________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૨ | ગાથા-૨
બતાવે છે અને તે સામાન્ય સ્વરૂપનું વિસ્તારથી વર્ણન ઢાળ-૯ના અંત સુધી કરે છે અને ઢાળ-૧૦ની પ્રથમ ગાથામાં તેનું સ્પષ્ટીકરણ કરે છે
ગાથાઃ
૨૯
ધરમ કહીજઇ ગુણ સહભાવી, ક્રમભાવી પર્યાયો રે; ભિન્ન-અભિન્ન ત્રિવિધ તિયલક્ષણ, એક પદારથ પાયો રે. જિન૦ ||૨/૨
ગાથાર્થઃ
સહભાવી ધર્મ=દ્રવ્યની સાથે રહેનારો એવો ધર્મ, ગુણ કહીએ. ક્રમભાવી=દ્રવ્યમાં ક્રમસર થનારો એવો ધર્મ, પર્યાય કહીએ. ભિન્ન અભિન્ન છે=દ્રવ્ય, ગુણ અને પર્યાય કોઈક અપેક્ષાએ ભિન્ન છે, કોઈક અપેક્ષાએ અભિન્ન છે. વળી, ત્રિવિધ છે=દરેક વસ્તુ દ્રવ્ય, ગુણ અને પર્યાયરૂપે ત્રિવિધ છે. વળી, કોઈ એક પદાર્થ ત્રણ લક્ષણવાળો છે=ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રણ લક્ષણવાળો છે. તેથી કોઈ એક પદાર્થ ભિન્ન-અભિન્ન, ત્રિવિધ અને ત્રણ લક્ષણવાળો પ્રાપ્ત થાય છે. II૨/૨/
ટો :
ટબાર્થ:
સહભાવી કહતાં—યાવદ્રવ્યભાવી જે ધર્મ, તે ગુણ કહિઈં. જિમ-જીવનો ઉપયોગ ગુણ, પુદ્ગલો ગ્રહણ ગુણ, ધર્માસ્તિકાયો ગતિહેતુત્વ, અધર્માસ્તિકાયનો સ્થિતિહેતુત્વ, આકાશનો અવગાહનાહેતુત્વ, કાલનો વર્તનાહેતુત્વ ક્રમભાવી કહતાં-(અ)યાવન્દ્વવ્યભાવી, તે પર્યાય કહિ. જિમ જીવનઈં નર-નારકાદિક, પુદ્ગલનઈં રૂપ-રસાદિકપરાવૃત્તિ, ઈમ દ્રવ્વાદિક ૩, ભિન્ન છઈ-લક્ષણથી, અભિન્ન છઈ-પ્રદેશના અવિભાગાથી, ત્રિવિધ છઈ, નવવિધ ઉપચાર; એક એકમાં ૩ ભેદ આવઈ, તેહથી. તથા ત્રિલક્ષણ-ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ છઈં. એહવો એક પદાર્થ જૈન પ્રમાણઈં પામ્યો. એ દ્વાર રૂપ પદ જાણવાં. I/૨///
e
ગુણનું લક્ષણ કહે છે
સહભાવી કહેતાં યાવદ્રવ્યભાવી જે ધર્મ=તે પદાર્થમાં રહેલ યાવદ્રવ્યભાવી એવો જે ધર્મ, તે ગુણ કહેવાય. જેમ જીવનો ઉપયોગગુણ જીવમાં સદા રહે છે, પુદ્ગલનો ગ્રહણગુણ=બીજાથી ગ્રહણ થવાનો ગુણ, પુદ્ગલમાં સદા રહે છે, ધર્માસ્તિકાયનો ગતિહેતુત્વ ગુણ ધર્માસ્તિકાયમાં સદા રહે છે, અધર્માસ્તિકાયનો સ્થિતિહેતુત્વ ગુણ અધર્માસ્તિકાયમાં સદા રહે છે, આકાશનો અવગાહનાહેતુત્વ