________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૫ | ગાથા-૧૯
દ્રવ્યાર્થિકનયનો દસમો ભેદ ૫૨મભાવગ્રાહક નય છે, જે નય આત્માને જ્ઞાનસ્વરૂપ કહે છે. અહીં પ્રશ્ન થાય કે આત્મા માત્ર જ્ઞાન-સ્વરૂપ નથી પરંતુ દર્શન, ચારિત્ર, વીર્ય, લેશ્યાદિ આત્માના અનંત ગુણો છે અર્થાત્ સંસા૨ી આત્મામાં અપરિમિત ગુણો છે છતાં તે સર્વ ગુણોને ગ્રહણ ન કરતાં માત્ર આત્મામાં વર્તતા જ્ઞાનરૂપ ઉત્કૃષ્ટ ગુણને ગ્રહણ કરીને આત્માને જ્ઞાનસ્વરૂપ કહેલ છે. આ પરમભાવગ્રાહકનય માત્ર સિદ્ધના આત્માને જ્ઞાનગુણરૂપ કહેતો નથી પરંતુ સંસારી આત્માને પણ જ્ઞાનસ્વરૂપ કહે છે.
આત્મામાં વર્તતા અન્ય ગુણોને છોડીને જ્ઞાનગુણને જ પરમભાવગ્રાહકનય કેમ ગ્રહણ કરે છે ? તેથી કહે છે
અન્ય દ્રવ્યોથી આત્માનો ભેદ જ્ઞાનગુણ દેખાડે છે તેથી તેને પરમભાવગ્રાહકનય ગ્રહણ કરે છે. અહીં પ્રશ્ન થાય કે, દર્શન, ચારિત્ર, વીર્ય, લેશ્યાદિ ગુણો પણ આત્માથી અન્યમાં નથી તેથી તે ગુણોથી પણ આત્માનો અન્ય કરતાં ભેદ છે એમ ઉપસ્થિત થાય છે. છતાં ૫૨મભાવગ્રાહકનય જ્ઞાનગુણને જ કેમ ગ્રહણ કરે છે ? તેથી કહે છે
૨૦૦
ભાવાર્થ:
-
—
આત્માને જોતાં શીઘ્રઉપસ્થિતિ પણ જ્ઞાનથી થાય છે; કેમ કે જડ કરતાં આત્માનો ભેદ જ્ઞાનગુણથી જ શીઘ્ર ઉપસ્થિત થાય છે તેથી પરમભાવગ્રાહકનય આત્માને દર્શનચારિત્રસ્વરૂપ કહેતો નથી પરંતુ જ્ઞાનસ્વરૂપ જ કહે છે. વળી, જેમ જ્ઞાનસ્વરૂપથી આત્માના પરમભાવને આ દસમો ભેદ ગ્રહણ કરે છે તેમ, પુદ્ગલાદિક અન્ય દ્રવ્યોને પણ આ પરમભાવગ્રાહકનય અસાધારણ ગુણોથી ગ્રહણ કરે છે તેથી પુદ્ગલને પૂરણ-ગલન સ્વભાવથી પરમભાવગ્રાહકનય ગ્રહણ કરે છે, પરંતુ પુદ્ગલાદિને જડપણા સ્વરૂપે ગ્રહણ કરતો નથી. ધર્માસ્તિકાયને ગતિમાં સહાયક ગુણથી ગ્રહણ કરે છે, અધર્માસ્તિકાયને સ્થિતિમાં સહાયક ગુણથી ગ્રહણ કરે છે, આકાશાસ્તિકાયને અવગાહનાદાયક ગુણથી ગ્રહણ કરે છે અને કાળને વર્તના ગુણથી ગ્રહણ કરે છે.
ઢાળની અંતિમ ગાથામાં ‘જસ’ શબ્દ ‘જેનો=જે નયનો' વાચક છે અને ઢાળ રચનાર ‘શ્રી યશોવિજયજી'ના નામનો પણ વાચક છે. આથી ‘નસ' શબ્દ લિવ્યંતરમાં લખેલ છે. I૫/૧૯॥