________________
૨૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-ઉ| ગાથા-૧૫
અવતરણિકા -
હવે એવંભૂતનય બતાવે છે – ગાથા :
ક્રિયા પરિણત અર્થ માનઈ, સર્વ એવંભૂત રે;
નવઈ નયના ભેદ ઇણિ પરિ, અઠાવીસ પ્રભૂત રે. બહુo II/પા ગાથાર્થ -
એવંભૂત=એવંભૂતનય ક્રિયાપરિણત સર્વ અર્થ માને તે શબ્દથી વાચ્ય એવી ક્રિયાના કાળમાં તે અર્થ છે તેમ સ્વીકારે, ઈણી પરિ આ રીતે ટાળ પાંચમીની ગાથા-૭થી અત્યારસુધી વર્ણન કર્યું એ રીતે, નવનયના અઠ્ઠાવીસ પ્રભૂત ઘણા, ભેદો થાય.IIS/૧૫ll ટબો:
એવંભૂતના સર્વ અર્થ, ક્રિયાપરિણત-ક્રિયાવેલાઈ માનઈ, અશ્વદા ન માનઈ, જિમ રાજÚછત્ર ચામાદિકઈં શોભઈ, તૈ-રાજા, તિ પર્ષદામાંહિ બાંઠાં ચામર ઢલાઈ, તિવારઈ. સ્નાનાદિક વૈલાઈં-અર્થ વિના રાજા ન કહિઈં.
ઈમ નવ નાના અઠાવીસ-ભેદ પ્રભૂત કહતાં-ઘણા, થયા. II૬/૧૫ ટબાર્થ :
એવંભૂતનય સર્વ અર્થ=તે શબ્દોથી વાચ્ય સર્વ અર્થ, ક્રિયાપરિણત ક્રિયાળામાં, માને છે અર્થાત્ તે શબ્દથી વાચ્ય ક્રિયા તે કરતો હોય ત્યારે તે પદાર્થને તે શબ્દથી વાચ્ય માને છે. અન્યદા= તે ક્રિયા નહીં કરતો હોય ત્યારે, માનતો નથી તે શબ્દથી વાચ્ય તે વસ્તુને માનતો નથી.
જેમ, રાજા શબ્દથી છત્ર, ચામરાદિથી શોભતો હોય તે રાજા' તે પ્રકારની પરિણતિને આશ્રયીને પર્ષદામાં બેઠેલો હોય, ચામરાદિ વીંઝાતા હોય ત્યારે તેને રાજા કહે છે. સ્નાનાદિ વેળાએ રાજા શબ્દનો અર્થ પ્રાપ્ત થતો નહીં હોવાથી તેને રાજા કહેતો નથી.
આમ અત્યાર સુધી વર્ણન કર્યું એમ, નવ નયના અઠ્ઠાવીસ ભેદ પ્રાપ્ત થાય.
વળી, પ્રભૂત કહેતાં ઘણા થયા=હજી અવાંતર અધિક ભેદો ગ્રહણ કરવામાં આવે તો અધિક ભેદો થાય. lig/૧૫ ભાવાર્થ -
સમભિરૂઢનય ઘટન ક્રિયાને આશ્રયીને અને કુંભન ક્રિયાને આશ્રયીને પુરોવર્તી રહેલા એક જ ઘટને ઘટ અને કુંભ એમ અલગ શબ્દોથી વાચ્ય કરીને ભિન્ન માને છે. આમ છતાં તે ઘટ જો ઘટન ક્રિયા ન કરતો હોય કે ઘટન ક્રિયા કરતો હોય તોપણ તે ઘટને ઘટ શબ્દથી વાચ્ય સ્વીકારે છે.