________________
દ્રવ્યગણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૫ | ગાથા-૧૬
૧૫
ગાથાર્થ :
એક સ્વભાવ “અન્વય દ્રવ્યાર્થિક” સાતમો ભેદ કહ્યો છે. જેમ એક દ્રવ્ય ગુણપર્યાયસ્વભાવ ભાખે છેઃબોલે છે. પ/૧૬ll ટબો -
સાતર્મો અન્વયદ્રવ્યાર્થિક કહિ, જી-એક સ્વભાવ બોલાઇ. જિમ-એક જ દ્રવ્યગુણપર્યાવસ્વભાવ કહિછે. ગુણપર્યાયનઈં વિષયઈ દ્રવ્યનો અવથ છઈ. ગત -દ્રવ્ય જાણિ દ્રવાળંદેશૐ “તદનુગત સર્વગુણપર્યાય જાણ્યા” કહિછે. જિમ-સામાન્ય પ્રત્યાતિ પરવાદી “સર્વ વ્યક્તિ જાણી” કહઈ, તિમ-ઈહાં જાણવું. “મન્વય દ્રવ્યાર્થિવ: સપ્તમઃ”. Jપ/૧ ટબાર્થ -
સાતમો “અવય દ્રવ્યાર્થિક" કહ્યો છે, જે એકસ્વભાવ બોલે છે. કઈ રીતે એકસ્વભાવ બોલે છે તે સ્પષ્ટ કરે છે – જેમ, એક જ દ્રવ્ય ગુણપર્યાયસ્વભાવ કહે છે. એક દ્રવ્યને ગુણપર્યાયસ્વભાવ કહે છે તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે –
ગુણપર્યાયના વિષયમાં દ્રવ્યનો અવય છે=ગુણપર્યાયની અંદર દ્રવ્ય અવિતરૂપે વ્યાપીને રહેલ છે. આથી જ દ્રવ્યાર્થ દેશથી દ્રવ્યાર્થતયની દૃષ્ટિથી, દ્રવ્યને જાણીએ, તેના અનુગતeતે દ્રવ્યમાં અનુગત, સર્વ ગુણપર્યાયો જાગ્યા કહેવાય છે. જેમ, સામાન્ય પ્રત્યાતિથીઘટવરૂપ સામાન્ય ઉપસ્થિતિથી, પરવાદીeતૈયાયિક, ‘સર્વ વ્યક્તિ જાણી' એમ કહે છે તેમ અહીં જાણવું દ્રવ્યને જાણવાથી તેને અનુગત સર્વ ગુણપર્યાય જણાય છે તેમ જાણવું. “અવયવ્યાર્થિક સાતમો ભેદ છે. li૫/૧૬i. ભાવાર્થ -
દ્રવ્યાર્થિકનયનો સાતમો ભેદ “અન્વયંદ્રવ્યાર્થિક કહ્યો છે અને તે નય કહે છે કે, દ્રવ્ય એકસ્વભાવ છે અર્થાત્ એક જ દ્રવ્ય, ગુણપર્યાયસ્વભાવ છે. દ્રવ્યાર્થિકનય દ્રવ્યને ગુણપર્યાયસ્વભાવ કેમ કહે છે? તેથી કહે છે –
કોઈ એક દ્રવ્યના ગુણપર્યાયને જોઈએ તો તેમાં દ્રવ્યનો અન્વય દેખાય છે અર્થાત્ કોઈ એક સ્થાનમાં દ્રવ્ય છે, અન્ય સ્થાનમાં ગુણ છે અને અન્ય સ્થાનમાં પર્યાય છે એવું દેખાતું નથી પરંતુ તે ગુણપર્યાયમાં દ્રવ્ય અન્વયીરૂપે પ્રતીત થાય છે તેથી અન્વયી પ્રતીતિવાળા દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી તે દ્રવ્ય ગુણપર્યાય એકસ્વભાવ પ્રતીત થાય છે. આ અન્વય દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી ગુણપર્યાયના વિષયમાં દ્રવ્યઅન્વયી છે. તેની સ્પષ્ટતા કરવા યુક્તિ બતાવે છે –