________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૮ | ગાથા-૧૨-૧૩
૨૧૭ (૧) વર્તમાનપર્યાયના આધારાંશરૂપ દ્રવ્યાંશ=વર્તમાનમાં જે પર્યાય વર્તી રહ્યો છે તેનો આધાર એવું દ્રવ્ય છે.
(૨) પૂર્વઅપરપરિણામરૂપ સાધારણ એવાં ઊર્ધ્વતા સામાન્યરૂપ દ્રવ્યાંશ=આત્માદિ વસ્તુની પૂર્વઅવસ્થા અને ઉત્તરઅવસ્થારૂપ પરિણામ તે બંનેમાં અનુગત એવું ઊર્ધ્વતાસામાન્યરૂપ દ્રવ્યાંશ છે.
(૩) સાશ્યાસ્તિત્વરૂપ તિર્યસામાન્યરૂપ દ્રવ્યાંશ=ઘટાદિ સર્વ પદાર્થમાં આ ઘટ છે', “આ ઘટ છે” એ પ્રકારના ઘટરૂપ સાદશ્યના અસ્તિત્વરૂપ તિર્લફસામાન્યરૂપ દ્રવ્યાંશ છે.
હવે આ ત્રણ દ્રવ્યાંશમાંથી એકપણ દ્રવ્યાંશને પર્યાયનય માનતો નથી એમ સિદ્ધાંતવાદી જિનભદ્રગણિક્ષમાશ્રમણાદિ કહે છે અને સિદ્ધસેનદિવાકરાદિને-આપત્તિ આપતાં તેઓ કહે છે કે, જો ઋજુસૂત્રનયને પર્યાયાર્થિકનયમાં અંતર્ભાવ કરીએ તો અનુષ્યોગદ્વારનું સૂત્ર મળે નહીં માટે અનુયોગદ્વારના સૂત્રની સંગતિ કરવા અર્થે ક્ષણિક દ્રવ્યવાદી સૂક્ષ્મ ઋજુસૂત્રનય સ્વીકારવો જોઈએ અર્થાત્ દરેક પદાર્થો ક્ષણસ્થાયી છે તોપણ વર્તમાન પર્યાયના આધારાંશરૂપ દ્રવ્યને સ્વીકારીને ઋજુસૂત્રનય ક્ષણિક દ્રવ્યને સ્વીકારે છે પરંતુ પર્યાયને સ્વીકારતો નથી તેમ માનવું જોઈએ જેનાથી અનુયોગસૂત્રના વચનથી સંગતિ થાય. માટે ક્ષણિક દ્રવ્યવાદીએ સૂક્ષ્મ ઋજુસૂત્રનય અને તે તે વર્તમાનપર્યાયના આધારાંશરૂપ સ્થૂલ ઋજુસૂત્રનય સ્વીકારવો જોઈએ અર્થાત્ મનુષ્યાદિ દીર્ઘકાલીન વર્તમાનપર્યાયને પામેલ એવાં મનુષ્યાદિ દ્રવ્યને સ્વીકારનાર એવાં સ્થૂલ ઋજુસૂત્રનયને સ્વીકારવો જોઈએ એમ સિદ્ધાંતવાદી કહે છે. વળી, અનુપયોગથી આવશ્યકક્રિયા કરનાર પુરુષના ભાવઆવશ્યકના કારણભૂત એવાં દ્રવ્ય આવશ્યકનો સ્વીકાર અનુયોગદ્વાર કરે છે તેની સંગતિ વર્તમાનપર્યાયના આધારાંશરૂપ દ્રવ્ય સ્વીકારવાથી ભાવઆવશ્યકના કારણભૂત એવાં દ્રવ્યાવશ્યકતા સ્વીકારથી થાય છે તેથી ઋજુસૂત્રનય દ્રવ્યનો સ્વીકાર કરે છે એમ ફલિત થાય છે. અને તેમ સ્વીકારીએ તો ઋજુસૂત્રનયનો અંતર્ભાવ દ્રવ્યાર્થિકનયમાં થઈ શકે, પર્યાયાર્થિકનમાં ન થઈ શકે. એમ સિદ્ધાંતવાદી શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ કહે છે.
વળી, અનુયોગદ્વારસૂત્રની સંગતિ કરવા અર્થે સિદ્ધાંતવાદી ઋજુસૂત્રનયને દ્રવ્યાર્થિકનયમાં અંતર્ભાવ કરવા અંગે જે સ્પષ્ટતા કરે છે તે બતાવીને તાર્કિક એવાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીના મતે અનુયોગદ્વારની સંગતિ કઈ રીતે થઈ શકે તે ગ્રંથકારશ્રી પોતે સ્વપરિશીલનથી હવે બતાવે છે –
પર્યાયનો આધાર એવું દ્રવ્ય ઋજુસૂત્રનયના મતથી સ્વીકારીએ તો જુસૂત્રનયને દ્રવ્યાર્થિકમાં અંતર્ભાવ કરવો પડે પરંતુ અનુપયોગરૂપ દ્રવ્યાંશને ગ્રહણ કરીને અનુયોગદ્વારનું કથન સંગત કરવામાં આવે તો, ઋજુસૂત્રનયને દ્રવ્યાર્થિકનયમાં અંતર્ભાવ કરવાની આવશ્યકતા રહેતી નથી. તેથી એ પ્રાપ્ત થાય છે, ઋજુસૂત્રનય ઊર્ધ્વતાસામાન્ય કે તિર્લફસામાન્ય સ્વીકારતો નથી કે વર્તમાનપર્યાયના આધારાંશરૂપ દ્રવ્યાંશને પણ સ્વીકારતો નથી પરંતુ પર્યાયને જોનારો છે અને અનુયોગદ્વારમાં અનુપયુક્ત આવશ્યક કરનારને જે દ્રવ્ય આવશ્યક કહ્યું છે તે અનુપયોગરૂપ દ્રવ્યાંશ છે માટે જુસૂત્રનય દ્રવ્યને સ્વીકારે છે તેમ સ્વીકાર્યા વગર