________________
૨પ૭
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧, ઢાળ-૮ | ગાથા-૮-૯ તોપણ, જેમ ગધેડો અન્યની વાટિકામાં દ્રાક્ષો ચરીને અસમંજસ કરતો હોય તો વિવેકીને ખેદ થાય છે તેથી પરને થતા નુકસાનના પરિવાર અર્થે તે ગધેડાથી તે વાટિકાનું રક્ષણ કરે છે તેમ દિગંબરની અસમંજસ નયની પ્રક્રિયા જોઈને શ્વેતાંબર સંપ્રદાયને કોઈ હાનિ પ્રાપ્ત થતી નથી, તોપણ દિગંબરની અસમંજસ પ્રરૂપણાને જોઈને ગ્રંથકારશ્રીને ખેદ થાય છે અને તેનાથી કોઈ જીવને વિપરીત બોધ થાય તો યોગ્ય જીવને વિપરીત બોધરૂપ અહિતની પ્રાપ્તિ થાય તેથી તે અસમંજસ પ્રરૂપણાના નિવારણ અર્થે અને સન્માર્ગના રક્ષણ અર્થે ગ્રંથકારશ્રી પ્રવૃત્તિ કરે છે. II૮/૮
અવતારણિકા :
તે બોટિકની ઊલટી પરિભાષા દેખાડિઇં છઈ –
અવતરણિતાર્થ - "
તે દિગંબરની વિપરીત પરિભાષા બતાવે છે –
ભાવાર્થ :
અત્યાર સુધી દિગંબરના મતાનુસાર નય, ઉપનયો બતાવ્યા અને ગાથા-૮માં કહ્યું કે, દિગંબરની પ્રથમથી જ ઊલટી પરિભાષા છે તેથી દિગંબરની પરિભાષા ઊલટી કઈ રીતે છે ? તે પ્રસ્તુત ઢાળના અંત સુધી સ્પષ્ટ કરે છે –
ગાથા :
તસ્વારથ નય સાત છઈ જી, આદેશાંતર પંચ;
અંતરભાવિત ઉદ્ધરી રે, નવનો કિસ્સો એ પ્રપંચ રે? પ્રાણી II૮/લા ગાથાર્થ :
તત્વાર્થ સૂત્રમાં સાત નયો છે અને આદેશાંતરથી=મતાંતરથી પાંચ નયો છે. અંતરભાવિતને ઉદ્ધરીને સાત નયોમાં અંતર્ભાવ પામેલા એવાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિકને જુદા કાઢીને, નવ નયોનો કેવો આ પ્રપંચ ?=આ વિસ્તાર અસંબદ્ધ છે. ll૮/૯ll ટબો:
તત્ત્વાર્થસૂઈં ૭ નય કહિયા છઈ, અનઈં-આર્દેશાંતર-કહતાં મતાંતર તેહથી-૫ નથી કહિયા છઇં. “સત મૂનના: પન્થ-ત્યાશાન્તરમ્ ” સૂન્નઈં. સાંપ્રત, સમભિરૂઢ, એવંભૂત-એ ૩ નઈં શબ્દ એક નામઈ સંગ્રહિૐ, તિવારઈ-પ્રથમ ચાર સાથિ પાંચ કહિઇં. ગત વ-ઈઝેકના ૧૦૦ ભેદ હુઈ છઇં, તિહાં-પણિ ૭૦૦, તથા પ૦૦ ભેદ. ઈમ ૨ મત કહિયા છ. થોમવર –