________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૬ | ગાથા-૧-૨
૨૦૩
નિત્ય તે સ્વરૂપે રહેલા છે. તેને જોનારી પર્યાયાર્થિકનયની દ્રષ્ટિથી તે મેરુપર્વતનો પર્યાય મેરુપર્વતરૂપે અનાદિ નિત્ય દેખાય છે; કેમ કે જે રૂપે વર્તમાનમાં તે મેરુપર્વત દેખાય છે તે રૂપે જ સદા રહેવાનો છે. આમ છતાં તે મેરુપર્વતમાં રહેલા પુદ્ગલો પ્રતિક્ષણ તેમાંથી નીકળે છે અને અન્ય પુદ્ગલ પ્રતિક્ષણ તેમાં સંક્રમણ પામે છે. તેથી અસંખ્યાતકાળ પૂર્વે મેરુપર્વતમાં જે પુદ્ગલો હતા તેનાથી સર્વ અન્ય પુદ્ગલો અસંખ્યાતકાળ પછી મેરુપર્વતમાં પ્રાપ્ત થાય છે, છતાં તે મેરુપર્વતનું સંસ્થાન એવું જ રહે છે જ૨ા પણ બદલાતું નથી. તેથી અનાદિનિત્ય શુદ્ધપર્યાયાર્થિકનય તે મેરુપર્વતને તેના પર્યાયને આશ્રયીને અનાદિ નિત્ય કહે છે.
વળી, મેરુપર્વતની જેમ રત્નપ્રભાઆદિ પૃથ્વીઓમાં પણ સદા પુદ્ગલોનું પરિવર્તન થવા છતાં તેનું સંસ્થાન સદા સમાન રહે છે. તેને જોનાર આ પર્યાયાર્થિકનયનો પહેલો ભેદ છે. તેથી તે પર્યાયની દૃષ્ટિએ પણ તે સર્વને અનાદિ નિત્ય કહે છે. ૬/૧/
પૂર્વ ગાથામાં પર્યાયાર્થિકનયનો પહેલો ભેદ બતાવ્યો. તે ગ્રંથકારશ્રીને સર્વથા ઇષ્ટ જણાતો નથી; કેમ કે આ નય અનાદિ નિત્ય પદાર્થને સ્વીકારનાર હોય છતાં તેને શુદ્ધપર્યાયાર્થિકનય કહેવો ઉચિત નથી છતાં જિનવચનથી સર્વથા વિરુદ્ધ પણ નથી તેથી કહે છે
ઘણા પ્રકા૨ની જૈન શૈલી ફેલાયેલી છે. તેથી તે જૈન શૈલીથી આ પર્યાયાર્થિકનયનો પહેલો ભેદ કહેવાયો છે. અહીં પ્રશ્ન થાય કે, જૈન શૈલી તો જિન વડે કહેવાયેલી હોવાથી પ્રમાણિક જ છે. તેથી જૈન શૈલી કહ્યા પછી તે ઘણા પ્રકારે ફેલાયેલી છે એમ કહીને તે સંગત નથી એમ કેમ કહી શકાય ? તેથી કહે છે –
દિગંબર મત પણ જૈનદર્શન નામ ધરાવે છે તેથી તેનું જે કથન સર્વજ્ઞના વચનઅનુસાર ન હોય તોપણ તે જૈનદર્શનની શૈલી છે તે બતાવવા માટે એમ કહ્યું કે ઘણા પ્રકારની જૈન શૈલી ફેલાયેલી છે અને કંઈક જિનવચનાનુસાર અને કંઈક વિપરીત એવી નયની અનેક શૈલી તે દિગંબર પ્રવર્તાવે છે. તેથી ગ્રંથકારશ્રી કહે છે કે દિગંબરની તે જૈન શૈલીમાંથી વિચારતાં જે સાચું હોય તેને મનમાં ધા૨ણ ક૨વું જોઈએ અને તેમાં જે કાંઈ ખોટું જણાય, તેને ચિત્તમાં ધારણ કરવું જોઈએ નહીં પરંતુ શ્વેતાંબર સંપ્રદાયથી દિગંબરની શૈલીમાં જે શબ્દફેરમાત્ર હોય તેનો વિચાર કરીને તે પ્રમાણભૂત નથી એમ કહીને દિગંબરના વચન પ્રત્યે દ્વેષ કરવો જોઈએ નહીં પરંતુ તેના કથનમાં પણ જે કાંઈ જિનવચનાનુસાર અર્થ છે તે પ્રમાણ છે માટે વિવેકીએ દિગંબરની શૈલીથી બતાવાયેલા નયોની વિચારણા કરવી જોઈએ અને શ્વેતાંબર સંપ્રદાયના સુવિહિત એવાં પૂર્વપુરુષોએ જિનવચનાનુસાર નયોનાં જે વચનો કહ્યાં છે તેનો યથાર્થ બોધ કરીને તે વચનોને અનુરૂપ જ અર્થને બતાવનાર દિગંબર શૈલીના શબ્દફેરથી જે બતાવેલું હોય તેને પ્રમાણરૂપે સ્વીકારવું જોઈએ અને શ્વેતાંબર સંપ્રદાયના સુવિહિત એવાં પૂર્વમુનિઓના વચનથી નયના પરમાર્થને જાણીને તે વચનથી વિપરીત અર્થને કહેનારાં જે વચનો દિગંબર શૈલીમાં બતાવેલાં હોય તેને ‘આ જિનવચનાનુસાર નથી' તેમ નિર્ણય કરીને ચિત્તમાં રુચિથી ધા૨ણ ક૨વાં નહીં. ૬/ગા