________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૬ | ગાથા-૫-૬
કર્મોપાધિરહિત નિત્ય શુદ્ધપર્યાયાર્થિક – પાંચો ભેદ. જિમ ભવજંતુના-સંસારી જીવના પર્યાય સિદ્ધ જીવના સરખા કહિઈ. કર્મોપાધિભાવ છતા છઈ, તેહની વિવક્ષા ન કરી, જ્ઞાન, દર્શન, ચારિત્ર-શુદ્ધપર્યાયની જ વિવક્ષા કરી. Ils/પા
૨૦૮
ટબો ઃ
ટબાર્થ
:
કર્મઉપાધિરહિત નિત્યશુદ્ધ પર્યાયાર્થિક પાંચમો ભેદ છે=પર્યાયાર્થિકતયનો પાંચમો ભેદ છે. જેમ ભવજંતુના=સંસારી જીવોના, પર્યાયને સિદ્ધના જીવ સરખા કહે છે.
આ નય સંસારી જીવોના પર્યાયને સિદ્ધસરખા કેમ કહે છે? તે સ્પષ્ટ કરે છે –
કર્મની ઉપાધિવાળો ભાવ વિદ્યમાન છે, તેની વિવક્ષા કરતો નથી પરંતુ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આત્માના શુદ્ધ પર્યાયની જ વિવક્ષા કરે છે. ૬/૫
ભાવાર્થ -
આત્મામાં કર્મ વિદ્યમાન હોવા છતાં કર્મની ઉપાધિની વિવક્ષા કર્યાં વગર આત્માના શુદ્ધ પર્યાયને શુદ્ધ પર્યાયરૂપે સદા દેખાડે તેવી નયની દૃષ્ટિ એ કર્મઉપાધિરહિત નિત્યશુદ્ધ પર્યાયાર્થિકનયરૂપ પર્યાયાર્થિકનયનો પાંચમો ભેદ છે.
સંસારી જીવો કર્મની ઉપાધિવાળા છે છતાં શુદ્ધદષ્ટિથી જોવાથી કર્મ પુદ્ગલરૂપ દેખાય છે અને આત્મા આત્મારૂપ દેખાય છે. વળી, બે દ્રવ્યોનો પરસ્પર સંયોગ થાય તોપણ તે બંને દ્રવ્યો પોતાના સ્વભાવને છોડતા નથી તેથી પુદ્ગલનો સ્વભાવ પુદ્ગલમાં વર્તે છે અને આત્માનો સ્વભાવ આત્મામાં વર્તે છે. વળી, સંસારી જીવોના આત્મામાં પણ આત્માનો સ્વભાવ સિદ્ધના સ્વભાવ જેવો છે અને પર્યાયાર્થિકનયની દૃષ્ટિથી આત્માનો શુદ્ધ પર્યાય પ્રતિક્ષણ અન્યઅન્ય શુદ્ધ પર્યાયરૂપે પરિણમન પામે છે તોપણ એ શુદ્ધ પર્યાય અનાદિનો છે અને અનંતકાળ સુધી તે શુદ્ધ પર્યાય રહેવાનો છે તેથી તે નિત્ય છે એમ આ નય કહે છે. II/II
અવતરણિકા :
હવે પર્યાયાર્થિકનયનો છઠ્ઠો ભેદ બતાવે છે
ગાથા:
પર્યાયઅર્થ અનિતિ અશુદ્ધો, સાપેક્ષ કર્મોપાધિ રે;
સંસારવાસી જીવનઈં જિમ, જનમ-મરણહ વ્યાધિ રે. બહુ॰ II9/કા
ગાથાર્થ ઃ
કર્મ ઉપાધિસાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિનય છઠ્ઠો ભેદ છે. જેમ સંસારવાસી જીવને જન્મ, મરણ, વ્યાધિ છે. ૬/૬