________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૭ | ગાથા-૧૨ થી ૧૫, ૧૬ થી ૧૮
૨૪૧
આ ત્રીજો ભેદ સ્વજાતિવિજાતિ અસદ્ભૂત વ્યવહાર કહેવાય છે. અને વ્યવહાર એટલે ‘જીવઅજીવ વિષયક જ્ઞાન છે’ એ પ્રકારનો વચનપ્રયોગ થાય છે તે.
અહીં શંકા થાય કે, સ્વજાતિ અંશમાં આ સદ્ભૂત વ્યવહાર કેમ ન બને ? તેનો ઉત્તર આપે છે કે, જેમ વિજાતિ અંશમાં વિષયતા સંબંધથી જ્ઞાન રહેલું છે તેમ સ્વજાતિ અંશમાં પણ વિષયતા સંબંધથી જ્ઞાન રહેલું છે તેથી સ્વજાતિ અને વિજાતિ બંને સ્થાનમાં ઉપચરિતનો જ અનુભવ છે માટે અસદ્ભૂત વ્યવહાર કહી શકાય, સદ્ભૂત વ્યવહાર કહી શકાય નહીં. II૭/૧૨થી ૧૫Ī]
અવતરણિકા :
છઠ્ઠી ઢાળની અંતિમ ગાથામાં કહેલ કે, દિગંબરની પ્રક્રિયા પ્રમાણે હવે અમે ત્રણ ઉપનયને કહીશું. ત્યારબાદ પ્રસ્તુત સાતમી ઢાળની પ્રથમ ચાર ગાથાથી સદ્ભૂત વ્યવહારરૂપ ઉપનયના પ્રથમ ભેદનું સ્વરૂપ દિગંબર મતાનુસાર બતાવ્યું. વળી, અસદ્ભૂત વ્યવહારરૂપ બીજા ઉપનયના નવ ભેદો ગાથા-પથી ૧૧ સુધી બતાવ્યા. ત્યારપછી ગાથા-૧૨થી ૧૫ સુધી બીજા ઉપનયના જ અન્ય રીતે ત્રણ ભેદો બતાવ્યા. હવે ઉપચરિત અસદ્ભૂત વ્યવહારરૂપ ત્રીજા ઉપનયના ત્રણ ભેદોનું સ્વરૂપ ગાથા-૧૬થી ૧૮ સુધી બતાવે છે –
ગાથા: -
ઉપચરિતાસદ્ભુત, કરિŪ ઉપચારો; જેહ એક ઉપચારથી રે. II૭/૧૬II
ગાથાર્થઃ
જેહ એક ઉપચારથી ઉપચારો કરે=બીજો ઉપચાર કરે, તે ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર છે. II૭/૧૬I
બોઃ
જેહ-એક ઉપચારથી બીજો ઉપચાર કરિઓ, તે-ઉપચરિતાસદ્દભૂત વ્યવહાર કહિઈં, II9/૧૬II
ઢબાર્થ ઃ
જે એક ઉપચારથી બીજો ઉપચાર કર્યો, તે ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર કહેવાય. II૭/૧૬।।
ગાથાઃ
તેહ સ્વજાતિ જાણો રે, હું પુત્રાદિક; પુત્રાદિક છઈં માહરા એ. II૭/૧૭ના