________________
૧૭૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-૧ | ટાળ-૫ | ગાથા-પ-૧ પણિ, ન ભાઈ, ત સ્વતંત્રભાવઈ-સર્વથા નયાંતરવિમુખપણઇં, મિશ્રાદષ્ટિ પાસઈ રહઈ, એટલઈ દુર્ણય થાઈ, પણિ સુનય ન થાઈં; ઈમ-જાણવું. પિ/પા ટબાર્થ :
જો નયજ્ઞાનમાં ભિન્ન વિષય કહેતાં નવાંતરનો મુખ્યાર્થરૂપ વિષય, સર્વથા કહેતાં અમુખ્યપણે, પણ, ન ભાસે અર્થાત્ નયાંતરનો વિષય મુખ્યરૂપે તો ન ભાસે, પરંતુ અમુખ્યરૂપે પણ ન ભાસે, તો સ્વતંત્રભાવથી સર્વથા તયાંતર વિમુખપણાથી, મિથ્યાદષ્ટિ પાસે રહેeતે નથ મિથ્યાદષ્ટિ પાસે રહે એટલે દુર્ણય થાય, પરંતુ સુનય થાય નહીં, એમ જાણવું. પપn ભાવાર્થ :
જૈનશાસનમાં બતાવાયેલા દરેક નયો પોતાનો વિષય મુખ્યરૂપે સ્વીકારે છે અને પોતાનાથી પ્રતિપક્ષ એવાં ભિન્ન નયનો વિષય અમુખ્યરૂપે સ્વીકારે છે. તેથી દ્રવ્યાર્થિકનય પણ ભેદભેદને મુખ્ય-અમુખ્ય પ્રકારે સ્વીકારે છે અને પર્યાયાર્થિકનય પણ ભેદભેદને મુખ્ય-અમુખ્ય પ્રકારે સ્વીકારે છે. વળી, જો નય પોતાનો મુખ્ય વિષય સ્વીકારે અને નયાંતરનો મુખ્ય વિષય મુખ્યરૂપે તો ન સ્વીકારે, પરંતુ અમુખ્યરૂપે પણ ન સ્વીકારે તો તે નય, નયાંતર સાથે સંબદ્ધ નથી, પરંતુ સ્વતંત્ર છે. આથી જ સર્વથા નયાંતરથી વિમુખ હોય છે અને જે નય નયાંતર સાથે સંબદ્ધ નથી, પરંતુ સ્વતંત્ર રહે છે તે નય દુર્નય થાય છે, પરંતુ સુનય થતો નથી અને દુર્નય તો મિથ્યાદૃષ્ટિ જીવો પાસે રહે, સમ્યફદષ્ટિ જીવો પાસે ન રહે. વળી, સુનય હંમેશાં પ્રતિપક્ષ નય સાથે સંબદ્ધ હોવાથી પોતાનો વિષય મુખ્યરૂપે સ્વીકારે છે અને પ્રતિપક્ષ નયનો વિષય ગૌણરૂપે સ્વીકારે છે, પરંતુ પ્રતિપક્ષ નયના વિષયનો સર્વથા અપલાપ કરતો નથી. પ/પા. અવતરણિકા:
પૂર્વ ગાથામાં કહ્યું કે, સુનય હંમેશાં પ્રતિપક્ષનો વિષય પણ અમુખ્યરૂપે સ્વીકારે છે. તેને શાસ્ત્રવચનની સાક્ષીથી દઢ કરે છે –
ગાથા :
એહ વિશેષાવિફથઇ, સતિમાં પણિ ધારો રે;
ઇમ નથી સવિ સંભવઈ, ભેદ-અભેદુપચારો રે. ગ્યાન આપવા ગાથાર્થ :
એહ સુનય પ્રતિપક્ષનો વિષય પણ અમુખ્યરૂપે સ્વીકારે છે એ, વિશેષાવશ્યક અને સમ્મતિમાં પણ ઘારો=વિશેષાવશ્યક અને સમ્મતિમાં પણ છે એમ ધારો. ઈમ=એ રીતે સુનય પ્રતિપક્ષ નયના વિષયને અમુખ્યરૂપે સ્વીકારે છે એ રીતે, નયથી ભેદ, અભેદ અને ઉપચાર સર્વ સંભવે છે. IN/II