________________
૧૬
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૫| ગાથા-૧૬-૧૭ આથી જ=ગુણપર્યાયના વિષયમાં દ્રવ્યનો અન્વય છે આથી જ, દ્રવ્યાર્થિકનયના આદેશથી દ્રવ્યને જાણીએ ત્યારે તે દ્રવ્યઅનુગત સર્વ ગુણપર્યાયો જાણ્યા' તેમ કહેવાય છે; કેમ કે તે દ્રવ્ય ગુણપર્યાય એકસ્વભાવ છે. તેથી દ્રવ્યના બોધ સાથે જ ગુણપર્યાયનો અવશ્ય બોધ થાય છે. દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી દ્રવ્યને જાણવાથી ગુણપર્યાય જણાય છે તેમાં યુક્તિ બતાવે છે –
જેમ પરવાદી એવાં તૈયાયિક કહે છે કે “સામાન્ય પ્રયાસત્તિથી સર્વ વ્યક્તિ જણાય છે, તેમ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી દ્રવ્યને જાણવાથી ગુણપર્યાય જણાય છે.
આશય એ છે કે કોઈ વ્યક્તિને સામે રહેલા એક ઘટનો “આ ઘટ છે' એવો બોધ કરાવવામાં આવે અને તે વ્યક્તિનો તે બોધ સ્થિર થાય તો જે ઘટને તે વ્યક્તિએ પૂર્વે ક્યારેય જોયો નથી તે ઘટને જોઈને પણ તે વ્યક્તિ કહે છે કે “આ ઘટ છે.” આ પ્રકારનો બોધ થવાનું કારણ એ છે કે, જે ઘટને પૂર્વે તેણે જોયેલો, તેમાં રહેલું ઘટત્વ, તે સર્વ ઘટમાં સામાન્ય છે અને તે સામાન્ય ઘટત્વની પ્રયાસત્તિ=તે સામાન્ય ઘટત્વનો સંબંધ, અન્ય સર્વ ઘટોમાં છે. તેથી એક ઘટના બોધથી તે સર્વ ઘટવ્યક્તિને જાણે છે એમ તૈયાયિકો કહે છે. તેની જેમ તે દ્રવ્યના સર્વ ગુણપર્યાયોમાં તે દ્રવ્ય અન્વયી છે. તેથી કોઈ વ્યક્તિએ એક દ્રવ્યને જાણ્યું તો તે દ્રવ્યના ભૂતના, ભાવિના અને વર્તમાનના સર્વ ગુણપર્યાયોને દ્રવ્યાર્થિકનયના આદેશથી તે જાણે છે એમ કહેવાય છે; કેમ કે તે સર્વ ગુણપર્યાય એકસ્વભાવ દ્રવ્ય છે. તેથી દ્રવ્યના બોધને કારણે સામાન્યથી સર્વ ગુણપર્યાયોનો બોધ થયો' તેમ કહેવાય છે. પ/૧કા
અવતરણિકા :
દ્રવ્યાર્દિકનયનો આઠમો ભેદ બતાવે છે – ગાથા -
સ્વદ્રવ્યાદિકગ્રાહકો, ભેદ આઠમો ભાષ્યો રે;
સ્વદ્રવ્યાદિક ચ્યારથી, છતો અરથ જિમ દાખ્યો રે. ગ્યાન) I/પ/૧ના ગાથાર્થ :
સ્વદ્રવ્યાદિકગ્રાહક આઠમો ભેદ કહેવાયો છે. જેમ સ્વદ્રવ્યાદિક ચારથી વિધમાન અર્થ બતાવ્યો છે. પ/૧ળા ટબો :
સ્વફ્ટવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક આઠમ ભેદ ભાષિઓ. જિમ અરથ ઘટાદિક-સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ, સ્વભાવ- ૪થી છત કહિ. સ્વદ્રવ્યથી-મૃત્તિકાઈ, સ્વક્ષેત્રથીપાટલિપુત્રાદિકઠું, સ્વકાલથી-વિવક્ષિત કાલર્દી, સ્વભાવથી-રક્તતાદિક ભાવઈ જ ઘટાદિકની સત્તા પ્રમાણસિદ્ધ છઈ. “સ્વદ્રવ્યાલિશાહ દ્રવ્યાર્થિવ ગષ્ટ " પ/૧૭ના