________________
૨૪૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧] ઢાળ-૭ / ગાથા-૧૨ થી ૧૫ (૧) સ્વજાતિ અસભૂત વ્યવહાર - પ્રથમ ભેદ સ્વજાતિ અસદ્દભૂત વ્યવહાર છે. તેમાં દૃષ્ટાંત બતાવે છે. જેમ “પરમાણુ બહુપ્રદેશવાળો કહેવાય છે.”
વસ્તુતઃ પરમાણુના પ્રદેશો નથી તેથી બહુપ્રદેશી કહેવાય નહીં, છતાં પરમાણુમાંથી સ્કંધ બને છે ત્યારે અનેક પરમાણુના બનેલા તે સ્કંધમાં ઘણા પ્રદેશો છે તેથી પરમાણમાં ઘણા પ્રદેશ થવાની યોગ્યતારૂપ જાતિ છે તેથી ઉપચારથી પરમાણુને બહુપ્રદેશવાળો કહેવાય છે. અહીં પુદ્ગલરૂપ પરમાણુના બહુપ્રદેશો સ્વજાતિ છે તેથી પ્રથમ ભેદને સ્વજાતિ અસભૂત વ્યવહાર કહેવાયો છે. વળી, વાસ્તવિક પરમાણુ વર્તમાનમાં બહુપ્રદેશી નથી છતાં બહુપ્રદેશી થવાની યોગ્યતામાં બહુપ્રદેશનો ઉપચાર કરેલો છે તેથી તે અસદભૂત વ્યવહાર છે અને વ્યવહાર એટલે “પરમાણુબહુપ્રદેશી છે એ પ્રકારનો વચનપ્રયોગ થાય છે તે.
(૨) વિજાતિ અસભૂત વ્યવહાર :- વળી, બીજો ભેદ વિજાતિ અસભૂત વ્યવહાર છે. તેમાં દષ્ટાંત બતાવે છે. જેમ “મૂર્ત મતિજ્ઞાન કહેવાય છે.”
વસ્તુતઃ મતિજ્ઞાન એ આત્માના જ્ઞાનનો પરિણામ છે અને આત્મા અરૂપી છે તેમ આત્માના પરિણામો પણ અરૂપી છે તેથી મતિજ્ઞાન પણ અરૂપી છે આથી મતિજ્ઞાન કોઈ ઇન્દ્રિયોથી ગ્રહણ થતું નથી કે અવધિજ્ઞાનનો વિષય પણ મતિજ્ઞાન થતું નથી. આમ છતાં મતિજ્ઞાન પાંચ ઇન્દ્રિયો અને મનથી થાય છે. વળી, ચક્ષુથી મતિજ્ઞાન કરવા માટે પ્રકાશની અપેક્ષા છે અને ઇન્દ્રિયોથી થતા મતિજ્ઞાનનો વિષય મૂર્તિ દ્રવ્યો છે તેથી ઈન્દ્રિયો, મન, પ્રકાશ અને વિષય એ સર્વ મૂર્ત દ્રવ્યોથી ઉત્પન્ન થતું હોવાથી મતિજ્ઞાનને પણ મૂર્ત કહેવાય છે.
અહીં પુદ્ગલનો મૂર્તત્વગુણ આત્માના મતિજ્ઞાનરૂપ ગુણનો વિજાતિ હોવાથી વિજાતિ અસભૂત વ્યવહાર કહેવાયો છે. અને આત્માના મતિજ્ઞાનમાં મૂર્તત્વરૂપ પુદ્ગલના ગુણનો ઉપચાર કરાયો છે તેથી તે અસદ્ભુત વ્યવહાર છે અને વ્યવહાર એટલે “મૂર્ત મતિજ્ઞાન છે એ પ્રકારનો વચનપ્રયોગ થાય છે તે.
(૩) સ્વજાતિવિજાતિ અસભૂતવ્યવહાર :- વળી, ત્રીજો ભેદ સ્વજાતિવિજાતિ અસભૂતવ્યવહાર છે. તેમાં દષ્ટાંત બતાવે છે. જેમ, “જીવ અજીવ વિષયક જ્ઞાન છે.”
આશય એ છે કે, કોઈ પુરુષ જીવ અને અજીવ વિષયક જ્ઞાન કરે ત્યારે તે જ્ઞાનનો પરિણામ તે જ્ઞાતા પુરુષમાં છે પરંતુ તે પુરુષનું જ્ઞાન તે જ્ઞાનના વિષયભૂત એવાં જીવ અને અજીવમાં નથી છતાં જ્ઞાતા પુરુષમાં રહેલું જ્ઞાન “જ્ઞાનના વિષયભૂત એવાં જીવ અને અજીવમાં છે” એ પ્રમાણે કહેવામાં આવે ત્યારે સ્વજાતિવિજાતિ અસદ્દભૂત વ્યવહારરૂપ ત્રીજો ભેદ પ્રાપ્ત થાય છે. અહીં જ્ઞાન કરનાર પુરુષમાં જ્ઞાન હોવા છતાં જ્ઞાનના વિષય સાથે જ્ઞાનનો વિષય-વિષય ભાવસંબંધ છે અર્થાત્ “જીવઅજીવ' એ જ્ઞાનનો વિષય છે અને
જીવઅજીવનું જ્ઞાન” એ વિષય છે તેથી જ્ઞાનના વિષયભૂત પદાર્થ સાથે જ્ઞાનનો વિષય-વિષયિ ભાવસંબંધ હોવાથી જ્ઞાતા એવાં પુરુષમાં સમવાય સંબંધથી રહેલું જ્ઞાન જીવઅજીવરૂપ વિષયમાં છે એમ ઉપચાર કરીને કહેવાય છે કે, “જીવઅજીવમાં જ્ઞાન રહેલું છે.” આ પ્રકારનો ઉપચાર હોવાથી અસભૂત વ્યવહાર કહેવાય છે. અને તે જ્ઞાનના વિષયભૂત જીવ અને અજીવ બે પદાર્થો છે, તેમાં જીવ એ જ્ઞાનનો સ્વજાતિ છે; કેમ કે જીવમાં જ્ઞાન રહે છે અને અજીવ એ જ્ઞાનનો વિજાતિ છે; કેમ કે અજીવમાં જ્ઞાન રહેતું નથી. તેથી