________________
૨ક૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૮ | ગાથા-૧૧, ૧૨-૧૩ સંગ્રહનયથી અન્ય એવાં વ્યવહારાદિ છે નયોમાં ભળે છે, માટે સાત નયોથી પૃથફ અર્પિત-અનર્પિતનય નથી.
તેમ જો દિગંબર સમાધાન કરે તો, તત્ત્વાર્થસૂત્રમાં જે સાત નય કહ્યા છે તેમાંથી નૈગમ, સંગ્રહ, અને વ્યવહારરૂપ ત્રણ નયના પ્રથમ થોકડામાં દ્રવ્યાર્થિકનયનો અંતર્ભાવ થાય છે અને જુસૂત્ર આદિ ચાર નયોના અંતિમ થોકડામાં પર્યાયાર્થિકનયનો અંતર્ભાવ થાય છે તે, દિગંબર કેમ સ્વીકારતા નથી ? અને જો તેમ સ્વીકારે તો સાત મૂળ કહેવાય છે, તે શાસ્ત્રવચન સુબદ્ધ થાય છે અર્થાતુ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બે મૂળ નય છે અને તે બેના પેટા ભેદરૂપ સાત નયો છે, અને સાતસો નયોના પેટા ભેદોમાં મૂળ નય સાત જ બોલાય છે તે વચન સંગત થાય છે.
ટબામાં ‘પંતાનતસિદ્ધ ઇત્યાદિ છે ત્યાં એવું અન્ય કોઈ સૂત્ર તત્ત્વાર્થસૂત્રમાં નથી પરંતુ અર્પિત અને અનર્પિતને કહેનારું આવું જ વચન અન્ય ગ્રંથમાં હોય તેનું “ઇત્યાદિ થી ગ્રહણ છે. વળી, “તત્ત્વાર્થસૂત્રાદિકમાં “આદિ પદથી તત્ત્વાર્થસૂત્રની જેમ અર્પિત અને અનર્પિતને બતાવનાર અન્ય શાસ્ત્ર હોય તેનું ગ્રહણ છે. વળી, વ્યવહારાદિકમાં “આદિ પદથી સંગ્રહ અને વ્યવહારને છોડીને અન્ય સર્વ નયોનું ગ્રહણ છે તેથી વ્યવહાર કરવા માટે જ્યારે કોઈ ધર્મની અર્પણ કરવામાં આવે ત્યારે અર્પિતનય વ્યવહારનયમાં અંતર્ભાવ પામે અને સંગ્રહનયામાં અનર્મિતનય અંતર્ભાવ પામે છે અને ઋજુસૂત્રનયની દૃષ્ટિને સામે રાખીને પદાર્થને ક્ષણિક સ્થાપન કરવા અર્થે પ્રતિક્ષણના ઘટને જુદો કહેવા અર્થે વર્તમાન ક્ષણના ઘટવિશેષને અર્પિતનયથી ગ્રહણ કરવામાં આવે ત્યારે તે અર્પિતનય ઋજુસૂત્રનયમાં અંતર્ભાવ પામે અને ઋજુસૂત્રનયને અભિમત વર્તમાનક્ષણના ઘટથી અન્ય પૂર્વઉત્તરના ઘટને અને અન્ય સર્વ ધર્મોને સંગ્રહ કરે તેવા સંગ્રહનયમાં અનર્પિતનય અંતર્ભાવ પામે છે. તે રીતે અન્ય નયોમાં પણ જાણવું. l૮/૧૧ાા અવતરણિકા -
સાત ના મળે-દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક ર્ભલ્યાની આચાર્યમત પ્રક્રિયા દેખાડઈ છઈ - અવતરણિકા -
સાત વયમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાધિકાય ભળ્યાની આચાર્યના મતની પ્રક્રિયા હવે બતાવે
ભાવાર્થ :
નૈગમાદિ સાત નયોમાં દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય કઈ રીતે અંતર્ભાવ થાય છે તેના વિષયમાં અપેક્ષાના ભેદથી આચાર્યના મતના ભેદની પ્રક્રિયા બતાવે છે, જેથી સાત નયોમાંથી કયા નયો દ્રવ્યાર્થિકનયમાં અંતર્ભાવ પામે છે અને કયા નો પર્યાયાર્થિકનયમાં અંતર્ભાવ પામે છે તેનો બોધ શ્વેતાંબર મતની પ્રક્રિયા અનુસાર થાય.