________________
દ્રવ્યગણાપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૬ | ગાથા-૪-૫
૨૦૭
વળી, પર્યાયાર્થિકનયનો ત્રીજો ભેદ, “પર્યાય પ્રતિક્ષણ નાશ પામે છે એમ કહીને પર્યાયના ઉત્પાદ અને વ્યય સ્વીકારે છે અને ઉત્પાદત્રયના આધારભૂત એવી દ્રવ્યની સત્તાને ગૌણ કરે છે તેથી શુદ્ધ છે; કેમ કે દ્રવ્યાર્થિકનયના વિષયભૂત સત્તાનો સાક્ષાત્ ઉલ્લેખ કરતો નથી અને પ્રતિક્ષણ ઉત્પાદવ્યય સ્વીકારે છે તેથી અનિત્ય છે.
હવે પર્યાયાર્થિકનયનો ચોથો ભેદ શું કહે છે તે બતાવે છે –
પર્યાયાર્થિકનયનો ચોથો ભેદ નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકનય છે અને તે પદાર્થમાં રહેલી સત્તાને ગ્રહણ કરે છે તેથી કહે છે કે, એક સમયમાં પર્યાય ત્રિતયરૂપે અવરુદ્ધ છે અર્થાત્ પદાર્થમાં વર્તતો કોઈપણ પર્યાય ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય અવરુદ્ધ છે તેથી એ ફલિત થાય કે, જીવ આદિ કોઈક દ્રવ્યને ગ્રહણ કરીને વિચારીએ તો, જીવમાં વર્તતો વર્તમાન ક્ષણનો મનુષ્ય પર્યાય ઉત્પાદ, વ્યય અને ધ્રોવ્યથી અવરુદ્ધ છે; કેમ કે તે સમયમાં પૂર્વનો પર્યાય વ્યય થાય છે, નવો પર્યાય ઉત્પન્ન થાય છે અને તે મનુષ્યનો આત્મા ધ્રુવ છે તેથી તેમાં ધ્રુવપણું છે તેથી મનુષ્યનો વર્તમાન ક્ષણનો મનુષ્યપર્યાય ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યથી અવરુદ્ધ છે.
અહીં પ્રશ્ન થાય કે ચોથા ભેદને નિત્ય કેમ કહ્યો ? તેનું કારણ એ છે કે, આ નય એક સમયમાં પણ જે ધ્રૌવ્ય સ્વીકારે છે, તે નિત્યતાને બતાવે છે અને આ ભેદને અશુદ્ધ પર્યાયાર્થિકનય કેમ કહ્યો? તેથી કહે છે –
આ પર્યાયાર્થિકનયના ચોથો ભેદ ઉત્પાદ-વ્યયથી અવરુદ્ધ એવી સત્તાને દેખાડી અને સત્તા પર્યાયાર્થિકનયનો વિષય નથી તેથી દ્રવ્યાર્થિકનયના વિષયભૂત સત્તાનો ઉલ્લેખ હોવાથી અશુદ્ધ છે અને સત્તાને પર્યાયાર્થિકનય સાક્ષાત્ સ્વીકારતો નથી પરંતુ ગણરૂપે સ્વીકારે છે તેથી પ્રમાણવાક્ય નથી પરંતુ પર્યાયાર્થિકનય છે, ફક્ત સત્તાને ગૌણ સ્વીકારવા છતાં સત્તાનો ઉલ્લેખ કરે છે માટે અશુદ્ધ છે. l/૪l
અવતરણિકા :
હવે પર્યાયાર્થિકનયનો પાંચમો ભેદ બતાવે છે – ગાથા :
પર્યાયઅરથો નિત્ય શુદ્ધો, રહિત કપાધિ રે; જિમ-સિદ્ધના પર્યાય સરિખા, ભવ-જંતુના નિરુપાધિ રે.
બહુo lig/પા ગાથાર્થ :
કપાધિરહિત નિત્ય શુદ્ધ પર્યાયાર્થિકાય છે. જેમ સિદ્ધના પર્યાય સરખા સંસારી જીવોના નિરુપાધિ પર્યાયને કહે છે કર્મઉપાધિ રહિત એવાં શુદ્ધ પર્યાયને કહે છે. II૬/પા.