________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ−૮ | ગાથા-૧
ઢાળ-૮
૨૪૭
પૂર્વની ઢાળ સાથેનો સંબંધ :
ઢાળ-૭ ની અંતિમ ગાથામાં કહ્યું કે હવે અધ્યાત્મ નય દિગંબર મતાનુસાર કહેવાશે. તેથી હવે દિગંબર મતાનુસાર અધ્યાત્મ નયનું સ્વરૂપ બતાવે છે.
ગાથા:
દોઉ મૂલનય ભાષિયા રે, નિશ્ચય નઈં વ્યવહાર;
નિશ્ચય દ્વિવિધ તિહાં કહિઓ રે, શુદ્ધ અશુદ્ધ પ્રકાર રે. પ્રાણી પરખો આગમભાવ. Il૮/૧/
ગાથાર્થઃ
મૂળ નય=અધ્યાત્મના મૂળ નય, બે કહ્યા છે. નિશ્ચય અને વ્યવહાર. તેમાં=તે બે નયોમાં, નિશ્વય શુદ્ધ અને અશુદ્ધ પ્રકારવાળો, બે પ્રકારનો કહ્યો છે. હે પ્રાણી ! આગમના ભાવ પરખો. II૮/૧II
ટબો ઃ
પ્રથમ અધ્યાત્મભાષાઈં ૨ નય કહિયા. એક-નિશ્ચયનય, બીજો વ્યવહારનય. તિહાંનિશ્ચયનય દ્વિવિધ કહિઓ. એક-શુદ્ધ નિશ્ચયનય, બીજો-અશુદ્ધ નિશ્ચયનય. હે પ્રાણી ! આગમના ભાવ પરખીનઈં ગ્રહો. ૮/૧ll
ટબાર્થ :
અધ્યાત્મભાષામાં પ્રથમ=મુખ્ય, બે નય કહ્યા છે. એક નિશ્ચયનય, બીજો વ્યવહારનય. તેમાં= અધ્યાત્મનયના બે ભેદોમાં, નિશ્ચયનય, બે પ્રકારનો કહ્યો છે. એક શુદ્ધ નિશ્ચયનય, બીજો અશુદ્ધ નિશ્ચયનય. હે પ્રાણી ! આગમના ભાવો=સર્વજ્ઞએ કહેલા શાસ્ત્રોના ભાવો, પરખીને ગ્રહો= પરીક્ષા કરીને ગ્રહણ કરો. II૮/૧/
ભાવાર્થ:
પદાર્થને જોવા માટે પ્રવૃત્ત જે નયો છે, તે નયોના દિગંબરો દ્રવ્યાર્થિકાદિ નવ ભેદો સ્વીકારે છે અને યોગીની યોગમાર્ગની જે પ્રવૃત્તિ આત્માને આત્મભાવોમાં લઈ જવા માટે કારણ છે, તે અધ્યાત્મ છે. વળી, અધ્યાત્મના પારમાર્થિક સ્વરૂપને જાણવા માટે જે નયવિભાગ છે, તે નયવિભાગના પ્રથમ=મુખ્ય, બે ભેદો છે-તેમ દિગંબરો કહે છે. તે બે નયોમાંથી એક નિશ્ચયનય છે અર્થાત્ પદાર્થના પારમાર્થિક સ્વરૂપને જોનારી દૃષ્ટિરૂપ નિશ્ચયનય છે અને બીજો વ્યવહારનય છે અર્થાત્ યોગમાર્ગની ઉચિત પ્રવૃત્તિના વ્યવહારને