________________
૨૪૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૭ | ગાથા-૧૯ સુધી નવ નયો અને ત્રણ ઉપનયોનું વર્ણન કર્યું અને હવે આગલી ઢાળમાં અધ્યાત્મનય કહેશે એમાં, શ્વેતાંબર પ્રક્રિયા અનુસાર ગુણની અને દોષની પરીક્ષાનો યશ પામો. ૭/૧૯॥
ભાવાર્થ:
ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ઢાળમાં દિગંબર મતાનુસાર ત્રણ ઉપનયો બતાવ્યા, આગલી ઢાળમાં દિગંબર મતાનુસાર બે અધ્યાત્મનયો બતાવશે અને પૂર્વની ઢાળમાં દિગંબર મતાનુસાર નવ નયો અને તેના પેટા ભેદો બતાવ્યા, તે સર્વમાં ગ્રંથકારશ્રી હવે પછી ગુણદોષની પરીક્ષા બતાવશે તેની ઉચિત પરીક્ષા કરીને સાચા તત્ત્વના સ્વીકારરૂપ યશને શ્રોતા પ્રાપ્ત કરો.
ઢાળની અંતિમ ગાથાના અંતિમ ચરણમાં ‘જસ' શબ્દ કીર્તિનો વાચક છે અને ઢાળ રચનાર ‘શ્રી યશોવિજયજી’ના નામનો પણ વાચક છે. આથી ‘નસ’ એ મુજબ લિવ્યંતરમાં લખેલ છે. II૭/૧૯