________________
૨૦૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧] ઢાળ-| ગાથા-૪ આવ્ય, પણિ ધ્રુવતા-તે ગૌણ કરી દેખાડીશું નહીં. છતિ કહતાં-સતા તે ગ્રહત નિત્ય અશુદ્ધપર્યાયાર્થિક કહિઈ, જિમ-એક સમય મળે પર્યાય ત્રિતયરૂપઈં-ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય લક્ષણઈ રૂદ્ધે , એહવું બોલિઈ. પર્યાયનું શુદ્ધ રૂપ તે જે સત્તા ન દેખાવવી. ઈહાં સતા દેખાવી, તે માર્ટિ-અશુદ્ધ ભેદ થ. II:/૪ ટબાર્થ -
જેમ એક સમયમાં પર્યાય વિનાશી છે એમ કહે છે–ત્રીજો પર્યાયાર્થિકનયનો ભેદ કહે છે. અહીંeત્રીજા પર્યાયાર્થિકનયના કથનમાં, નાશ કહેવાથી ઉત્પાદ આવ્યો; (કેમ કે પદાર્થ કોઈક રીતે નાશ પામીને કોઈક રીતે ઉત્પન્ન થાય છે તેથી નાશ કહેવાથી ઉત્પાદ આવ્યો.) પણ ધ્રુવતા તે ગૌણ કરી, (માટે) દેખાડી નહીં અર્થાત્ નાશ કહેવાથી જેમ ઉત્પાદ આવ્યો તેમ ધ્રુવતા પણ પ્રાપ્ત થાય છતાં ત્રીજા પર્યાયાર્થિકતયે તે ધ્રુવતાને ગૌણ કરીને દેખાડી નહીં.
ગાથાની પ્રથમ પંક્તિના બીજા પાદથી ચોથો પર્યાયાર્થિકનયનો ભેદ બતાવે છે –
છતિ કહેવાથી સત્તા, તેને ગ્રહણ કરતો નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકતય કહેવાય છે=પર્યાયાર્થિકોયતો ચોથો ભેદ કહેવાય છે. જેમ એક સમયમાં પર્યાય ત્રિતયરૂપેaઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય લક્ષણ ત્રિત રૂપે, રુદ્ધ છે=આ ત્રણ લક્ષણથી અવરુદ્ધ છે, એવું બોલે છે=એવું નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકતય બોલે છે.
આ નય અશુદ્ધ કેમ છે ? તેથી કહે છે –
પર્યાયનું શુદ્ધ રૂપ તે છે કે જે સત્તાને દેખાડે નહીં, અહીં ચોથા ભેદમાં, સતા દેખાડી, તે માટે અશુદ્ધ ભેદ થયો. Als/૪ ભાવાર્થ :
પૂર્વગાથામાં અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નામનો ત્રીજો ભેદ બતાવેલ તેમાં દૃષ્ટાંત બતાવે છે –
જેમ એક સમયમાં દરેક પદાર્થનો નાશ થાય છે એ પ્રકારે જોનારી નયની દૃષ્ટિ સત્તાને ગૌણ કરીને, ઉત્પાદવ્યયને બતાવે છે અને પ્રતિક્ષણ નાશને સ્વીકારે છે, તેથી તે અનિત્ય છે. વળી, સત્તાને ગૌણ કરી છે માટે કહેતો નથી તેથી તે શુદ્ધ પર્યાયાર્થિકનય છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે, પર્યાયાર્થિકનયના પ્રથમ ભેદમાં મેરુપર્વતના પ્રતિક્ષણ પરિવર્તન થતા પર્યાયને ગૌણ કરીને અનાદિ નિત્ય કહેલ. વળી, સત્તાને સ્વીકારેલ નહીં, તેથી શુદ્ધ પર્યાયાર્થિકનય બનેલ અને શુદ્ધ પર્યાયાર્થિકનય હોવા છતાં સદશ પર્યાયને સામે રાખીને મેરુપર્વતને અનાદિ નિત્ય કહેલ.
વળી, પર્યાયાર્થિકનયના બીજા ભેદે પણ સિદ્ધના આત્મામાં વર્તતા પ્રતિક્ષણ સિદ્ધપર્યાયને ગ્રહણ કરીને સાદિ નિત્ય કહેલ પરંતુ સિદ્ધના આત્મામાં વર્તતી સત્તાને ગ્રહણ કરેલ નહીં તેથી તે પણ શુદ્ધ પર્યાયાર્થિકનય બનેલ અને સિદ્ધનો પર્યાય પ્રતિક્ષણ નાશવંત હોવા છતાં તે સિદ્ધનો પર્યાય પ્રતિક્ષણ સદશ હોય છે તેથી તેને સાદિ નિત્ય કહેલ.