________________
૨૦૪
દવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૬, ગાથા-૩
અવતરણિકા :
પર્યાયાધિકનયનો બીજો અને ત્રીજો ભેદ બતાવે છે – • ગાથા :
સાદિ નિત્ય પર્યાય અરથો, જિમ સિદ્ધનો પજાઉ રે;
ગહઇ શુદ્ધ અનિત્ય સત્તા, ગૌણ વ્યય ઉપાઉ રે. બહુ 9/3II ગાથાર્થ :
સાદિ નિત્ય પર્યાય અર્થ શુદ્ધ પર્યાયાર્થિનય, બીજો ભેદ છે. જેમ સિદ્ધનો પર્યાય સિદ્ધનો શુદ્ધ પર્યાય.
સત્તા ગૌણ સત્તાને ગૌણ કરીને, ઉત્પાદવ્યય ગહઈ ગ્રહણ કરે, તે અનિત્ય શુદ્ધ અનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનય, ત્રીજો ભેદ છે. Is/all ટબો -
સાદિ નિત્ય શુદ્ધપર્યાવાર્થ ના બીજ ભેદ ૨, જિમ-સિદ્ધનો પર્યાય-તેહની આદિ છઈ, કર્મક્ષ સર્વ થથ તિવારઈ-સિદ્ધપર્યાય ઊપન, તે વતી. પણિ-સ્નેહનો અંત નથી, જે માર્ટિ-સિદ્ધભાવ સદાકાલ છઈ. એ રાજપર્યાય સરખ સિદ્ધ દ્રવ્યપર્યાય ભાવ. સત્તાગીણત્વઈં ઉત્પાદ-વ્યથગ્રાહક અનિત્ય શુદ્ધપર્યાયાર્થિક કહિઈ. ils/૩
ટબાર્થ:
સાદિ નિત્ય શુદ્ધ પર્યાયાયિકનયનો બીજો ભેદ છે. જેમ સિદ્ધનો પર્યાય સિદ્ધત્વ પર્યાય, તેની આદિ છે; કેમ કે સર્વકર્મક્ષય થયો, તે વખતે સિદ્ધપર્યાય ઉત્પન્ન થયો તે માટે પણ તેનો સિદ્ધપર્યાયતો, અંત નથી. જે માટે સિદ્ધભાવ સદાકાળ છે. આ રાજપર્યાય જેવો સિદ્ધ દ્રવ્યપર્યાય ભાવવો.
વળી, પર્યાયાર્થિકનયનો ત્રીજો ભેદ બતાવે છે. સત્તાને ગૌણ કરીને, ઉત્પાદવ્યય ગ્રહણ કરનાર અનિત્યશુદ્ધ પર્યાયાર્થિકન કહેવાય છે. કાયા ભાવાર્થ :
દિગંબર મતાનુસાર સાદિનિત્ય શુદ્ધ પર્યાયાર્થિકનયનો બીજો ભેદ છે. તે બીજા ભેદની દૃષ્ટિથી શું દેખાય છે ? તે દષ્ટાંતથી બતાવે છે. સિદ્ધનો સિદ્ધપર્યાય, આ બીજા ભેદથી દેખાય છે અને સિદ્ધનો સિદ્ધપર્યાય સાદિ કેમ છે તે સ્પષ્ટ કરે છે –
જ્યારે કોઈ આત્માએ સર્વકર્મક્ષય કર્યો ત્યારે તેનો સિદ્ધપર્યાય ઉત્પન્ન થયો. તેના પૂર્વે તે સિદ્ધપર્યાય તે જીવનો ન હતો. તેથી સિદ્ધપર્યાય સાદિ છે.