________________
૨૭૦.
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧/ ઢાળ-૮ / ગાથા-૧૪ જે દ્રવ્યાયાધિકતા દસ ભેદ દેખાડ્યા=દિગંબરની પ્રક્રિયા અનુસાર ગ્રંથકારશ્રીએ પૂર્વમાં દ્રવ્યાયિકના દસ ભેદ દેખાડ્યા, તે સર્વદ્રવ્યાર્થિકનયના સર્વ ભેદો, શુદ્ધાશુદ્ધ સંગ્રહાદિકમાં આવે શુદ્ધ-અશુદ્ધ સંગ્રહ કે શુદ્ધ-અશુદ્ધ વ્યવહારમાં અંતર્ભાવ પામે. વળી, જે છ ભેદ પર્યાયાર્થિકના દેખાયા=દિગંબરની પ્રક્રિયા અનુસાર ગ્રંથકારશ્રીએ પૂર્વમાં પર્યાયાધિકના છ ભેદ દેખાડ્યા, તે સર્વ પર્યાયાર્થિકનયના ઉપચરિતાનુપચરિત વ્યવહારરૂપ સર્વ ભેદો, શુદ્ધાશુદ્ધ ઋજુસૂત્રાદિકમાં આવે શુદ્ધ-અશુદ્ધ ઋજુસૂત્રતય અને શબ્દનયમાં અંતર્ભાવ પામે. “જોનિવર્વ વ્યાયથી=ગાય અને બળદ એમ કહેવાથી સ્ત્રીગાય કરતાં પુરુષગાયરૂપ બળદ જુદો છે એ વ્યાયથી, વિષયના ભેદથી ભિન્ન તય કહીએ તો સાત વયોમાં દ્રવ્યાધિકતય અને પર્યાયાધિકનયનો અંતર્ભાવ હોવા છતાં દ્રવ્યાર્થિકાયના દસ ભેદો દેખાડ્યા અને પર્યાયાથિકનયના છ ભેદો દેખાડ્યા એરૂપ વિષયના ભેદથી દ્રવ્યાર્થિકનયને અને પર્યાયાર્થિકનયને સાત વયથી ભિન્ન નય કહીએ તો “વી સ્તિ , ચા નાસ્તિ પર્વ ઈત્યાદિ સાત ભાંગામાં ક્રોડો પ્રકારે અર્પિત-અર્પિત, સત્વ-અસત્વના ગ્રાહક એવાં નથની પ્રક્રિયા ભાંગશે અર્થાત્ વિષયભેદથી ભિન્ન નય ગ્રહણ ન કરીએ તો સાત નયને આશ્રયીને જે ક્રોડા પ્રકારથી સપ્તભંગી કરવામાં આવી છે તે સપ્તભંગી સંગત થાય પરંતુ વિષયભેદથી ભિન્ન નય ગ્રહણ કરીએ તો, તે નયની પ્રક્રિયા અસંગત થાય, એ પ્રમાણે પંડિતે વિચારવું જોઈએ. l૮/૧૪ના ભાવાર્થ
દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયાર્થિકનયનો સાત નયોમાં કઈ રીતે અંતર્ભાવ થાય છે ? તે ગ્રંથકારશ્રીએ ગાથા-૧૨, ૧૩માં યુક્તિથી સ્થાપન કર્યું. આ રીતે દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયાર્થિકનયનો સાત નયોમાં અંતર્ભાવ થયો હોવા છતાં, દિગંબરો દ્રવ્યાર્થિકનયને અને પર્યાયાર્થિકનયને સાત નય કરતાં પૃથફ કરીને નવ નય કહે છે, તે કથન સંગત નથી.
અહીં દિગંબર કહે કે, તત્ત્વાર્થ સૂત્રમાં પાંચ નય કહ્યા છે અને તેમાં બે નય ભેળવીને સાત નો થાય છે તેમ અમે પણ સાત નયોમાં દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય એમ બે નયોને ભેળવીને નવ નિયો કહીએ, તેમાં શું દોષ છે ? તેને ગ્રંથકારશ્રી કહે છે –
તત્ત્વાર્થસૂત્રમાં પાંચ નય કહ્યા છે તેમાં છેલ્લો જે શબ્દનય છે, તેના કરતાં સમભિરૂઢનય અને એવંભૂતનયના વિષય જુદા પ્રાપ્ત થાય છે. માટે પાંચ નય કહેતી વખતે શબ્દનયથી તે ત્રણે નયનો વિષય એક કરીને પાંચ નય કહેવાય છે અને શબ્દનયનો વિષય છેલ્લા બે નયથી પૃથક કરવામાં આવે તો પાંચ નયમાં બે નયો ભેળવીને સાત નયો કહેવાની પ્રક્રિયા દોષરૂપ નથી, જ્યારે દ્રવ્યાર્થિકનયનો અને પર્યાયાર્થિકનયનો વિષય નૈગમાદિ સાત નયોથી ભિન્ન નથી, તેથી દિગંબર કહે છે તેમ નવ નો સ્વીકારી શકાય નહીં.
વસ્તુતઃ તત્ત્વાર્થસૂત્રમાં શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનયના વિષયોનો એક શબ્દનયની સંજ્ઞાથી સંગ્રહ કરીને પાંચ નો કહ્યા છે છતાં સમભિરૂઢનય અને એવંભૂતનયનો વિષય શબ્દનયથી જુદો પ્રાપ્ત