________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૫ | ગાથા-૧૭-૧૮
૧૯૭
ટબાર્થ : - - સ્વદ્રવ્યાદિકગ્રાહક દ્રવ્યાર્થિકનો આઠમો ભેદ કહેવાયો છે. જેમ ઘટાદિક અર્થ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ એ ચારથી વિદ્યમાન કહેવાયો છે. “સ્વદ્રવ્યાદિક પદાર્થ સ્પષ્ટ કરે છે –
સ્વદ્રવ્યથી મૃત્તિકાદિ દ્રવ્ય, સ્વક્ષેત્રથી પાટલીપુત્રાદિક નિષ્પત્તિનું ક્ષેત્ર, સ્વકાળથી વિવક્ષિતકાળ અર્થાત્ ઘટતો વિદ્યમાન કાળ અને સ્વભાવથી ઘટમાં વર્તતા રક્તાદિ ભાવ જ. આ દ્રવ્યાદિ ચારથી ઘટાદિની સત્તા પ્રમાણસિદ્ધ છે. “સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિકનયનો આઠમો ભેદ છે'. i૫/૧૭ના
ભાવાર્થ :- કોઈપણ ઘટાદિ દ્રવ્યને જોવામાં આવે અને તે ઘટાદિની સત્તા કઈ રીતે વિદ્યમાન છે તેનું વર્ણન કરવા માટે ચાર દૃષ્ટિથી તેનો વિચાર થાય છે. તે આ રીતે –
જેમ કોઈ વિવક્ષિત ઘટનું વર્ણન કરીએ તો, જે માટીનો તે ઘટ બનેલો છે તે માટીરૂપ સ્વદ્રવ્યથી તે ઘટની સત્તા છે, અન્ય માટી કે અન્ય દ્રવ્યથી તે ઘટની સત્તા નથી. સ્વક્ષેત્રથી તેની સત્તા છે અર્થાત્ જે પાટલીપુત્રાદિ ક્ષેત્રમાં તે રહેલો છે અથવા જે પાટલીપુત્રાદિ ક્ષેત્રમાં ઉત્પન્ન થયો છે તે અપેક્ષાએ તે ઘટની સત્તા છે, અન્ય ક્ષેત્રમાં તે ઘટની સત્તા નથી. જે કાળમાં ઘટ વિદ્યમાન છે તે કાળની અપેક્ષાએ તે ઘટની સત્તા છે, પરંતુ જ્યારે તે ઘટ ઉત્પન્ન થયો ન હતો કે ઉત્પન્ન થયા પછી જ્યારે તે ઘટ નાશ પામ્યો તે કાળમાં તે ઘટની સત્તા નથી. વળી, તે ઘટાદિ વસ્તુમાં જે રક્તાદિ ભાવો વર્તી રહ્યા છે તે ભાવથી તે ઘટની સત્તા છે, અન્ય ભાવોથી તે ઘટની સત્તા નથી.
આ રીતે દરેક દ્રવ્યની સ્વદ્રવ્યાદિકથી જોવાની દૃષ્ટિ તે સ્વદ્રવાદિગ્રાહક દ્રવ્યાર્થિકનયનો આઠમો ભેદ છે. પ/૧ના
અવતરણિકા :દ્રવ્યાધિકનયનો નવમો ભેદ બતાવે છે –
ગાથા -
પરદ્રવ્યાદિકગ્રાહકો, નવમ ભેદ તે માંહી રે;
પરદ્રવ્યાદિક ચ્યારથી, અર્થ છતો જિમ નાંહી રે. ગ્યાન) I/પ/૧૮મા ગાથાર્થ :
તે માંહી દ્રવ્યાર્થિકનયમાં, પરદ્રવ્યાદિગ્રાહક નવમો ભેદ છે. જેમ, પરદ્રવ્યાદિક ચારથી અર્થ છતો નાંહી છે નહીંત્રવિદ્યમાન નથી. પ/૧૮