________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૮ | ગાથા-૧૨-૧૩
શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ વિશેષાવશ્યક મહાભાષ્યમાં સાત નયોમાંથી પ્રથમના ચાર નયોને દ્રવ્યાર્થિકનય કહે છે અર્થાત્ નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનય-એ ચાર નયોને દ્રવ્યાર્થિકનય કહે છે અને અંતિમ ત્રણને પર્યાયાર્થિકનય કહે છે અર્થાત્ શબ્દનય, સમભિરૂઢનય અને એવંભૂતનય-એ ત્રણ નયોને પર્યાયાર્થિકનય કહે છે.
૨૩૬
વળી, શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ આદિ પ્રથમના ત્રણ નયોને દ્રવ્યાર્થિકનય કહે છે અને અંતિમ ચાર નયોને પર્યાયાર્થિકનય કહે છે તેથી શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિના વચનાનુસાર ઋજુસૂત્રનય પર્યાયાર્થિકનય છે અને શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણના વચનાનુસાર ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિકનય છે.
અહીં પ્રશ્ન થાય કે, શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ ઋજુસૂત્રનયને પર્યાયાર્થિકનય કેમ કહે છે ?
તેનું તાત્પર્ય એ છે કે, દ્રવ્યાર્થિકનય સામાન્યને જોનાર છે અને તે સામાન્ય ઊર્ધ્વતાસામાન્ય અને તિર્યસામાન્યરૂપ છે. વળી, શુદ્ધ સંગ્રહનય ઊર્ધ્વતાસામાન્ય અને તિર્યસામાન્યને સ્વીકારે છે તેથી સદ્ગુરૂપે ત્રણે કાળના સર્વ દ્રવ્યોનો સંગ્રહ કરે છે. વળી, તિર્યસામાન્યનો ત્યાગ કરીને ઊર્ધ્વતાસામાન્યનો સ્વીકાર કરીને નૈગમનય અને વ્યવહારનય પ્રવર્તે છે તેથી નૈગમનય અને વ્યવહારનય પણ ઊર્ધ્વતાસામાન્યનો સ્વીકાર કરે છે માટે દ્રવ્યાર્થિકનય છે. વળી, ઋજુસૂત્રનય વર્તમાન ક્ષણમાત્રને જ સ્વીકારે છે તેથી વર્તમાનક્ષણવર્તી પદાર્થને સ્વીકારીને ઊર્ધ્વતાસામાન્યનો પણ ત્યાગ કરે છે માટે તિર્યસામાન્ય અને ઊર્ધ્વતાસામાન્ય-બંનેનો ત્યાગ ક૨ના૨ છે માટે તિર્યસામાન્ય અને ઊર્ધ્વતાસામાન્ય-બંનેનો ત્યાગ કરનાર હોવાથી ઋજુસૂત્રનય દ્રવ્યાર્થિકનયમાં અતંર્ભાવ પામી શકે નહીં; કેમ કે ઊર્ધ્વતાસામાન્યરૂપ અને તિર્યસામાન્યરૂપ દ્રવ્યાંશને જોનારી દૃષ્ટિ દ્રવ્યાર્થિકનયની છે અને સામાન્યનો ત્યાગ કરીને પ્રતિક્ષણના પર્યાયને જોનારી ઋજુસૂત્રનયની દૃષ્ટિ છે માટે ઋજુસૂત્રનય પર્યાયાર્થિકનયમાં અંતર્ભાવ પામે છે એમ શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ કહે છે.
વળી, શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ કહે છે કે, અનુયોગદ્વા૨સૂત્રમાં કહેલું છે કે ઋજુસૂત્રનયના મતે એક અનુપયુક્ત એક દ્રવ્યાવશ્યક છે, પૃથને ઇચ્છતો નથી. તે કથન અનુસાર કોઈ સાધુ કે શ્રાવક આવશ્યક ક્રિયા કરતાં હોય અને તદર્થના જ્ઞાતા હોવા છતાં તદર્થમાં ઉપયુક્ત ન હોય તો તેઓના આવશ્યકને ઋજુસૂત્રનય દ્રવ્ય આવશ્યક સ્વીકારે છે અને જો ઋજુસૂત્રનયને પર્યાયાર્થિકનય સ્વીકારીએ તો અનુયોગદ્વા૨સૂત્રનો વિરોધ આવે; કેમ કે ભાવનું કા૨ણ હોય તે દ્રવ્ય કહેવાય અર્થાત્ પર્યાયનું કારણ હોય તે દ્રવ્ય કહેવાય અને ઋજુસૂત્રનયનો દ્રવ્યાર્થિકનયમાં અંતર્ભાવ કરીએ તો પર્યાયના કારણભૂત એવાં દ્રવ્યનો તે સ્વીકાર કરે છે તેમ કહી શકાય અને તેમ સ્વીકારીએ તો આત્મામાં પ્રગટ થતા ભાવ આવશ્યકરૂપ પર્યાયનું કારણ એવું દ્રવ્ય આવશ્યક ઋજુસૂત્રનય સ્વીકારે છે તેમ કહી શકાય, માટે શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ ઋજુસૂત્રનયને દ્રવ્યાર્થિકનયમાં અંતર્ભાવ કરે છે.
વળી, તે પદાર્થને સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી ટબામાં કહે છે કે -