________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૫ | ગાથા-૧૪-૧૫
૧૯૩
ગ્રંથકારશ્રી કહે છે કે એમ ન કહેવું અર્થાત્ અશુદ્ધ દ્રવ્યાર્થિકના વચનને નયવચન ન કહી શકાય એમ ન કહેવું; કેમ કે મુખ્ય-ગૌણભાવથી જ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય વસ્તુને ત્રિલક્ષણરૂપે સ્વીકારે છે અર્થાત્ મુખ્યભાવથી તો તે દ્રવ્યને જ સ્વીકારે છે અને ગૌણભાવથી તે ઉત્પાદવ્યયને સ્વીકારે છે માટે નયવચન છે અને ઉત્પાદવ્યય-ધ્રૌવ્ય એ ત્રણેને જે મુખ્યરૂપે સ્વીકારે તેને પ્રમાણવચન કહેવાય. માટે ઉત્પાદ-વ્યયને ગાણ સ્વીકારનાર અને ધ્રૌવ્યને મુખ્ય સ્વીકારનાર એવાં અશુદ્ધ દ્રવ્યાર્થિકનયવચનને પ્રમાણવચન કહેવાની આપત્તિ આવે નહીં.
આપત્તિ કેમ આવે નહીં ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
મુખ્યપણાથી સ્વસ્વઅર્થના ગ્રહણમાં દરેક નય પોતપોતાના અર્થના ગ્રહણમાં, નયોનો સપ્તભંગીમુખથી જ વ્યાપાર છે. આશય એ છે કે દરેક નયો પોતાના વિષય મુખ્ય કરીને ‘સ્વરૂપથી અસ્તિ” અને “પરરૂપથી નાસ્તિને આશ્રયીને સપ્તભંગી કરે છે અને તેમ સ્વીકારીને સપ્તભંગીથી પોતાના વિષયનો પૂર્ણ બોધ કરાવે છે તેથી જે નયો મુખ્યરૂપે પોતાનો વિષય ગ્રહણ કરતાં હોય અને ગૌણરૂપે અન્ય નયોનો વિષય સ્વીકારે એટલા માત્રથી તે નયનાં વચનોને પ્રમાણરૂપે સ્વીકારવાની આપત્તિ આવે નહીં. પ/૧૪ અવતરાણિકા :
દ્રવ્યાર્થિકનયનો છઠ્ઠો ભેદ બતાવે છે – ગાથા :
ગહત ભેદની કલ્પના, છઠો તેહ અશુદ્ધો રે;
જિમ-આતમના બોલિઈ, જ્ઞાનાદિક ગુણ શુદ્ધો રે. ગ્યાન /પ/૧પણા ગાથાર્થ :- ભેદની કલ્પનાને ગ્રહણ કરતો તે દ્વવ્યાર્થિકનય, છઠ્ઠો અશુદ્ધ દ્રવ્યાથિકનાય છે. જેમ આત્માના શુદ્ધ જ્ઞાનાદિક ગુણ બોલે છે. પ/૧૫ll ટબો:
ભેદની કલ્પના ગ્રહર્તા છઠ – અશુદ્ધ દ્રવ્યાર્થિક જાણજ્વ. જિમ જ્ઞાનાદિક શુદ્ધ ગુણ આત્માના બલિઈ. ઈહાં-ષષ્ઠી વિભક્તિ ભેદ કહિઈ છઈ. “મિક્ષોઃ પાત્રમ” તિ વ. અનઈ-ભેદ ત ગુણગુણિનઈ કઈ નહીં. “ ના સાપેક્ષોડશુદ્ધ વ્યથા” પs: પિ/૧૫ll
ટબાર્થ :
ભેદની કલ્પનાને ગ્રહણ કરતો છઠ્ઠો અશુદ્ધ દ્રવ્યાર્થિકાય જાણવો. જેમ, જ્ઞાનાદિક શુદ્ધ ગુણો આત્માતા છે' તેમ બોલે છે. અહીં=આત્માના જ્ઞાનાદિક શુદ્ધ ગુણો છે' એ કથનમાં, છઠ્ઠી વિભક્તિ