________________
૨૦૯
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ ઢાળ-૧| ગાથા-૬-૭ ટબો:
કપાધિસાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક – એ છઠ્ઠ ભેદ. જિમ-“સંસારવાસી જીવનઈં જનમ, મરણ-વ્યાધિ કઈ”-ઈમ કહિછે. ઈહાં-જન્માદિક પર્યાય જીવના કર્મસંયોગજનિત અશુદ્ધ થઈ, તે કહિયા. તે જન્માદિક પર્યાય છઈ, -તેહના નાશન અર્થઈં મોક્ષાર્થઈ જીવ પ્રવર્તઈં છS. IIક/કા
ટબાર્થ :
કર્મઉપાધિસાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકાય એ છઠ્ઠો ભેદ છે=પર્યાયાધિકનયનો છઠ્ઠો ભેદ છે. જેમ, “સંસારવાસી જીવતે જન્મમરણવ્યાધિ છે' એમ કહે છે. અહીં આ નયના કથનમાં, જન્માદિક પર્યાય જીવતા કર્મસંયોગજનિત છે માટે અશુદ્ધ છે. તેને આ નય કહે છે. તે જન્માદિક પર્યાય છે તો તેના નાશ માટે મોક્ષાર્થી જીવ પ્રવર્તે છે. iis/s.
ભાવાર્થ :
પર્યાયાર્થિકનયનો છઠ્ઠો ભેદ કર્મની ઉપાધિની અપેક્ષાએ વર્તતા જીવના અનિત્ય અને અશુદ્ધ પર્યાયને બતાવે છે. જેમ, આ નય “સંસારી જીવને જન્મ મરણ વ્યાધિ છે' એમ કહે છે, તે જન્મમરણ કર્મથી થયેલ જીવનો અશુદ્ધ પર્યાય છે અને તે પર્યાય જીવમાં ઉત્પન્ન થાય છે અને તેનો નાશ થાય છે અને મોક્ષ અર્થે યત્ન કરવામાં આવે તો તે અશુદ્ધ પર્યાય સદા માટે નાશ પામે છે તેથી આત્માનો તે અનિત્ય પર્યાય અશુદ્ધ છે.
વળી, આ પર્યાયને આ નય વ્યાધિરૂપે કહે છે તેથી એ ફલિત થાય કે, જીવનો આ પર્યાય જીવની વિકૃતિરૂપ છે અને આથી જ જેમ સંસારી જીવો વ્યાધિને કાઢવા માટે ઔષધાદિમાં યત્ન કરે છે તેમ યોગીઓ જન્મમરણરૂપ વ્યાધિનો નાશ કરવા અર્થે યોગમાર્ગમાં પ્રવર્તે છે. Iકા
અવતરણિકા :
પાંચમી ઢાળની ગાથા-૮માં કહેલ કે, દિગંબરો નવ નય અને ત્રણ ઉપાય સ્વીકારે છે. ત્યાર પછી તે નવ વયમાંથી પહેલા દ્રવ્યાર્થિકનયના દસ ભેદો પાંચમી ઢાળમાં દિગંબર મતાનુસારે બતાવ્યા અને છઠ્ઠી ઢાળમાં અત્યારસુધી બીજા પર્યાયાધિકતના છ ભેદો દિગંબર મતાનુસારે બતાવ્યા. હવે નવ તમાંથી ત્રીજા વૈગમનયના ત્રણ ભેદો ક્રમસર બતાવે છે –
ગાથા -
બહુ-માન-ગ્રાહી કહિઓ નૈગમ, ભેદ તસ છઈ તીન રે; વર્તમાનારોપ કરવા, ભૂત અર્થઈ લીન રે. બહુo II/છા