________________
૨૪૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ ઢાળ-૭| ગાથા-૧૬ થી ૧૮ ગાથાર્થ :
તેહ=ઉપચરિત અસદ્ભુત વ્યવહાર, સ્વજાતિ જાણો. (પ્રથમ ભેદ સ્વજાતિ ઉપચરિત અસભૂત વ્યવહાર જાણો) જે “હું પુત્રાદિક, પુત્રાદિક મારાં છે” એમ કહે છે. ll૭/૧૭ના ટબો -
તે સ્વજાતિઉપચરિતાસદભૂત વ્યવહાર જાણં, જે-હું પુત્રાદિક ઈમ કહિઈ. ઈહાંમાહરા” એ કહવું, પુત્રાદિકનઈં વિષથઈ, તે પુત્રાદિક ઉપચરિયા છ6, સ્નેહસું આત્માનો ભેદાર્બદ સંબંધ ઉપચરિઈં છ6. પુત્રાદિક-ક્ત આત્મપર્યાયરૂપૐ સ્વાતિ છÉ, પણિ કલ્પિત છઈ, નહીં તો, સ્વશરીરજન્ય-મસ્કુણાદિકનઈં પુત્ર કાં ન કહિઈં? 1/૭/૧૭ના ટબાર્થ -
તે સ્વજાતિ ઉપચરિત અસદ્ભુત વ્યવહાર જાણો. જે “હું પુત્રાદિક”, “મારાં પુત્રાદિક" એમ કહે છે. અહીં “હું પુત્રાદિક” અને “મારાં પુત્રાદિક" એ કથનમાં હું અને મારાં એમ કહેવું તે પુત્રાદિકના વિષયમાં હું અને મારાં' ઉપચરિયા છે=હુંપણા અને મારાપણાનો ઉપચાર કરાયો છે. તેમાં પુત્રાદિકમાં હુંપણા અને મારાપણાના ઉપચારમાં, આત્માનો પુત્રાદિક સાથે આત્માનો, ભેદભેદ સંબંધ ઉપચાય છે= પુત્રાદિક હું એમ કહીએ ત્યારે આત્મા સાથે અભેદ સંબંધ ઉપચાય છે અને પુત્રાદિક મારાં એમ કહીએ ત્યારે આત્મા સાથે ભેદસંબંધ ઉપચાર્યો છે.
અહીં પ્રશ્ન થાય કે, “હું પુત્રાદિક અને “મારાં પુત્રાદિક' એ કથનમાં સ્વજાતિપણું શું છે ? તેથી કહે છે –
પુત્રાદિક તે આત્મપર્યાયરૂપ સ્વજાતિ છે= પુત્રાદિક હું કહીએ ત્યારે તે આત્માનો સ્વજાતિ ઉપચાર છે અને મારા પુત્રાદિક કહીએ ત્યારે પણ તે આત્માનો સ્વજાતિ પર્યાય છે, પણ કલ્પિત છે.
કેમ કલ્પિત છે ? તેથી કહે છે –
નહીં તો=જો કલ્પિત ન હોય તો, સ્વશરીરજવ્ય માંકડાદિને પુત્ર કેમ ન કહીએ ? અર્થાત્ જેમ સ્વશરીરજન્ય સ્વજાતિ પુત્રાદિક છે તેમ શરીરજન્ય માંકડાદિ છે છતાં માંકડને માંકડ કહેવાય છે, પુત્ર કહેવાતો નથી. તેથી પુત્રમાં આ પુત્ર છે એ પ્રમાણેનો જે વ્યવહાર થાય છે, એ કલ્પિત છે. II૭/૧ણા
ગાથા -
વિજાતિથી તે જાણો રે, વસ્ત્રાદિક મુઝ;
ગઢ દેશાદિક ઉભયથી એ. II૭/૧૮ ગાથાર્થ :
તેaઉપચરિત અસભૂત વ્યવહાર વિજાતિ જાણો (બીજો ભેદ વિજાતિ ઉપચરિત અસભૂત