________________
દવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ઢાળ-૮ | ગાથા-૫
ગાથાર્થ :- નિરુપાધિક કર્મરૂપ ઉપાધિથી રહિત, એવાં ગુણ-ગુણીના ભેદને (જે સ્વીકારે) તે અનુપચરિત સદભૂત અનુપચરિત સદ્ભુત વ્યવહાર છે. કેવળજ્ઞાનાદિ ગુણા ગુણો, આત્માના સભૂત છે (એમ અનુપચરિત સભૂત વ્યવહારનય સ્વીકારે છે.) IIટ/પI. ટબો:
નિરુપાધિક ગુણગુણિ ભેદઈ બીજ ભેદ. થથા-“નવી વનસાન” ઈહાં-ઉપાધિરહિતપણું-સ્નેહ જ નિરુપથારપણું જાણવું. II૮/પા ટબાર્થ -
તિરુપાધિક ગુણ-ગુણીના ભેદથી બીજો ભેદ છે=સદ્ભુત વ્યવહારનો બીજો ભેદ છે. જે પ્રમાણે જીવનું કેવળજ્ઞાન. અહીં બીજા ભેદમાં, ઉપાધિરહિતપણું કર્મની ઉપાધિથી રહિતપણું, તેહ જ, તિરુપચાપણું જાણવું. ૮/પા. ભાવાર્થ :
ગાથા-૩માં વ્યવહારનયના બે ભેદો બતાવ્યા. સદ્ભુત અને અસભૂત વ્યવહાર. તેમાંથી સદ્ભત વ્યવહારના બે ભેદો છે. એક ઉપચરિત સબૂત વ્યવહાર અને બીજો અનુપચરિત સભૂત વ્યવહાર.
(૧) ઉપચરિત સભૂત વ્યવહાર - જે વ્યવહારનય કર્મરૂપ ઉપાધિવાળા આત્માને ગ્રહણ કરીને, આત્મામાં વર્તતા ગુણોનો અને આત્મારૂપ ગુણીનો ભેદ દેખાડે છે, તે ઉપચરિત સભૂત વ્યવહારનય છે. જેમ, કર્મની ઉપાધિવાળા આત્મામાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાનરૂપ ગુણો છે અને રાગદ્વેષના પરિણામરૂપ જે ભાવો છે તે સર્વને “જીવના ભાવો” કહે છે. માટે ઉપચરિત છે અને જીવરૂપ ગુણી અને જ્ઞાનાદિ કે રાગાદિ ભાવોનો ભેદ દેખાડે છે તેથી વ્યવહારનય છે. વળી, મતિજ્ઞાનાદિ ગુણો અને રાગાદિ ભાવો આત્મારૂપ એક દ્રવ્યમાં વિદ્યમાન છે તેથી સભૂત છે. અને આત્મામાં કર્મરૂપ ઉપાધિનો અભેદ ઉપચાર કરીને આત્મામાં વર્તતા ભાવોના ભેદને ગ્રહણ કરનારી નદૃષ્ટિ છે. માટે ઉપચરિત સભૂત વ્યવહારનય છે.
(૨) અનુપચરિત સભૂત વ્યવહારઃ- જે વ્યવહારનય કર્મરૂપ ઉપાધિથી રહિત આત્માને ગ્રહણ કરીને આત્મામાં વર્તતા ગુણોનો અને આત્મારૂપ ગુણીનો ભેદ દેખાડે છે, તે અનુપચરિત સભૂત વ્યવહારનય છે. જેમ, કર્મની ઉપાધિરહિત એવાં આત્માના કેવળજ્ઞાનાદિ ગુણો છે તે સર્વ “આત્માના ગુણો” છે અને આત્મારૂપ ગુણી અને કેવળજ્ઞાનાદિ ગુણોનો ભેદ દેખાડે છે તેથી વ્યવહારનય છે. વળી, કેવળજ્ઞાનાદિ ગુણો આત્મારૂપ એક દ્રવ્યમાં વિદ્યમાન છે તેથી સભૂત છે. વળી, કર્મની ઉપાધિરહિત એવાં આત્માના ભાવોને ગ્રહણ કરીને પ્રવૃત્ત થયેલો આ વ્યવહારનય છે તેથી અનુપચરિત છે. વળી, આ અનુપચરિત સભૂત વ્યવહારનય કહે છે કે, આત્માના કેવળજ્ઞાનાદિ ગુણો છે તે આત્માના સદ્ભૂત ગુણો છે; કેમ કે તે ગુણો