________________
૨૧૨
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૬ગાથા-૮ પાવનત્વાદિ બોધના પ્રયોજન અર્થે છે="ગંગાના તટે રહેલો ઘીષ શીતલ છે અને પવિત્ર છે ઈત્યાદિ બોધતા પ્રયોજન માટે ગંગામાં ઘોષ' કહેવાય છે, તો જ ઘટમાન છે="જયાં પોષઃ 'નો અર્થ શૈત્યપાવનત્યાદિ બોધતા પ્રયોજન માટે છે એ પ્રમાણે સ્વીકારીએ તો જ “શોષા’ એ પ્રયોગ ઘટમાન છે.
જો વીરસિદ્ધિગમનનો અવય વર્તમાનના દિવાળીના દિવસમાં કરવામાં આવે તો ભક્તિ ભણી=ભક્તિને આશ્રયીને, પ્રાતીતિક માન છે=પ્રાતીતિક સત્યપ્રમાણ છે=યોગ્ય જીવતો “આજનો દિવસ ભગવાનના નિર્વાણનો દિવસ જ છે તેવા પ્રકારની પ્રતીતિના પ્રમાણથી, આ પ્રકારનો આરોપ કરવામાં આવે છે. એ અલંકારના જાણનારા પંડિત હોય તે વિચારજો. Img૮ ભાવાર્થ
નગમનયનો પ્રથમ ભેદ ભૂતાર્થને વર્તમાનમાં આરોપ કરવામાં લીન હોય છે એમ કહ્યું તે ભૂતાર્થનો વર્તમાનમાં આરોપ કરવાનો પ્રયત્ન બે પ્રકારે થાય છે.
(૧) અતીત એવી દિવાળીના દિવસના વિષયમાં વર્તમાનની દિવાળીના દિવસનો આરોપ કરીને કહેવાય છે કે, “આ જ દિવાળીના દિવસે શ્રી વિર ભગવાન મોક્ષનું રાજ્ય પામ્યા.” આ સ્થાનમાં શ્રી વીર ભગવાન નિર્વાણ પામ્યા તે દિવાળીના દિવસમાં વર્તમાનની દિવાળીના દિવસનું આરોપણ કરીને પ્રયોગ થયો છે.
(૨) વળી, ભગવાન પ્રત્યેના ભક્તિના પ્રકર્ષ અર્થે વર્તમાન દિવાળીના દિવસમાં ભગવાનના નિર્વાણકાળની જે ભૂત દિવાળી હતી તેનું આરોપણ કરાય છે અને તેમ આરોપણ કરીને આ દિવાળીના દિવસમાં ભગવાનના નિર્વાણની આરાધના કરાય છે, તે વખતે વર્તમાનની દિવાળીમાં ભૂતની દિવાળીના આરોપણને કારણે પ્રતીતિ થાય છે કે દેવના આગમનાદિ મહાકલ્યાણનું ભાજન આ દિવસ છે અને તેવી પ્રતીતિ થવાથી ભગવાનના કલ્યાણકની આરાધનાનો ભાવ પ્રકર્ષવાળો બને છે. અહીં પ્રશ્ન થાય કે, આ વર્તમાનનો દિવાળીનો દિવસ પરમાર્થથી દેવઆગમનાદિ મહાકલ્યાણનું ભાજનવાળો નથી, છતાં તેવી પ્રતીતિના અર્થે વર્તમાનની દિવાળીના દિવસે ભૂતની દિવાળીનો આરોપ કેમ કર્યો ? તે સ્પષ્ટ કરવા અર્થે દૃષ્ટાંત બતાવે છે –
જેમ, “ગંગામાં ઘોષ છે' ત્યાં “ગંગા' પદનો અર્થ “ગંગાનો પ્રવાહ થાય છે અને “ગંગાના તટ'ના વિષયમાં “ગંગા” શબ્દથી વાચ્ય પ્રવાહનો આરોપ કરાય છે. જેથી તે ઘોષ શૈત્યપાવનાદિ પરિણામવાળો છે તેવો બોધ થાય છે. તેથી જેમ શૈત્યપાવનાદિના બોધના પ્રયોજન અર્થે જાય પોષઃ' કહેવાય છે, તેમ ભગવાનના કલ્યાણકના દિવસની આરાધનામાં ભાવના પ્રકર્ષ અર્થે “આ દિવસ દેવઆગમનાદિ મહાકલ્યાણનું ભાજન છે” એવી પ્રતીતિ અર્થે ભગવાનના નિર્વાણ કલ્યાણક દિવાળી દિનનો વર્તમાનની દિવાળીના દિનમાં આરોપ કરાય છે.
આ કથનને જ દઢ કરવા અર્થે કહે છે કે શ્રી વીર ભગવાનના સિદ્ધિગમનનો અન્વયે વર્તમાનની