________________
૨૩૦
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૭| ગાથા-૧ થી ૪, ૫ થી ૧૧ કેવળજ્ઞાનનો ભેદ બતાવાય છે અને આત્માનું કેવળજ્ઞાન એ આત્માનો શુદ્ધ પર્યાય છે, માટે શુદ્ધ સભૂત વ્યવહાર છે.
(૨) અશુદ્ધ સદભૂત વ્યવહાર ઉપનય - જેમ, “આત્માના મતિજ્ઞાનાદિ ગુણો છે એમ કહેવામાં આવે ત્યારે મતિજ્ઞાનાદિ આત્મામાં જ રહેલા છે, પરંતુ આત્મા સાથે સંયુક્ત એવાં દેહમાં રહેનાર નથી માટે સભૂત છે.
આત્માનું મતિજ્ઞાન' એ પ્રકારે ભેદની વિરક્ષા કરી માટે વ્યવહાર છે અને આત્માનું મતિજ્ઞાન એ આત્માનો શુદ્ધ ગુણ નથી પરંતુ આત્માનો અશુદ્ધ ગુણ છે માટે અશુદ્ધ સદ્ભુત વ્યવહાર છે.
અહીં “મતિજ્ઞાનાદિમાં “આદિ પદથી શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન કે આત્મામાં વર્તતા રાગાદિ ભાવોનું ગ્રહણ છે.
વળી, સદ્દભૂત વ્યવહારનય ગુણ-ગુણીનો, પર્યાય-પર્યાયવંતનો, સ્વભાવ-સ્વભાવવંતનો અને કારકકારકીનો ભેદ કહે છે તેથી તે સર્વ સદ્ભૂત વ્યવહારમાં અંતર્ભાવ પામે અને તે ભેદ પણ શુદ્ધ અને અશુદ્ધ એમ બે ભેદથી પ્રાપ્ત થાય.
જેમ, “આત્માનું કેવળજ્ઞાન” કહેવાથી ગુણ-ગુણીનો ભેદ પ્રાપ્ત થયો, જે શુદ્ધ સદૂભૂત વ્યવહાર છે. અને “આત્માના મતિજ્ઞાનાદિ ગુણો' કહેવાથી ગુણ-ગુણીનો ભેદ પ્રાપ્ત થયો, તે અશુદ્ધ સભૂત વ્યવહાર છે.
વળી, આત્માના સિદ્ધત્વ પર્યાયને ગ્રહણ કરીને “આત્માનો સિદ્ધત્વ પર્યાય' કહેવાથી પર્યાય-પર્યાયવંતનો ભેદ પ્રાપ્ત થયો, જે શુદ્ધ સદ્ભુત વ્યવહાર છે અને સંસારવર્તી આત્માના રાગાદિ પર્યાયને ગ્રહણ કરીને આત્માના રાગાદિ પર્યાય' કહેવાથી પર્યાય-પર્યાયવંતનો ભેદ પ્રાપ્ત થયો, તે અશુદ્ધ સદ્દભૂત વ્યવહાર છે.
વળી, “આત્માનો અસંશ્લેષનો સ્વભાવ” કહેવાથી સ્વભાવ-સ્વભાવવંતનો ભેદ પ્રાપ્ત થયો, જે શુદ્ધ સભૂત વ્યવહાર છે અને “આત્માનો પરદ્રવ્ય સાથે સંશ્લેષનો સ્વભાવ” કહેવાથી સ્વભાવ-સ્વભાવવંતનો ભેદ પ્રાપ્ત થયો, તે અશુદ્ધ સદ્ભુત વ્યવહાર છે.
વળી, આત્માના છએ કારકોને શુદ્ધ સ્વભાવમાં પ્રવર્તતા ગ્રહણ કરીને કારકી એવાં “આત્માના છ કારકો છે' એમ કહેવાથી કારક-કારકીનો ભેદ પ્રાપ્ત થયો. જે શુદ્ધ સદ્ભુત વ્યવહાર છે અને આત્મા રાગાદિ ભાવોને કરે છે તેને આશ્રયીને કારકી એવાં “આત્માના છ કારકો છે” એમ કહેવાથી કારકકારકીનો ભેદ પ્રાપ્ત થયો તે અશુદ્ધ સદ્ભત વ્યવહાર છે. - ટબામાં “ઘટને આશ્રયીને ગુણ-ગુણીના, પર્યાય-પર્યાયવંતના, સ્વભાવ-સ્વભાવવંતના અને કારકકારકીના ભેદનું જે યોજન કરેલ છે, તે શુદ્ધ સદ્ભુત વ્યવહાર છે. Il૭/૧-૨-૩-જા
અવતરણિકા - હવે ઉપનયનો બીજો ભેદ ગાથા-પથી ૧૧ સુધી બતાવે છે –