________________
૨૧૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ−9
ગાથા-૯-૧૦, ૧૧
મતાનુસાર રાંધવાની ક્રિયા દરમિયાન ‘ચોખા કંઈક પક્વ છે’ અર્થાત્ ‘કંઈક રંધાઈ ગયેલા છે’ અને ‘ચોખા કંઈક પકાવાય છે' અર્થાત્ ‘કંઈક રંધાય છે' એ પ્રયોગ થઈ શકે નહીં.
આશય એ છે કે, રાંધનાર વ્યક્તિને કોઈ પૂછે કે ‘ચોખા ગંધાય છે ?’ કે ‘ચોખા સર્વથા રાંધવાના બાકી છે ?’ અને ‘ચોખા રાંધવાની ક્રિયાનો પ્રારંભ જ થયો છે?' કે ‘ચોખા રંધાવાની તૈયારી છે ?' ત્યારે તે વ્યક્તિ કહે છે કે ‘ચોખા કંઈક રંધાઈ ગયા છે અને ચોખા કંઈક રંધાય છે.' આ પ્રકારનો જે પ્રયોગ થાય છે, તે નૈયાયિક મતે થઈ શકે નહીં; કેમ કે રાંધવાની ચરમ ક્રિયાનો ધ્વંસ થાય ત્યારે જ ‘ચોખા રંધાયેલા છે' એમ કહી શકાય, પરંતુ અર્ધરંધાયેલી અવસ્થામાં ‘કંઈક રંધાયેલા છે' એ પ્રકારનો ભૂતકાળનો પ્રયોગ થઈ શકે નહીં.
આ રીતે ‘કંઈક સિદ્ધ અને કંઈક અસિદ્ધ'માં વર્તમાનના આરોપરૂપ નૈગમનો ભેદ જ સુંદર જાણવો; કેમ કે નૈગમનયના ત્રીજા ભેદની મર્યાદાથી ‘ચોખા રંધાય છે' તેમ કહ્યા પછી કોઈક પૂછે કે ‘કેટલા રંધાયા છે ?’ ત્યારે રાંધનાર પુરુષ ‘કંઈક રંધાયેલા છે અને કંઈક રંધાનાર છે' તેમ કહે છે તે સંગત થાય છે. II૬/૯-૧૦ના
અવતરણિકા :
ગાથા-૭થી ૧૦ સુધી દિગંબર મતાનુસાર નૈગમનયના ત્રણ ભેદો બતાવ્યા પછી હવે સંગ્રહનયના બે ભેદો બતાવે છે .
=
ગાથા
સંગ્રહğ નય સંગ્રહો તે, દ્વિવિધ-ઓઘ વિસેસ રે; ‘દ્રવ્ય સબ અવિરોધિયાં’, જિમ, તથા ‘જીવ અસેસ રે.’
બહુ॰ II૬/૧૧/
ગાથાર્થઃ
(જે) સંગ્રહે=સંગ્રહ કરે, તે સંગ્રહો નય=સંગ્રહનય છે. બે પ્રકારનો=ઓઘ અને વિશેષ એમ બે પ્રકારનો, સંગ્રહનય છે. જેમ, દ્રવ્ય સબ અવિરોધિયાં=બધાં દ્રવ્યો અવિરોઘી છે, (જે ઓઘસંગ્રહનય છે.) તથા=અને, જીવ અશેષ છે=બધા જીવો અવિરોઘી છે. (જે વિશેષ સંગ્રહનય d.) 119/9911
ઢબો ઃ
જે સંગ્રહઈં તે સંગ્રહનય કહિઈં. તેહના-૨ ભેદ, ઓઘ-વિશેષથી. ઓઘ કહિ་સામાન્ય. એતલઈં-એક સામાન્ય સંગ્રહ, એક વિશેષ સંગ્રહ-એવં ૨ ભેદ જાણવા. ‘દ્રાપ્તિ સર્વાણિ વિરોથીનિ” એ પ્રથમ ભેદનું ઉદાહરણ, તથા “નીવાઃ સર્વેઽવિરોધીનઃ” એ દ્વિતીય ભેદનું ઉદાહરણ. II૬/૧૧||