________________
દ્રવ્યગાપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૭ | ગાથા-૫ થી ૧૧
૨૩૫
મતિજ્ઞાન શરીર કેમ છે ? તેથી કહે છે –
શરીરજન્ય છે તે માટે. અહીં=મતિજ્ઞાન શરીર છે એ પ્રકારના કથનમાં, મતિજ્ઞાનરૂપ આત્મગુણના વિષયમાં શરીરરૂપ પુગદ્ગલપર્યાયનો ઉપચાર કરાયો છે. (૮).
પર્યાયમાં ગુણનો ઉપચાર :- જેમ પૂર્વનો પ્રયોગ જ=ગુણમાં પર્યાયના ઉપચાર માટે જે પ્રયોગ કરાયો તે પ્રયોગ જ, અન્યથા કરાય છે.
કઈ રીતે અન્યથા કરાય છે ? તે સ્પષ્ટ કરે છે –
શરીર તે મતિજ્ઞાનરૂપ ગુણ જ છે. અહીં=શરીર મતિજ્ઞાનરૂપ ગુણ જ છે" તેમ જે કહ્યું તેમાં, શરીરરૂપ પર્યાયના વિષયમાં મતિજ્ઞાનરૂપ ગુણનો આત્માના ગુણનો, ઉપચાર કરાય છે. (૯) I/૧૧ાા
ગાથા-પથી ૧૧ સુધી ઉપનયના દ્વિતીય ભેદ “અસભૂતવ્યવહાર અને દ્રવ્યાદિના નવવિધ ઉપચારનું નિરૂપણ ગ્રંથકારશ્રીએ કરેલ છે. તેથી ભાવાર્થમાં ગાથા-પથી ૧૧નો એકસાથે સમાવેશ કરેલ છે. ભાવાર્થ :
આત્મદ્રવ્ય અને આત્માથી પર એવું પુદ્ગલ દ્રવ્ય, તેની પરિણતિ ભળે અને તેને આશ્રયીને દ્રવ્યાદિકના નવ પ્રકારના ઉપચાર કહેવાય છે તે દિગંબર મતાનુસાર અસભૂત વ્યવહાર નામનો ઉપનયનો બીજો ભેદ છે અને તે નવ પ્રકારના ઉપચાર ક્રમસર બતાવે છે.
(૧) દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર :- જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય ક્ષીર-નીરની જેમ એકમેક થયેલા હોય ત્યારે જીવદ્રવ્યમાં પુદ્ગલદ્રવ્યનો ઉપચાર કરીને કહેવાય છે કે “આ પુદ્ગલ છે. તે દ્રવ્યમાં દ્રવ્યનો ઉપચાર છે.
(૨) ગુણમાં ગુણનો ઉપચાર - ભાવલેશ્યા એ જીવના અધ્યવસાયરૂપ છે તેથી રાગાદિવાળા અધ્યવસાયો જેમ અરૂપી છે તેમ કર્મબંધને અનુકૂળ એવી વેશ્યાની પરિણતિ પણ અરૂપી છે. તેથી અરૂપી વેશ્યાને કૃષ્ણનીલાદિ કહી શકાય નહીં આમ છતાં કૃષ્ણાદિ પુગલોના સાંનિધ્યથી જીવમાં તે તે પ્રકારના ક્લેશવાળા કે અશ્વેશવાળા અધ્યવસાયો થાય છે તે અધ્યવસાયો ભાવલેશ્યામાં તટ્સહવર્તી કારણ એવાં કૃષ્ણાદિ પુદ્ગલદ્રવ્યના કૃષ્ણાદિ ગુણનો ઉપચાર કરીને ભાવલેશ્યાને પણ કૃષ્ણાદિ લેશ્યા કહેવાય છે. તે આત્મગુણ આત્મગુણરૂપ ભાવલેગ્યામાં, પુદ્ગલગુણનોકપુદ્ગલના કૃષ્ણાદિ ગુણનો, ઉપચાર જાણવો.
(૩) પર્યાયમાં પર્યાયનો ઉપચાર - આત્મદ્રવ્યના બે પર્યાયો છે. (૧) સમાન જાતીય અને (૨) અસમાનજાતીય. શુદ્ધ આત્મામાં પ્રતિક્ષણ જે નવા નવા પર્યાયો થાય છે તે સમાનજાતીય પર્યાયો છે. વળી, કર્મ સાથે એકમેક થયેલા આત્મદ્રવ્યના હાથી, ઘોડા વગેરે જે પર્યાયો છે તે અસમાનજાતીય પર્યાયો છે. તે પર્યાયોને શાસ્ત્રમાં સ્કંધ કહેવાય છે અર્થાત્ હયસ્કંધ=અશ્વસ્કંધ, ગયસ્કંધ=ગજસ્કંધ, તે આત્માના અશ્વ, ગજ આદિ પર્યાયોમાં પુદ્ગલનો જે સ્કંધપર્યાય તેનો ઉપચાર કરીને કહેવાય છે. તે પર્યાયમાં પર્યાયનો ઉપચાર છે.