________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૧| ગાથા-૩-૪
- ૨૦૫ વળી, તે સિદ્ધપર્યાય ઉત્પન્ન થયા પછી નાશ પામતો નથી તેથી નિત્ય છે. આ સિદ્ધનો પર્યાય કેવો છે તે સ્પષ્ટ કરે છે. જેમ કોઈ પુરુષ પૂર્વમાં રાજા ન હોય અને પાછળથી રાજા થાય ત્યારે કર્મના ઉદયથી તે પુરુષને રાજપર્યાયની પ્રાપ્તિ થાય છે તેમ સિદ્ધના જીવોને પૂર્વમાં સિદ્ધપર્યાય ન હતો પરંતુ જ્યારે સર્વ કર્મોનો નાશ થાય છે ત્યારે શુદ્ધ દ્રવ્યનો સિદ્ધપર્યાય પ્રાપ્ત થાય છે=સિદ્ધના જીવને સિદ્ધપર્યાય પ્રગટ થાય છે.
સામાન્યથી પર્યાય પ્રતિક્ષણ પરિવર્તન પામે છે. સ્થિર હોય તો પર્યાય કહેવાય નહીં. છતાં સિદ્ધપર્યાય સદશપ્રવાહરૂપે સતત પરિણમન પામે છે તેથી સદશતાને કારણે નિત્ય દેખાય છે.
વસ્તુતઃ જે આત્મા સર્વ કર્મોનો નાશ કરીને સિદ્ધપર્યાયને પ્રાપ્ત કરે છે ત્યારે સર્વકર્મરહિત એવાં શુદ્ધ આત્માના મૂળ સ્વરૂપનું જે વેદન કરે છે તે વેદન સિદ્ધપર્યાય છે અને શુદ્ધ આત્માના મૂળ સ્વરૂપનું વેદન જે પ્રથમ ક્ષણમાં પ્રગટ થયું તદૂસદશ જ બીજી આદિ ક્ષણમાં પણ વેદન છે પરંતુ પ્રથમ ક્ષણનું વેદન બીજી આદિ ક્ષણમાં નથી તેથી પ્રથમ ક્ષણનો સિદ્ધપર્યાય બીજી આદિ ક્ષણમાં નથી પરંતુ પ્રથમ ક્ષણના વેદન સદશ બીજી આદિ ક્ષણોમાં અન્યવેદન છે માટે સિદ્ધપર્યાય પ્રતિક્ષણ પરિવર્તનશીલ છે છતાં પણ સદશ પરિવર્તનને સામે રાખીને તેને નિત્ય કહેવાય છે અને સિદ્ધપર્યાયને આદિ છે તેથી સાદિ નિત્ય કહેવાય છે.
ગાથાના ઉત્તરાર્ધથી પર્યાયાર્થિકનયનો ત્રીજો ભેદ બતાવે છે –
સત્તાને ગૌણ કરીને ઉત્પાદત્રયનો ગ્રાહક અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય કહેવાય છે જેનું દષ્ટાંત ગ્રંથકારશ્રી આગળની ગાથામાં બતાવે છે. II/II અવતરણિકા -
પૂર્વ ગાથામાં બતાવેલા પર્યાયાર્થિકનયના ત્રીજા ભેદનું દાંત અને પર્યાયાર્થિકનયનો ચોથો ભેદ હવે બતાવે છે – ગાથા -
જિમ સમયમઈ પર્યાય નાશી, છતિ ગહત નિત્ય અશુદ્ધ રે;
એક સમઈ યથા પર્યય, ત્રિતયરૂપ રુદ્ધ રે. બહુ II/ ગાથાર્થ -
જેમ સમયમાં પર્યાય નાશી છે. (આ ત્રીજા ભેદનું દષ્ટાંત છે.) છતિંસતા, તેને ગ્રહણ કરતો નિત્ય અશુદ્ધ=નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિનયનો ચોથો ભેદ છે. જે પ્રમાણે એક સમયમાં મિતરૂપે રુદ્ધ એવાં પર્યાય=એક સમયમાં ઉત્પાદવ્યયૌવ્યરૂપ ત્રિતયરૂપે રુદ્ધ એવો પર્યાય, સ્વીકારે છે. IIS/૪ll. બો :જિમ-એક સમય મળે પર્યાય વિનાશી છઈ, ઈમ કહિછે. ઈહાં-નાશ કહતાં-ઉત્પાદઈ