________________
૧૯૪
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ઢાળ-૫ | ગાથા-૧૫-૧૬ ભેદને કહે છે. ‘ભિક્ષુનું પાત્ર’-તેની જેમ ભેદને કહે છે અને ભેદ તો ગુણ-ગુણીનો નથી=દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી ગુણ-ગુણીનો ભેદ નથી, છતાં ભેદ કહે છે તેથી અશુદ્ધ છે.
ફલિતાર્થ કહે છે –
–
‘ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનો છઠ્ઠો ભેદ છે.' ।।૫/૧૫।
ભાવાર્થ:
દ્રવ્યાર્થિકનય દ્રવ્યને જોનારી દૃષ્ટિ છે. તેથી તે દૃષ્ટિથી દ્રવ્યમાં વર્તતા ગુણપર્યાયો-તેને પોતાનાથી પૃથક્ જણાતા નથી પરંતુ ગુણપર્યાય સ્વરૂપ જ દ્રવ્ય છે તેમ જણાય છે. આમ છતાં દ્રવ્યના ગુણપર્યાયોના ભેદની કલ્પના કરીને જ્યારે દ્રવ્યાર્થિકનય પદાર્થને પૃથક્ કરે છે ત્યારે તે અશુદ્ધ બને છે; કેમ કે દ્રવ્યની દૃષ્ટિ છોડીને પર્યાયની દૃષ્ટિથી દ્રવ્યથી પૃથક્ ગુણપર્યાયોને ગ્રહણ કરે છે. આમ છતાં ગુણપર્યાયોની જે ભેદની કલ્પના કરે છે તે વિશેષણરૂપે ગ્રહણ કરે છે તેથી દ્રવ્યની પ્રધાનતા બને છે. માટે દ્રવ્યાર્થિકનય કહેવાય છે અને ગુણપર્યાયના ભેદને દ્રવ્યના વિશેષણરૂપે સ્વીકારીને અશુદ્ધ બને છે. આથી દ્રવ્યાર્થિકનયનો છઠ્ઠો ભેદ ગુણપર્યાયના ભેદની કલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય છે. અશુદ્ધ દ્રવ્યાર્થિકનયની માન્યતાનું દૃષ્ટાંત સ્પષ્ટ કરે છે.
ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય આત્માના જ્ઞાનાદિક શુદ્ધ ગુણોને કહે છે. તેથી એ પ્રાપ્ત થાય કે, શુદ્ધ અવસ્થામાં જે જ્ઞાનાદિક ગુણો છે તે આત્માના ગુણો છે પરંતુ તે ગુણો દ્રવ્યાર્થિકનયથી દૃષ્ટિથી પૃથક્ નથી. આમ છતાં ‘આત્માના ગુણો' એ પ્રમાણે કહીને ષષ્ઠી વિભક્તિ કરીને આત્માથી ગુણોનો ભેદ કરે છે. જેમ, ‘ભિક્ષુનું પાત્ર' એ કથનમાં ભિક્ષુથી ભિક્ષુના પાત્રનો ભેદ છે તેમ આત્માના જ્ઞાનાદિક ગુણોનો આત્માથી ભેદ કહે છે. વસ્તુત: ભિક્ષુના પાત્રનો જેમ ભિક્ષુથી ભેદ છે તેમ આત્માના જ્ઞાનાદિક ગુણોનો આત્માથી ભેદ નથી, છતાં ભેદ કહે છે. માટે દ્રવ્યાર્થિકનયનો આ છઠ્ઠો ભેદ અશુદ્ધ છે.
આત્માદિમાં વર્તતા ગુણપર્યાયનો આત્માદિથી ભેદ છે એ પ્રકારની કલ્પનાથી રહિત એવાં શુદ્ધ દ્રવ્યને જોવા માટે પ્રવૃત્ત એવો શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો ત્રીજો ભેદ હતો. તેથી ત્રીજા ભેદમાં દ્રવ્ય, ગુણ અને પર્યાયનો અભેદ પ્રતીત થતો હતો. તેના બદલે આ છઠ્ઠા ભેદમાં આત્માદિના ગુણપર્યાયોને આત્માદિ સાથે અભેદ હોવા છતાં ભેદની કલ્પના કરીને આ છઠ્ઠો ભેદ પ્રવર્તે છે. તેથી અશુદ્ધ દ્રવ્યાર્થિકનય છે. ૫/૧૫॥
અવતરણિકા :
દ્રવ્યાર્થિકનયનો સાતમો ભેદ બતાવે છે
ગાથા :
-
અન્વયદ્રવ્યાર્થિક કહિઓ, સપ્તમ એક સ્વભાવો રે;
દ્રવ્ય એક જિમ ભાષિÛ, ગુણ-પર્યાય સ્વભાવો રે. ગ્યાન૦ I૫/૧૬ા