબંધવાળા આત્માને ગ્રહણ કરતી નથી પરંતુ દેહકર્માદિ સાથે સંબંધવાળી અવસ્થામાં આત્મામાં વર્તતા અશુદ્ધ ભાવોને ગ્રહણ કરીને તે અશુદ્ધ ભાવો સાથે આત્માનો અભેદ દેખાડનારી દૃષ્ટિ છે.
વળી, શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિ કર્મની ઉપાધિથી રહિત એવાં આત્મામાં વર્તતા કેવળજ્ઞાનાદિ ગુણોને આત્માની સાથે અભેદ દેખાડે છે. તેથી સંસારી અવસ્થામાં પણ પોતાનો આત્મા કેવળજ્ઞાનાદિ ગુણોથી અભિન્ન છે તેવો બોધ થાય છે. ફક્ત સંસારી અવસ્થામાં આત્મા કર્મથી યુક્ત છે તેથી આત્માથી અભિન્ન એવાં કેવળજ્ઞાનાદિ ચૂળ બુદ્ધિથી દેખાતાં નથી છતાં નિશ્ચયનયની સૂક્ષ્મ દૃષ્ટિથી જોવામાં આવે તો કેવળજ્ઞાનાદિ ગુણો જેમ સિદ્ધના આત્માના છે તેમ શક્તિ રૂપે પોતાના આત્મામાં પણ છે અને શુદ્ધનિશ્ચયનયથી સિદ્ધસદશ આત્માના ગુણોનો બોધ કરીને યોગીઓ તે ગુણોમાં તન્મય થઈને કર્મથી આવૃત્ત એવાં તે ગુણોને પ્રગટ કરવા સમર્થ બને છે. માટે શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિને દિગંબરો અધ્યાત્મનય કહે છે.
વળી, અશુદ્ધ નિશ્ચયનય કર્મથી આત્માને પૃથક્ માને છે તોપણ કર્મની ઉપાધિકાળમાં આત્મામાં વર્તતા ક્ષયોપશમભાવવાળા મતિજ્ઞાનાદિ ગુણો સાથે આત્માનો અભેદ કરે છે. વળી, મોહનીય કર્મના ઉદયથી જન્મેલ રાગાદિ ભાવોને પણ આત્માની સાથે અભેદ કરીને દેખાડે છે; કેમ કે કર્મની ઉપાધિવાળી અવસ્થામાં પ્રત્યક્ષથી જીવોને પોતાનો આત્મા મતિજ્ઞાનાદિ પરિણામરૂપ કે રાગાદિ ભાવરૂપ દેખાય છે. તેથી તે મતિજ્ઞાનાદિ કે રાગાદિ ભાવો સ્વરૂપ જ સંસારી આત્મા છે. આ પ્રકારના આત્મામાં વર્તતા અશુદ્ધ ભાવોને આત્મા સાથે અભેદ દેખાડનાર અશુદ્ધ નિશ્ચયનય છે. ll૮/રા અવતરણિકા.
નિશ્ચયન-ક્ત અભેદ દેખાડઇં, વ્યવહારનથ-તે ભેદ દેખાડઈ થઈ – અવતરણિકાર્ય :
નિશ્ચયનય-તે અભેદ દેખાડે છે અને વ્યવહારનય-તે ભેદ દેખાડે છે – ભાવાર્થ :
ગાથા-૧માં કહેલ કે અધ્યાત્મના મૂળ નયો બે છે. નિશ્ચયનય અને વ્યવહારનય. તે પ્રમાણે પૂર્વ ગાથામાં નિશ્ચયનયના બે ભેદો દેખાડ્યા. તે નિશ્ચયનય આત્મામાં વર્તતા ભાવોને આત્મા સાથે અભેદ