________________
૨૧૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૬ / ગાથા-૧૨ અજીવરૂપ છે-એમ પહેલો વ્યવહારનય કહે છે. જે જીવ છે તે ભવિયા=ભવવાળા=સંસારી, અને સિદ્ધ છે, એમ બીજો ભેદ કહે છે. IIS/૧૨
ટો
:
સંગ્રહનાનો જે વિષય-તેહના ભેદનો દેખાડણહાર-સ્તે વ્યવહારનય કહિછે. તે તિમજસંગ્રહનાની પરિ, દ્વિવિધ કહિઇં. એક સામાન્ય-સંગ્રહ-ભેદક વ્યવહાર ૧, એકવિશેષ-સંગ્રહ-ભેદક વ્યવહાર ૨ એવું ૨. ભેદ જાણવા. “દ્રવ્ય નવાનવ” એ સામાવ્યસંગ્રહ-ભેદક વ્યવહાર. “નીવાઃ સંસારિક સિદ્ધાશ્ચ” એ વિશેષ-સંગ્રહ-ભેદક વ્યવહાર ઈમ-ઉત્તરોત્તર વિવક્ષાર્થં સામાન્ય-વિશેષપણું ભાવવું. Is/૧ચા બાર્થ -
સંગ્રહાયતો જે વિષય છે તેના ભેદને દેખાડનાર, તે વ્યવહારનય કહેવાય છે. તે=વ્યવહારનય, તેમ જ=સંગ્રહાયની જેમ જ, બે પ્રકારનો કહેવાય છે. એક સામાવ્યસંગ્રહનો ભેદક વ્યવહાર, એક વિશેષસંગ્રહનો ભેદક વ્યવહાર એમ બે ભેદ જાણવા=વ્યવહારનયના બે ભેદ જાણવા.
વ્યવહારનયના ઉપયોગથી કેવા પદાર્થનો બોધ થાય છે ? તે સ્પષ્ટ કરે છે –
'દ્રવ્ય જીવ-અજીવરૂપ છે' એ પ્રમાણે કહેનાર, એ સામાન્યસંગ્રહનો ભેદક વ્યવહારનય છે. “જીવો સંસારી અને સિદ્ધ છે' એ પ્રમાણે કહેનાર, એ વિશેષસંગ્રહનો ભેદક વ્યવહારનય છે. એ રીતે ઉત્તર ઉત્તરની વિનસાથી સામાવ્યવિશેષપણું ભાવવું જીવતા સંસારી અને સિદ્ધ, એમ બે ભેદો બતાવ્યા પછી તે ભેદમાં સંસારી જીવોને ગ્રહણ કરીને સંસારી જીવો ત્રસ અને સ્થાવરરૂપ છે' એમ કહેવામાં આવે છે ત્યારે જે “જીવો સંસારી અને સિદ્ધ છે. તે ભેદતા ઉત્તરની અપેક્ષાએ સામાન્ય વિશેષરૂપ છે અર્થાત્ સંસારી જીવો સામાન્યરૂપ છે અને તેના ત્રસ અને સ્થાવર' તે વિશેષ છે. માટે સંગ્રહાયને અભિમત એવું સંસારી જીવોરૂપ જે સામાન્ય તેનું ભેદક “ટસ અને સ્થાવરરૂપ વ્યવહારનય છે અને તે ભેદ કર્યા પછી વળી, ત્રસકે સામાન્યગ્રહણ કરીને પણ સામાન્ય વિશેષપણે ગ્રહણ કરવું. lig/૧૨ાા ભાવાર્થ :
સંગ્રહનય જે વિષયોને દેખાડે છે તે વિષયોનો વિભાગ કરવાથી વ્યવહાર પ્રવર્તે છે; કેમ કે “સર્વદ્રવ્યો છે તે સમાન છે' એમ કહેવાથી કોઈ વ્યવહાર થઈ શકે નહીં. તેથી વ્યવહારનય “આ દ્રવ્યો અજીવરૂપ છે, આ દ્રવ્યો જીવરૂપ છે' એમ વિભાગ કરે છે. વળી, જીવરૂપે વિભાગ કર્યા પછી અવાંતર ભેદોનો વ્યવહાર કરવા અર્થે વ્યવહારનય જીવના પણ ત્રસ, સ્થાવર ઇત્યાદિ રૂપે ભેદો પાડે છે જેને આશ્રયીને હિંસા, અહિંસાનો વ્યવહાર પ્રવર્તે છે.
વળી, અજીવદ્રવ્યોમાં પણ ધર્માસ્તિકાયાદિ અને પુદ્ગલરૂપે વિભાગ કરીને વ્યવહાર પ્રવર્તે છે અને પુદ્ગલદ્રવ્યમાં પણ “આ ઘટ છે', “આ પટ છે' એમ કહીને પોતાને ઉપયોગી એવાં ઘટાદિને ગ્રહણ કરવાનો