________________
૮૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૩ | ગાથા-૩
અવતરણિકા :
વલી અભેદ ન માનઈ તેહનઈ બાધક કહઈ છઈ –
અવતરણિકાર્ય :
વળી, અભેદ ન માને તેને બાધક કહે છે –
ભાવાર્થ -
ગાથા-૧માં દ્રવ્ય, ગુણ અને પર્યાયનો અભેદ કઈ રીતે છે તે બતાવ્યું. ત્યાર પછી ગાથા-રમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનો અભેદ સ્વીકારવાની યુક્તિ બતાવી. તેથી પણ નક્કી થયું કે, દ્રવ્ય, ગુણ અને પર્યાયનો પરસ્પર અભેદ સંબંધ છે. હવે દ્રવ્ય, ગુણ અને પર્યાયનો અભેદ ન સ્વીકારીએ તો પોતાને દેખાતો અનુભવ તેનો બાધક છે તે બતાવે છે.
ગાથા :
સ્વર્ણ કુંડલાદિક હુઉં જી', “ઘટ રક્તાદિક ભાવ;'
એ વ્યવહાર ન સંભવઇ જી, જો ન અભેદ સ્વભાવ રે. ભવિકા ||૩/૩ ગાથાર્થ :
સુવર્ણ કુંડલાદિક થાય છે. ઘટશ્યામ ઘટ, રક્તાદિ ભાવે થાય છે. એ વ્યવહાર, જો અભેદ સ્વભાવ ન હોય તો, સંભવે નહીં. ll૩/ બો -
સનું સ્નેહ જ કુંડલ થયું; ઘોં પહિલાં શ્યામ હુર્તા, તેહ જ રાત વર્ણઈ થય”. એહર્વા સર્વલોકાનુભવસિદ્ધ વ્યવહાર ન ઘટઈ, જે અભેદસ્વભાવ દ્રવ્યાદિક-૩ નઈ ન હુઈ ત. Il૩/૩ ટબાર્થ :
સોનું તે જ કુંડલ થયું કોઈક અવસ્થામાં રહેલું સોનું જ ઘડવાની પ્રક્રિયાથી કુંડલ થયું. પહેલાં શ્યામ હતો તેવો ઘડો તે જ રાતો થયો, એવો સર્વલોકને અનુભવસિદ્ધ વ્યવહાર ઘટે નહીં. જો દ્રવ્યાદિક ત્રણનોદ્રવ્ય, ગુણ, પર્યાયતો, અભેદ સ્વભાવ ન હોય તો. ૩/૩ ભાવાર્થ :
પિંડાદિ અવસ્થામાં રહેલું સોનું ઘડવાની પ્રક્રિયાથી કુંડલરૂપે થાય છે તે સુવર્ણરૂપ દ્રવ્યમાં પિંડાદિ પર્યાયનો નાશ થઈને કુંડલ પર્યાય ઉત્પન્ન થાય છે. હવે જો સોનારૂપ દ્રવ્ય અને કુંડલરૂપ પર્યાય – તે બેનો અભેદ સ્વભાવ છે=એકત્વભાવ છે, તેમ ન સ્વીકારીએ તો “સોનું કુંડલ થયું” એ પ્રકારનો વ્યવહાર થાય