________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૬ | ગાથા-૧૨-૧૩
વ્યવહાર પ્રવર્તે છે અને પોતાને અનુપયોગી એવાં પટાદિના ત્યાગનો વ્યવહાર પ્રવર્તે છે.
વળી, આ વ્યવહારનયના બે ભેદ છે. (૧) સામાન્ય સંગ્રહનયે જે સર્વ દ્રવ્યોનો દ્રવ્યરૂપે સંગ્રહ કરેલો તેના ભેદ ક૨ીને વ્યવહારનય બોધ કરાવે છે કે જે દ્રવ્ય છે તે જીવ અને અજીવ એમ બે ભેદવાળા છે અને આ પ્રકારના બોધને કારણે અજીવદ્રવ્યથી આત્મા જીવરૂપે પૃથક્ છે તેવો નિર્ણય થાય તો તેના હિતને અનુકૂળ સર્વત્ર ઉચિત વ્યવહા૨ની સંગતિ થઈ શકે.
(૨) વળી, વ્યવહારનયનો બીજો ભેદ, વિશેષસંગ્રહનયે જે સર્વજીવોનો જીવરૂપે સંગ્રહ કરેલો તેના ભેદ કરીને વ્યવહારનય બોધ કરાવે છે કે, જે જીવ છે તે સંસારી અને સિદ્ધ એમ બે ભેદવાળા છે અને આ પ્રકારના બોધને કારણે સંસારી જીવોની અવસ્થાનો અને સિદ્ધના જીવોની અવસ્થાનો બોધ કરાવવા માટે સમર્થ બને છે જેના કા૨ણે જીવની સંસારી અવસ્થા અસુંદર છે અને સિદ્ધ અવસ્થા સુંદર છે એવો બોધ થાય છે. જેથી તત્ત્વને જાણવાના અર્થી પુરુષો સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરે છે.
વળી, સંસારી જીવોને ગ્રહણ કરીને તેના અવાંતર ભેદોનો બોધ કરાવવા અર્થે જ્યારે વ્યવહારનય પ્રવર્તે છે ત્યારે સંસારી જીવોને સંગ્રહનયે જે સંસારીરૂપે સંગ્રહ કર્યો તેનો જ ત્રસ-સ્થાવરરૂપે વ્યવહારનય વિભાગ કરે છે અને આવો જીવોનો વિભાગ વ્યવહારનય કરે ત્યારે સંસારી જીવોના ત્રસસ્થાવરઆદિ ભેદને કહેનારા વ્યવહારનયની અપેક્ષાએ જીવના સંસારી અને મુક્તરૂપ ભેદને કહેનારો વ્યવહારનય સામાન્ય વ્યવહારનય બનશે અને સંસારી જીવના ત્રસસ્થાવરઆદિ ભેદને કહેનારો વ્યવહારનય વિશેષને કહેનારો વ્યવહારનય બનશે.
એ રીતે સામાન્યવિશેષરૂપે વ્યવહારનયના અનેક ભેદો પ્રાપ્ત થશે. II૬/૧૨/
અવતરણિકા :
હવે ઋજુસૂત્રનયના
ગાથા:
ભેદો બતાવે છે
.
૧૯
-
વર્તતો ઋજુસૂત્ર ભાસŪ, અર્થ નિજ અનુકૂલ રે;
ણિક પર્યય કહŪ–સૂષિમ, મનુષ્યાદિક-થૂલ રે. બહુ॰ II૬/૧૩
ગાથાર્થઃ
નિજ અનુકૂલ એવો વર્તતો અર્થ=પોતાને ઉપયોગી એવો વર્તમાનમાં વર્તતો અર્થ,
ઋજુસૂત્ર કહે છે. સૂક્ષ્મ ઋજુસૂત્ર ક્ષણિક પર્યાય કહે છે. સ્થૂલ ઋજુસૂત્ર મનુષ્યાદિક પર્યાય કહે
છે. II૬/૧૩II
ટો ઃ
ઋજુસૂત્રનય-વર્તો અર્થ ભાષઈં, પણિ અતીત, અનાગત-અર્થ ન માન, વર્તમાન પણિ-નિજ અનુકૂલ-આપણા કામનો અર્થ માનઈં, પણિ-પરકીય ન માનઈં. તે ઋજુસૂત્ર